SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ 353 આજ્ઞાવિહિત દ્રવ્યસ્તવ જ ભાવસ્તવનું કારણ आगमविरुद्धमेव यत्किञ्चिदिह-लोके चित्रानुष्ठानं गृहकरणादि तत्सर्वं द्रव्यस्तवो भवेनिमित्ताविशेषादिति ।। ३६॥ व्यावर्त्तकमाशङ्कयाह- 'जं वीयरागगामि अह तं नणु सिट्ठणादि वि स एवं । सिय उचियमेव जंतं आणाराहणा एवं' ॥३७॥ यद्वीतरागगाम्यनुष्ठानं तद् द्रव्यस्तवोऽथेति चेत् ? अत्राह-'ननु' इति ‘अक्षमायाम्' शिष्टनाद्यपि आक्रोशनाद्यपि वीतरागगाम्येवंसद्रव्यस्तवः स्यात्, तस्मादुचितमेव वीतरागगामि यत् तद्रव्यस्तव इत्थमुक्तौ दोषाभाव इति चेत् ? एवमाज्ञाराधनावश्यं वक्तव्या, प्राय(प्राप्त पाठा.) आज्ञाशुद्धस्यैवोचितत्वादिति भावः॥३७॥एवं चाज्ञाशुद्धं वीतरागगामि भावस्तवहेतुरनुष्ठानं द्रव्यस्तव इति नियूढं, तत्र भावस्तवेऽतिव्याप्तिवारणाय विशेष्यं, अत्र विशेषणद्वयं भावस्तवहेतुतावच्छेदकपरिचायकमिति भावस्तवहेतुत्वमेव लक्षणं सिध्यति। શંકા - “આજ્ઞાવિરુદ્ધના અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ માનવામાં શો દોષ છે?' આ શંકાના સમાધાનમાં કહે છે- “જો આજ્ઞાવિરુદ્ધનું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ હોય, તો અતિપ્રસંગ દોષ છે.(=અતિવ્યાપ્તિ છે.) કારણ કે ઘર બનાવવુંવગેરે જે કંઇ આજ્ઞાવિરુદ્ધ આચરણ છે, તે બધું પણ દ્રવ્યસ્તવતરીકે સંમત થઇ જશે.” આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ જો દ્રવ્યસ્તવ બનવાયોગ્ય હોય, તો જે જે આજ્ઞાવિરુદ્ધ હોય, તે બધું દ્રવ્યસ્તવ બની જાય, કારણ કે આજ્ઞાવિરુદ્ધતા હેતુ અવિશેષરૂપે છે. (સ્વરૂપસાવદ્યદ્રવ્યસ્તવઆજ્ઞાસંમત હોવાથી જ અનુબંધથી નિરવદ્યઅને ધર્મરૂપ બને છે. જો એમાંથી આજ્ઞાસંમતતા નીકળી જાય તો તે પણ ઘર બનાવવાની જેમ અનુબંધથી પણ સાવદ્ય બની જાય. એટલે દેરાસર બનાવો કે ઘર બનાવો, કશો ફરક રહે નહીંઆ હેતથી ઘર બનાવવાને પણ દ્રવ્યસ્તવ માનવાની આપત્તિ આપવાદ્વારા હકીકતમાં આજ્ઞારહિતના દ્રવ્યસ્તવને ઘર બનાવવા જેવું સાવદ્ય બતાવવા માંગે છે. એમ લાગે છે.) |૩૬ અતિવ્યાતિનિવારક વિશેષણની આશંકા કરી સમાધાન આપે છે- જે વીતરાગગામી હોય, તે જ (દ્રવ્યસ્તવ.) એમતો આક્રોશવગેરે પણ દ્રવ્યસ્તવઠરશે. ઉચિત વીતરાગગામી જ (દ્રવ્યસ્તવ બને.) આમ તો આજ્ઞાઆરાધના જ ઔચિત્યરૂપ છે.” શંકા - વીતરાગગામીત્રવીતરાગને ઉદ્દેશીને થતું અનુષ્ઠાન જ દ્રવ્યસ્તવતરીકે સંમત છે. ગૃહકરણવગેરે તેવા નથી. તેથી ત્યાં દ્રવ્યસ્તવ માનવારૂપ અતિવ્યાપ્તિ નથી. સમાધાન :- (અહીં ‘નનુપદ અક્ષમાઅર્થક છે.) “જે વીતરાગગામી હોય તે દ્રવ્યસ્તવ હોય, જેમકે જિનભવનકરાવણ. આવી માન્યતામાં પણ અતિવ્યાતિ છે જ, કારણ કે ‘વીતરાગની નિંદા કે વીતરાગને ગાળ દેવી' વગેરે પણ વીતરાગગામી જ છે. આમ વીતરાગગામી હોવામાત્રથી દ્રવ્યસ્તવરૂપ માનવામાં વીતરાગને આક્રોશ વગેરે પણ દ્રવ્યસ્તવ બની જાય. શંકા - વીતરાગગામી પણ ઉચિત અનુષ્ઠાન જ દ્રવ્યસ્તવ બને. આમ ઉચિત વીતરાગગામી અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ સ્વીકારવામાં અતિવ્યાપ્તિનું વારણ થાય છે, કારણ કે વીતરાગને આક્રોશવગેરે કરવા ઉચિત નથી. સમાધાન - અનુષ્ઠાનનાં ઔચિત્ય-અનૌચિત્યના નિયામક કોણ? અહીં ન છૂટકે પણ આજ્ઞા-આગમને નિયામકતરીકે સ્વીકારવા પડશે. જે પ્રાયઃ આજ્ઞાથી વિહિત હોય-શુદ્ધ હોય, તે જ અનુષ્ઠાન ઉચિત અનુષ્ઠાન બને. (અહીં આજ્ઞાની અજ્ઞાનદશામાં પણ સ્વોલાસમાત્રથી થતું દ્રવ્યસ્તવકે જે શુભભાવના કારણે ભાવમાં આજ્ઞાના જ્ઞાન અને આરાધનમાં નિમિત્ત બને, તેવા દ્રવ્યસ્તવનો પણ ઉચિત દ્રવ્યસ્તવમાં પ્રવેશ કરાવવામાટે ‘પ્રાયઃ' શબ્દનો પ્રયોગ કર્યો લાગે છે. અથવા પ્રાપ્ત આજ્ઞા શુદ્ધ અનુષ્ઠાન જ ઉચિત છે.) આમ તમે મોટું ચક્કર લગાવી મૂળસ્થાને આવી ગયા કે આજ્ઞાવિહિત અનુષ્ઠાન જ દ્રવ્યસ્તવ બને. // ૩૭ા આ ચર્ચાથી આ નિષ્કર્ષ આવ્યો – “આજ્ઞાશુદ્ધ, વીતરાગગામી અને ભાવાસ્તવમાં કારણ બનતું અનુષ્ઠાનદ્રવ્યસ્તવ છે. અહીં ‘ભાવસ્તવમાં કારણ બનતું અનુષ્ઠાન' આ વિશેષ્યપદ છે. દ્રવ્યસ્તવ પદ વિધેય છે. O आश्रयाणां परस्परभेदानुमितिजनकं व्यावर्त्तकम्। - - - - - - - - - - - - - - -
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy