SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૯૨). सर्वतोऽविरताविरतयोरत्यन्तभेदाभावाद् बालत्वव्यपदेशनिबन्धनाविरतेरुभयत्राऽविशेषात् पापस्थानत्वविभाजकोपाधिव्याप्यविषयताकाविरते: सर्वथाऽविरतत्वे द्रव्यतो हिंसादिनिवृतमिथ्यादृष्टिष्वव्याप्ते: सम्यक्त्वाभावस्यैव सर्वतोऽविरतित्वपरिभाषणेच सम्यग्दृष्टिव्यावृत्तावप्येकभेदानुगुण्याभावात्फलासिद्धेः। किञ्च एवमविरतसम्यग्दृष्टेरपि मिथ्यादर्शनविरत्यन्याविरतिभ्यां मिश्रपक्षपातः । इष्टापत्तिरत्र → 'एगच्चाओ मिच्छादसणसल्लाओ पडिविरया एगच्चाओ अप्पडिविरया[सूत्रकृताङ्ग २/२/३९] इति पाठस्वरसादिति चेत् ? न । तस्याकारानाकारादिविषयत्वेन मूलगुणविरत्यभावापेक्षयैवाविरतेर्व्यवस्थापितत्वात्, सम्यक्त्वाभावेन विरतिरविरतिरेवेति तु वृत्तिकृतैव ઉત્ત૨૫ - અલબત્ત, આ પ્રમાણે “સર્વતો અવિરત અને “અવિરત વચ્ચે ભેદરેખા દોરી શકાય. પરંતુ સર્વતો અવિરતનું તમે કહેલું લક્ષણ અવ્યામિદોષથી કલંકિત છે, કારણ કે જેઓ મિથ્યાત્વશલ્યરૂપ પાપસ્થાનથી નિવૃત્ત થયા નથી(=મિથ્યાત્વી છે.) પરંતુ હિંસાદિ સત્તરપાપસ્થાનોમાંથી કે તેમાંથી કોક પાપસ્થાનકમાંથી નિવૃત્ત થયા છે (અલબત્ત સમ્યક્ત ન હોવાથી તેઓ હિંસાદિમાંથી ભાવથી નિવૃત્ત થયા ન કહેવાય, તો પણ દ્રવ્યથી તો નિવૃત્ત છે જ.) તેઓનો સમાવેશ કેમાં કરશો? કારણ કે તમારા મતે જેઓ એક પણ પાપસ્થાનમાંથી નિવૃત્ત થયા નથી, તેઓ જ સર્વતો અવિરત છે. પણ આ લોકોતો સત્તર પાપસ્થાનમાંથી નિવૃત્ત છે. તેથી તેઓ સર્વતો અવિરતમાં સમાવેશ પામી શકે તેમ નથી. અવિરત વગેરે વિકલ્પોમાં પણ તેઓને સ્થાન નથી. કારણ કે તે બધા વિકલ્પોમાં પ્રવેશ મેળવવા સમ્યકત્વ હોવું જરૂરી છે, જ્યારે આ લોકો બિચારા પાસે સમ્યત્વ નથી. આમ તેઓની હાલત ત્રિશંકુ જેવી થશે. પૂર્વપક્ષઃ- જેઓએ ભાવથી એક પણ પાપસ્થાન છોડ્યા નથી, તેઓનો અમે સર્વતો અવિરતમાં સમાવેશ કરીશું. દ્રવ્યતઃ પાપનો ત્યાગ કરનારા પણ ભાવથી ત્યાગ વિના વાસ્તવમાં પાપ સેવનારા જ છે. તેથી દ્રવ્યથી સત્તર પાપસ્થાનકોથી વિરત થનારા પણ સર્વતો અવિરતમાં જ સ્થાન પામશે, કારણ કે જેઓ સખ્યત્વી નથી, તેઓ ભાવથી પાપસ્થાનથી વિરતિ પામી શકતા નથી. ઉત્તરપલ - આમ તમે સમ્યકત્વના અભાવના કારણે જ સર્વતો અવિરતત્વની પરિભાષા કરી છે એમ ફલિત થાય છે. આ પરિભાષાને કારણે સર્વતો અવિરત ભેદમાંથી સમ્યગ્દષ્ટિની વ્યાવૃત્તિ=બાદબાકી થઇ જાય છે. અથવા આ સર્વતો અવિરતની સમ્યગ્દષ્ટિથી વ્યાવૃત્તિ થાય છે, છતાં પણ એક ભેદની અનુગુણતાનો અભાવ હોવાથી કોઇ ફળ સિદ્ધ થતું નથી. (મિથ્યાત્વયુક્ત જીવ “સર્વતોઅવિરત' તરીકે પ્રસિદ્ધ નથી. સિદ્ધાંતમાં મિથ્યાત્વી અને મિથ્યાત્વ વિનાના પણ બીજી વિરતિ વિનાના - આ બંનેને સમાનતયા “અવિરત' કહ્યા છે. તેથી મિથ્યાત્વને આગળ કરીને ‘સર્વતો અવિરત’ ભેદ પાડવો અનર્થક છે. સર્વતો અવિરતથી તાત્પર્ય મળે કે બધી વિરતિનો અભાવ. પણ ઇષ્ટ છે બીજી વિરતિ હોય કે ન હોય, સમ્યકત્વનુંન હોવું. આમ “સર્વતો અવિરત ભેદવિવલા ફલદાયક નથી.) તથા અવિરતવગેરેના બાળઆદિ ભેદોમાં મૂળ-ઉત્તરગુણવિરતિનો ભાવાભાવપ્રયોજક છે- સમ્યકત્વનહિ. (સમ્યકત્વ+મૂળગુણઆદિ વિરતિને ભેદમાં પ્રયોજક માનવામાં પણ (૧) મિથ્યાત્વી (૨) અવિરત સમ્યકત્વી (૩) દેશવિરત અને (૪) સર્વવિરત આ ચાર ભેદ જ સાર્થક થાય.) વળી આમ મિથ્યાત્વશલ્યમાંથી વિરતિ(=સમ્યત્ત્વ) પણવિરતિતરીકે ઇષ્ટ હોય, તો અવિરતસમ્યગ્દષ્ટિને (પ્રાણાતિપાતઆદિ અન્ય સત્તરસ્થાનોથી અવિરત સમ્યકત્વીને) પણ વિરતાવિરત=મિશ્રપક્ષમાં સમાવવો પડશે. પૂર્વપક્ષ - આ વિવક્ષાથી અવિરતસમ્યગ્દષ્ટિનો મિશ્રપક્ષ માનવો એ અમને ઇષ્ટાપત્તિ રૂપ જ છે. કારણ કે સૂત્રમાં કહ્યું જ છે – વામો પિછવાઇપટ્ટીમો વિરયા બ્રામો મMવિય' (એક મિથ્યાત્વશલ્યથી પ્રતિવિરત, બીજાથી અપ્રતિવિરત.) ઉત્તરપક્ષ:- આ વાત બરાબર નથી. આ સૂત્ર અવિરત સમ્યકત્વી ‘શામાંથી વિરત છેને શામાંથી નથી' એ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy