SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાશતક કાવ્ય-૬૫ 328 आचामाम्लान्तरितषष्ठतपःकरणेनापि तस्याः श्राविकात्वमप्रतिहतम् । तथा हि → तं मा णं तुम देवाणुप्पिए ! ओहयमणसंकप्पा जाव झियाहि, तुमणं मए सद्धिं विपुलाइ भोगभोगाई जाव विहराहि, तए णं सा दोवती देवी पउमणाभं एवं वयासी- एवं खलु देवा० ! जंबूद्दीवे भारहे वासे बारवतिए णयरीए कण्हे णामवासुदेवे ममप्पियभाउए परिवसति, तंजति णं से छह मासाणं मम कूवं नो हव्वमागच्छइ तए णं अहं देवा० ! जंतुमं वदसि तस्स आणाओवायवयणणिद्देसे चिट्ठिस्सामि। तए णं से पउमे दोवतीए एयमद्वं पडिसुणेत्ता दोवइं देवीं कण्णतेउरे ठावेति, तए णंसा दोवती देवी छटुंछट्ठणं अनिक्खित्तेणं आयंबिलपरिग्गहिएणं तवोकम्मेणं अप्पाणं भावेमाणी विहरति'। ज्ञाताधर्म.१/१६/१२३] तपःपूजाप्रभृतिकं तस्या इहलोकार्थमेव भविष्यतीति चेत् ? न, सूत्रानुक्तत्वेन तवेदृशशङ्काया अनर्थमूलत्वाद् । गृहीतसामायिकप्रतिक्रमणाद्यभिग्रहस्यऽऽपत्कृताहारत्यागाभिग्रहस्य वा तन्निर्वाहेणैहिकका(हकैकका આપત્તિમાં દ્રૌપદીત ષષ્ઠાદિત૫ તથા છઠ્ઠના પારણે છઠ્ઠ અને પારણે આંબેલના કરેલા તપથી પણ દ્રોપદી શ્રાવિકા સિદ્ધ થાય છે. તે અંગેનો પાઠ આ રહ્યો – (ધાતકીખંડના ભરતક્ષેત્રના અપરકાનગરીનો પાનાભ નામનો એક રાજા નારદે વર્ણવેલા દ્રોપદીના રૂપને સાંભળી દ્રૌપદી પર આસક્ત થઇ ગયો. પછી દેવતાની સહાયથી દ્રોપદીને હસ્તિનાપુરમાંથી ઉપાડી પોતાના રાજ્યમાં લઇ જઇ પોતાની સાથે ભોગ ભોગવવાની વિનંતિ કરે છે) હે દેવાનુપ્રિયા! તું ચિંતા ન કર! તું મારી સાથે વિપુલ ભોગો ભોગવ.” ત્યારે તે દ્રૌપદીદેવી પદ્મનાભને કહે છે – હે દેવાનુપ્રિય! જંબૂઢીપના ભારતવર્ષની દ્વારકાનગરીમાં કૃષ્ણ વાસુદેવ નામનો મારો પ્રિય ભાઇ વસે છે. જો તે ભાઇ છ મહીનામાં મારી પાસે ન આવે, તો તું કહેશે તેવી તારી આજ્ઞા, ઉપાય, વચન અને નિર્દેશ મુજબ હું વર્તીશ. ત્યારે પાનાભે દ્રોપદીના આ વચનનો સ્વીકાર કરી દ્રોપદીને પોતાના કન્યા અંતઃપુરમાં રાખી. ત્યાં તે દ્રોપદી સતત છઠના પારણે છઠ તપ અને પારણે આંબેલતપ કરવાદ્વારા પોતાને ભાવિત કરતી રહી. દ્રૌપદીને ગુણમામિમાં નિદાન અપ્રતિબંધક પ્રતિમાલપક - દ્રૌપદીએ આ તપ કે પૂર્વની પૂજાવગેરે આલોકની જ કોઇક ઇચ્છાથી કર્યા હશે! ઉત્તરપક્ષ - તમારી શંકા પુષ્ટ થાય તેવી વાત સૂત્રમાં બતાવી ન હોવાથી તમારી આ શંકા અર્થહીન છે. પ્રતિમાલોપકઃ- પૂજાના પ્રસંગ બાદ વિવાહમાં પાંડવો વરતરીકે પ્રાપ્ત થયા, અને છઠ્ઠઆદિ તપ બાદ કૃષણે આપત્તિમાંથી ઉગારી – દ્રોપદીને પૂજાદિ પછી પ્રાપ્ત થયેલા આ ઇહલોકિક ફળો તેના પૂજાદિ ઇહલોકિક હેતુમાટે હતા, તેમ સિદ્ધ નથી કરતા? ઉત્તરપક્ષ:- સામાયિક, પ્રતિક્રમણવગેરેનો અભિગ્રહ કરનારો કે આપત્તિકાળે આપત્તિકાળની મર્યાદાવાળું સાગારિક અનશન કરી આહારત્યાગનો અભિગ્રહ કરનારો કપરા સંજોગોમાં પણ પોતાના અભિગ્રહનો નિર્વાહ કરે, પરિપૂર્ણ પાલન કરે, એના અનુષંગરૂપે તેના આલોકના કાર્યો પાર પડી જાય, તો તેમાં અભિગ્રહપાળનારો દૂષિત નથી ઠરતો, કારણ કે તે વખતે તેની નજર કાર્યસિદ્ધિ કરતા પણ અભિગ્રહપૂર્તિપર જ મુખ્યતયા હોય છે. તેથી જ એની અભિગ્રહપૂર્તિ ઇહલોકિક હેતુક તરીકે કલ્પી નિંદનીય પણ બનતી નથી. તે જ પ્રમાણે દ્રૌપદીએ પૂજા કરી કે તપ કર્યો, તે અભિગ્રહના નિર્વાહરૂપ હતો અને પોતાના આલોકના કાર્ય પૂર્ણ થયા એ આનુષંગિક ફળમાત્ર હતા. તેથી તેના
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy