SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ 21) પ્રતિમાશતક કાવ્ય-૩૬) प्रसङ्गः। किञ्चलुम्पकाभिमते शास्त्रे क्वापीर्यापथिका नद्युत्तारे नोक्ता, किन्तु हत्थसयादागंतुम्' इत्यादि नियुक्तिगाथायामिति किमनेनाभिधानेनालजालकल्पेन। ___अथ भवतामेव नद्युत्तार ईर्याप्रतिक्रान्तिः, न द्रव्यस्तव इत्यत्र को हेतुः ? इति पृच्छामीति चेत् ? यदि वक्रोऽसि, तर्हि व्रतभङ्गमहापातकशोधकस्याप्रतिपन्नव्रतशोधनेऽशक्तत्वान्महातरून्मूलकस्य तृणाग्रोन्मूलन इवेत्युत्तरमाकलय। वस्तुत ईर्यां प्रतिक्रम्यैव यद्धर्मानुष्ठानं विधीयते, तदीर्यानियतं; तच्च सामायिकपौषधचारित्राधनुष्ठानमेव, ईर्यां प्रतिक्रम्यैव तद्विधानात्। तत्र वर्तमानः श्रावकः साधुर्वा सचित्तादिसङ्घद्दे उच्चारेर्यातोऽतिरिक्तामीर्यां प्रतिक्रामति, द्विविधं त्रिविधेन प्रत्याख्यानलक्षणस्य सामायिकपौषधादेः, त्रिविधं त्रिविधेन प्रत्याख्यानलक्षणस्य ઉત્તરપલ - સારું નથી તો કેવું છે? પૂર્વપક્ષઃ- શું કામ વધુ બોલાવો છો. સમજી જાવને કે પાપરૂપ છે. ઉત્તરપક્ષ - એમ. સંખ્યાનિયમમાત્રથી તમે વસ્તુને પાપરૂપ માનવા તૈયાર થઇ ગયા છો. પણ આ ખોટી માન્યતા બાંધતા પહેલા એ વાત ભૂલી ગયા કે, સાંવત્સરિક પ્રતિક્રમણઅંગે પણ સંખ્યાનિયમ છે. આખા વર્ષમાં માત્ર એક જ વાર સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાનું છે. માટે સંખ્યાનિયમમાત્રથી વસ્તુને પાપરૂપ કે ખરાબ માનવાની મૂર્ખામી કરવી નહિ અને નદીઉતરણને સંખ્યાનિયમના બળપર ખરાબ માની તેના આધારે પૂજાને પાપરૂપ માનવા જેટલું સાહસ કરશોમા! (સ્વરૂપથી જીવવિરાધનામયનદી ઉતરણ સાવ હોવાથી જ આપવાદિક છે અને સંખ્યાનિયમથી નિયંત્રિત છે. પૂજા પણ સ્વરૂપથી જીવવિરાધનામય હોવાથી સાવદ્ય જ છે. ઉપરાંત એમાં સંખ્યાનિયમ પણ દર્શાવ્યો ન હોવાથી આપવાદિક પણ નથી. આ પૂર્વપક્ષીય તાત્પર્ય છે.) તેથી આવા સ્થળોએ બાબાવાક્ય પ્રમાણે માની આજ્ઞાને જ શરણીય કરી ચાલવામાં શ્રેય છે. વળી, આબધી ચર્ચાતો તમને સંતોષ થાય એટલાખાતરકરી. બાકી તમને(=પ્રતિમાલોપકને) સંમત શાસ્ત્રોમાં તો ક્યાંય નદી ઉતર્યા પછી ઈર્યાવહિયા કરવી” આ વાત નજરે ચડતી નથી. બલ્ક અમને સંમત આવશ્યક નિર્યુક્તિની જ ‘હત્થસયાદાગંતુમ્' ઇત્યાદિ ગાથામાં નજરે ચડે છે. તેથી ‘ઈર્યાવહિયા” ના નામપર વિષમતા બતાવી ચર્ચા કરવાનો તમને અધિકાર જ નથી. ઈર્યાપથિકીના અનુષ્ઠાનો નિયત પૂર્વપક્ષ-અમને બતાવો, તમારાજ મતે “નદી ઉતરવામાં ઈર્યાવહિયા કરવાની અને જિનપૂજાદિદ્રવ્યસ્તવમાં ઈર્યાવહિયા નહીં કરવાની.” આવા ભેદભાવમાં કારણ શું છે? ઉત્તરપક્ષ:- જો તમે આ પ્રશ્ન વક્રતાથી પૂછતા હો, તો અમારો જવાબ એ છે કે, વ્રતના ભંગથી લાગતા મહાપાપને શુદ્ધ કરવા સમર્થ આ ઈર્યાવહિયા વ્રતને નહિ સ્વીકારનારના પાપને શુદ્ધ કરવા અશક્ત છે. દા.ત. મોટા મોટા વૃક્ષોને ઉખેડીને ફેંકી દેનારો વંટોળિયો તણખલાના અગ્ર ભાગને ઉખેડી દૂર કરવામાં અસમર્થ બને. પરમાર્થથી વિચારીએ, તો ઈર્યાવહિયા ક્રિયા નિયત ધર્માનુષ્ઠાનોની જ અંગભૂત છે, સર્વત્ર નહિ જે ક્રિયાઓ ઈર્યાવહિયાપૂર્વક કરવાની હોય છે, તે બધી ક્રિયાઓમાં ઈર્યાવહિયા નિયત છે. આવી ક્રિયાઓ સામાયિક, પૌષધ, ચારિત્રવગેરે છે, આ સામાયિક આદિમાં રહેલો શ્રાવક કે સંયમમાં રહેલો સાધુ ઠલે-માત્રે જાય કે સચિત્તવગેરેનો સંઘટ્ટો થાય, તો શ્રાવક પોતાના દ્વિવિધ ત્રિવિધ પચ્ચક્માણરૂપ સામાયિક કે પૌષધને તથા સાધુ પોતાના ત્રિવિધ-ત્રિવિધ પચ્ચખાણરૂપ સામાયિક, છેદોષસ્થાનીય આદિ ચારિત્રને અતિચાર કે મલિનતા ન લાગે તે આશયથી ફરીથી ઈર્યાવહિયા કરે છે. તેથી ઈર્યાવહિયાના સ્થાનો તરીકે સામાયિકવગેરે વ્રતો જ સંમત છે; નહિ કે જેમાં ગૌણરૂપે પૃથ્વી વગેરેની હિંસા છે, તેવા બીજા પૂજાદિ ધર્મઅનુષ્ઠાનો. વિરાધનાના સંભવવાળા તમામ સ્થાનોમાં ઈર્યાવહિયાનું વિધાન હોત, તો “મહેમાન
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy