SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક મનુષ્યોનું જીવન णरगा, असुभा णरगेसु वेदणाओ। नो चेव नरगेसु नेरइया णिहायति वा पयलाइंति वा, सुइंवा, रतिं वा, धितिं वा, मति वा उवलभंते, ते णं तत्थ उज्जलं विउलं पगाढं कडुअं कक्कसं चंडं दुक्खं दुग्गं तिव्वं दुरहिआसं णेरइआ वेअणं पच्चणुभवमाणा विहरति। [सूत्रकृताङ्ग २/२/३६] से जहाणामए रुक्खे सिया पव्वयग्गे, जाए मूले छिन्ने अग्गे गरुए, जओ जिण्णं णिण्णं जतो विसमं, जतो दुग्गं ततो पवडति, एवामेव तहप्पगारे पुरिसजाए गब्भाओ गब्भं, जम्माओ जम्म, माराओ मारं, णरगाओ णरगं, दुक्खाओ दुक्खं, दाहिणगामिए णेरइए कण्हपक्खिए, आगमिस्साणे दुल्लहबोहिए आविभवइ, एस ठाणे अणारिए अकेवले जाव असव्वदुक्खप्पहीणमणे, एगंतमिच्छे, असाहू पढमस्स ठाणस्स अहम्मपक्खस्स विभंगे एवमाहिए। सूत्रकृताङ्ग २/२/३७] अहावरे दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिज्जई →इह खलु पाईणंवा ४ संतेगइआ मणुस्सा भवंति, तं.- अणारंभा, अप्परिग्गहा, धम्मिया, धम्माणुगा, धम्मिट्ठा, जाव धम्मेणं चैव वित्तिं कप्पेमाणा विहरंति। सुसीला, सुव्वया, सप्पडिआणंदा, सुसाहू सव्वाओ पाणाइवायाओ पडिविरया जावज्जीवाए; जाव जे आवन्ने तहप्पगारा सावज्जा, अबोहिआ, कम्मंता परपाणपरियावणकरा कजति, तओवि पडिविरया जावज्जीवाए। से जहाणामए अणगारा भगवंतो ईरियासमिआ, भासासमिया, अणगारवण्णओ, जाव. सव्वगायपडिकम्मविप्पमुक्का चिट्ठति, ते णं एएणं विहारेणं કોહવાયેલા માંસ વગેરેના કાદવને કારણે અત્યંત ખરાબ ગંધવાળી છે. દેખાવમાં શ્યામ, અગ્નિના વર્ણ જેવી છે. કર્કશ સ્પર્શવાળી છે. અત્યંત દુઃખે સહી શકાય તેવી આ નરકો છે. આ નરકો એકાંતે અશુભ છે. આ નરકની પ્રત્યેક વેદના અશુભ છે. આ નરકમાં નારકી જીવોને ક્ષણભર પણ નિદ્રા કે પ્રચલા નથી. આ નરકમાં જીવોને ક્ષણમાત્ર પણ શ્રુતિ કે શુચિ(=પવિત્રતા), રતિ, ધૃતિ કે મતિ પ્રાપ્ત થતી નથી. તેઓ ત્યાં ઉજ્વલાયમાન, વિપુલ, પ્રગાઢ, કર્ક, કર્કશ, ચંડ, દુઃખદ, દુર્ગ, તીવ્ર, દુરધ્યાસ વેદનાને સતત અનુભવે છે. [૨/૨/૩૬] અહીં દષ્ટાંત બતાવે છે – પર્વતની ટોચ પર ઉત્પન્ન થયેલુંવૃક્ષ મૂળમાંથી છેદ પામીશીઘગતિથી નીચે પટકાઇ પડે છે. તેમ આજીવ પણ અશુભકાર્ય કરીને કર્મરૂપી પવનથી ખેંચાઇને નરકમાં પડે છે. તથા ત્યાંથી ઉદ્ધત થઇને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં, એક સંસાર(ભવ)માંથી બીજા સંસારમાં, એક નરકમાંથી બીજી નરકમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. દક્ષિણગામી નૈરયિકો કૃષ્ણપાક્ષિક હોય છે અને ભવિષ્યમાં દુર્લભબોધિ બને છે. આ સ્થાન અનાર્ય, અકેવલ યાવત્ અસર્વદુઃખ પ્રક્ષીણ માર્ગ છે. એકાંતે મિથ્યા છે અને અસાધુ છે. આ પ્રમાણે અધર્મપક્ષરૂપ પ્રથમ સ્થાન બતાવાયું છે. [૨/૨/૩૭] ધાર્મિક મનુષ્યોનું જીવન હવે બીજા ધર્મપક્ષનો વિભંગ આ પ્રમાણે બતાવ્યો છે –અહીં પૂર્વઆદિ ચાર દિશામાં કેટલાક મનુષ્યો છે - તે આ પ્રમાણે – આરંભ વિનાના, અપરિગ્રહી, ધાર્મિક, સુશીલ, સારા વ્રતવાળા, સુપ્રત્યાનંદવાળા, સુસાધુઓ થઇ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી વિરમ્યા હોય છે. યાવત્ જેઓ તેવા પ્રકારના સાવદ્યને પ્રાપ્ત કરેલા, અબોધિક, પઆણઘાતક છેતેઓના સર્વપ્રકારના પાપસ્થાનોમાંથી આ બધા(ધર્મસ્થાનમાં રહેલા જીવો) વિરત થયા છે. તેઓ યથાનામ અનગાર બને છે. તેઓ ઈસમિતિથી યુક્ત, ભાષાસમિતિથી યુક્ત ઇત્યાદિ (સાધુસ્વરૂપનું વર્ણન ઔપપાતિક ગ્રંથમુજબ) યાવત્ સર્વઅંગના પ્રતિકર્મથી વિપ્રમુક્ત હોય છે. આ પ્રમાણે વિહરતા તેઓ ઘણા વર્ષો સુધી શ્રામણ્યપર્યાય પાળી આબાધા(=રોગ વગેરે) ઉત્પન્ન થાય કે ન થાય, પ્રત્યાખ્યાન(=અનશન) કરીને બહુ પ્રકારના ભોજનોને અનશન દ્વારા છેદે છે. વળી તેઓ જે પ્રયોજનથી નગ્નભાવ, મૂડભાવ, અસ્નાનભાવ, અદંતશોધન
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy