________________
અષ્ટક પ્રકરણ
૯૭
૬-સર્વસમ્મત્કરી ભિક્ષા અષ્ટક
वृत्तिः- यावदर्थिकपरिहारवादिना भवता पूर्वोक्तपरिहारासम्यक्त्वमभ्युपगन्तव्यं, नो चेत् विषयो वा गोचरो वा, वाशब्दो विकल्पार्थः, 'अस्य' यावदर्थिकपिण्डस्य, 'वक्तव्यः' वाच्यः, अमुमर्थिविशेषमाश्रित्य निर्वर्तितोऽयं परिहार्य इत्येवं गोचरान्तरपरिकल्पनयवायं शक्यः परिहर्तुं नान्यथा इति भावः । तथा न केवलं यावदर्थिकपिण्डस्य विषयो वक्तव्यः, 'पुण्यार्थ' पुण्यनिमित्तं, 'प्रकृतस्य च' निष्पादितस्यापि स वक्तव्यो, यतः पुण्यार्थं प्रकृतस्यापि पिण्डस्य परिहारोऽभ्युपगम्यते भवद्भिः यदाह-"असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणिज्ज सुणेज्जा वा, पुनट्ठा पगडं इमं ॥१॥ तं भवे०५१ ॥" इत्यादि, अशक्यपरिहारश्चायमपीति तस्यापि विषयविशेषो वाच्य इति भावः । अथ किं विषयान्तराभिधानेनेत्याचार्यमतमाशङ्क्याह- 'अन्यथा' यावदर्थिकपुण्यार्थप्रकृतपिण्डयोर्विषयविशेषाप्रतिपादने, 'आप्तस्य' क्षीणरागद्वेषमोहदोषतयाव्यंसकवचनत्वेनैकान्तहितस्य शास्त्रप्रणेतुः, 'अनाप्तता' अक्षीणदोषत्वेनाहितत्वं, 'स्याद्' भवेत्, कुत इत्याह- 'असम्भवाभिधानात्' अविद्यमानः सम्भवो यस्य यावदर्थिकादिपिण्डपरिहारस्य सोऽसम्भवस्तस्याभिधानं तस्मात्, असम्भवच तस्य "स्वपरार्थं तु ते यत्नं कुर्वते नान्यथा" (अ० ६ श्लो० ३) इत्यनेन दर्शित एव । इति पूर्वपक्षः । ॥५॥
પૂર્વપક્ષવાદી જ કહે છે –
શ્લોકાર્થ– અથવા યાવદર્થિક પિંડનો વિષય કહેવો જોઇએ, તથા પુણ્ય માટે કરેલા પિંડનો વિષય કહેવો જોઇએ. અન્યથા અસંભવનું કથન કરવાથી આપ્તનું અનાપ્તપણું થાય. (૫).
ટીકાર્થ– અથવા યાવદર્થિક પિંડનો વિષય કહેવો જોઇએ-યાવદર્થિક પિંડનો ત્યાગ કરવો જોઇએ એમ બોલનારા તમારે પૂર્વે (ચોથી ગાથામાં) અસંકલ્પિત પિંડનો પરિહાર અસમ્યગુ (=અસંગત) છે એમ જે કહ્યું છે તેનો સ્વીકાર કરવો જોઇએ. જો તેનો સ્વીકાર નથી કરવો તો યાવદર્થિક પિંડનો વિષય કહેવો જોઇએ, અર્થાત્ (કોઇપણ ભિક્ષુકના સંકલ્પથી બનાવેલ પિંડ ન કહ્યું એમ ન કહેવું જોઇએ, કિંતુ) અમુક યાચક વિશેષના સંકલ્પથી બનાવેલો પિંડ ત્યાગ કરવા યોગ્ય છે, એમ વિષયાંતરની પરિકલ્પનાથી જ સંકલ્પિત પિંડનો ત્યાગ શક્ય બને, અન્યથા નહિ.
- પુણય માટે કરેલા પિંડનો વિષય કહેવો જોઇએ- તથા કેવળ યાવદર્થિક પિંડનો વિષય કહેવો જોઇએ એમ નહિ, કિંતુ પુણ્ય માટે કરેલા પણ પિંડનો વિષય કહેવો જોઇએ. કારણ કે તમોએ પુણ્ય માટે કરેલા પણ પિંડનો ત્યાગ સ્વીકાર્યો છે. કહ્યું છે કે-“સાધુ જાણે કે આ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ દાન માટે (૫ગદં=) કરેલું છે. તે ભક્ત-પાન સાધુને અકલ્પે કહ્યું છે. માટે આપનારી સ્ત્રીને સાધુ પ્રતિષેધ કરે કે મારે તેવું ન કલ્પે.” (દશ.વે. અધ્ય. ૫.ઉ. ૧ ગા. ૪૯) ઇત્યાદિ.
આ પિંડનો પણ ત્યાગ અશક્ય છે. આથી તેનો પણ વિષય વિશેષ કહેવો જોઇએ, અર્થાત્ અમુક યાચકના સંકલ્પથી પુણ્ય માટે બનાવેલા પિંડનો ત્યાગ કરવો એમ સ્પષ્ટતા કરવી જોઇએ.
અન્યથા– યાવદર્થિક અને પુણ્યાર્થ (=પુણ્ય માટે) કરેલા પિંડના વિષયવિશેષનું પ્રતિપાદન ન કરવામાં ५१. अशनं पानं वापि, खादिमं स्वादिमं तथा । यज्जानीयात् शणुयाद्वा पुण्यार्थ प्रकृतमिदम् ॥१॥ तद्भवेत् ॥