SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ષિપુરુષવિભાગની અસંગતતા (149. द्यधिकारे पञ्चविधाभिगमविधौ सचित्तद्रव्योज्झनमुक्तमस्ति, जिनभवनप्रवेशेऽपि चैत्यवन्दनभाष्यादावयं विधिरुक्तोऽस्तीति ततो निरवद्यपूजैव देशविरतस्य सम्भवतीति श्रद्धेयम् ५।सर्वविरतश्च स उच्यते - यो गृहीतपञ्चमहाव्रतः समितिगुप्तिसम्पन्नो घोरपरीषहोपसर्गसहनदृढशक्तिमान् सन्न्यस्तसर्वारम्भपरिग्रहः सदा निरवद्योपदेशदाता वाङ्गात्रेणापि सावद्यतन्मिश्रताननुमोदकः परमगम्भीरचेताः सम्प्राप्तभवपार इति, एतच्च हताशस्य पाशमतं સમૂછતોક્ષિતપ્રાય(ય: મતા.) છે. રાજશ્રીય ઉપાંગમાં કહ્યું જ છે કે – “પુષ્કુવલયં વિઉધંતિ' ઇત્યાદિ (પુષ્પ પ્રકરને વિકુર્વે છે.) તે જ પ્રમાણે નવ કમળની રચના પણ અચિત્ત સુવર્ણથી જ બનેલી હોય છે. વળી જ્યાં પ્રતિમાના વંદન વગેરેનો અધિકાર છે, ત્યાં તથા પાંચ પ્રકારના અભિગમવિધિમાં ચૈત્યવંદન ભાષ્ય વગેરે ગ્રંથોમાં જિનાલયમાં સચિત્ત દ્રવ્યનો ત્યાગ કરવાનું કહ્યું છે. તેનાથી સિદ્ધ થાય છે કે, સચિત્ત વસ્તુથી પરમાત્માની પૂજા કરવી ઉચિત નથી. તેથી દેશવિરત શ્રાવને નિરવદ્ય=હિંસાના દોષ વિનાની પૂજા જ કરવી સંભવે છે. એવી શ્રદ્ધા રાખવી જોઇએ. () સર્વવિરત - જેણે (૧) પાંચ મહાવ્રતો સ્વીકાર્યા હોય, તથા (૨) જે પાંચ સમિતિ – ત્રણ ગુપ્તિથી યુક્ત હોય, તથા (૩) જે ઘોરપરિષહ-ઉપસર્ગ સહન કરવાની દઢ શક્તિવાળો હોય, તથા જેણે (૪) સર્વ પ્રકારના આરંભ-પરિગ્રહનો ત્યાગ કર્યો હોય, તથા જે (૫) હંમેશાનિરવદ્ય ઉપદેશ આપતો હોય, તથા (૬) જે વચનમાત્રથી પણ સાવધનો કે સાવદ્યથી મિશ્રનો અનુમોદક ન હોય, તથા જે (૭) પરમ ગંભીરચિત્તવાળો હોય અને જેણે (૮) ભવનો પાર પ્રાપ્ત કર્યો હોય=જે અલ્પકાળમાં મોક્ષ પામવાનો હોય, તે વ્યક્તિ સર્વવિરત કહેવાય છે. હતાશ પાશનો(=પાશ્મચંદ્રનો) આ મત સંમૂછિત ઉચૅક્ષિતપ્રાયઃ છે, અર્થાત્ બુદ્ધિ અને તર્કથી સંગત નથી. પપુરૂષવિભાગની અસંગતતા મહોપાધ્યાયજી હવે પાર્થચંદ્રની આ કલ્પનાને પાયા વિનાની સાબિત કરે છે. પાર્જચંદ્ર કલ્પેલા પુરુષોના છ ભેદમાં (૧) સર્વતો અવિરત અને (૨) અવિરત આ બે વિકલ્પો અત્યંત ભિન્ન નથી, કારણ કે “બાળ” તરીકેના વ્યપદેશમાં કારણભૂત “અવિરતિ’ બન્નેમાં સમાનરૂપે છે. (સિદ્ધાંતમાં અવિરતનો બાળ તરીકે, દેશવિરતનો બાળપંડિત=મિશ્ર તરીકે અને સર્વવિરતનો પંડિત તરીકે નિર્દેશ કર્યો છે.) તેથી બન્ને વિકલ્પો એક જ બની જાય છે. પૂર્વપક્ષ:- અહીં પાપસ્થાનત્વવિભાજકઉપાધિવ્યાપ્યવિષયતાવાળી અવિરતિને કારણે સર્વથા અવિરતનો ભેદ પાડ્યો છે. (‘પાપસ્થાનત્વ વિભાજક ઉપાધિવ્યાપ્ય વિષયતાક અવિરતિ” આ વાક્યનો સરળ અર્થ - પ્રાણાતિપાત વગેરે અઢાર પાપસ્થાનો પાપસ્થાનપણાથી(=પાપસ્થાનત્વથી) સમાન છે. છતાં પણ તેઓ “પ્રાણાતિપાતપણું' “મૃષાવાદપણું” “અદત્તાદાનપણું' વગેરે ધર્મ(સ્વરૂપ)ના કારણે પરસ્પર ભિન્ન છે. તેથી જ પાપસ્થાનપણાથી સમાન હોવા છતાં, તેઓના અઢાર ભેદ પડે છે; આ પ્રાણાતિપાતપણું, મૃષાવાદપણું વગેરે ધર્મો પાપસ્થાનત્વવિભાજક ઉપાધિ(=પાપસ્થાનના અઢાર વિભાગ કરતી ઉપાધિ) તરીકે ઓળખાય છે. અઢારે પાપસ્થાનોમાં આ ઉપાધિ સમાનરૂપે રહી છે. અહીં આ ઉપાધિનો વ્યાપ્ય(=ઉપાધિને છોડી ન રહેતો અથવા ઉપાધિથી નિયંત્રિત કરાયેલો) ધર્મ છે “વિષયતા.” અર્થાત્ આ ઉપાધિવાળા અઢારે પાપસ્થાનોમાં વિષયતા(=સંબંધિપણું) રહી છે. અર્થાત્ આ અઢારે પાપસ્થાનો વિષયરૂપ સંબંધી છે. કોના? અવિરતિના. અર્થાત્ અવિરતિ આ અઢારે પાપસ્થાનસંબંધી છે. ટૂંકમાં પાપસ્થાનત્વ. ઇત્યાદિવાક્યનો અઢાર પાપસ્થાનમાંથી એક પણ પાપસ્થાનની વિરતિનો અભાવ એવો ફલિતાર્થ થયો. આ અવિરતિ(=વિરતિના અભાવ)ના કારણે જ સર્વતો અવિરતનો ભેદ પડ્યો છે.) તાત્પર્ય - જેઓ એક પણ પાપસ્થાનકમાંથી નિવૃત્ત=વિરત થયા નથી, તેઓને જ અહીં સર્વતો અવિરત સમજવાના છે. અવિરત (બીજો વિકલ્પ) વ્યક્તિઓ પ્રાણાતિપાત વગેરે સત્તર પાપસ્થાનમાંથી નિવૃત્ત થયા ન હોવા છતાં અઢારમાં “મિથ્યાત્વશલ્ય” પાપમાંથી નિવૃત્ત છે. તેથી તેઓનો સર્વતો અવિરત વિકલ્પમાં સમાવેશ થતો નથી.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy