SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ 20 સિંખ્યાનિયમમાં આજ્ઞા હેતુ ज्ञानिरपेक्षेर्यापथिक्येव नदीप्राणिवधशोधिकरी स्यात्, तदा साधुदानोद्यतः श्राद्धोऽनाभोगादिना सचित्तस्पर्शमात्रेणाशुद्धोऽपि तां प्रतिक्रम्य शुद्धः स्यात्। यया प्रत्याख्यातसर्वसावद्यानां साधूनां ज्ञात्वा नदीगतानेकजलादिजन्तुघातोत्पन्नं पातकमपाक्रियते, तया गृहिणोऽनाभोगतः सचित्तस्पर्शमात्रजन्यपातकापाकरणमीषत्करमेवेति। सङ्ख्यानियमोऽपि कल्प एव। द्विवारादिनिषेधैकश उत्तारविधावपि षड्जीववधपातकस्य तवापरिहार्यत्वाच्छबलत्वनिषेधाय तदादरणस्याप्याज्ञामात्रशरणत्वात्। सङ्ख्यानियमेनैव पातकित्वे च सांवत्सरिकप्रतिक्रमणेऽति પૂર્વપક્ષઃ- ભગવાનની આજ્ઞા છે માટે. ઉત્તરપક્ષ - બસ, એજ અમારે કહેવું છે. નદી ઉતર્યા પછી ઈર્યાવહિયા કરવાનું સાધુને ફરમાન છે, માટે સાધુ ઈર્યાવહિયા કરે છે, પૂજા કર્યા પછી ઈર્યાવહિયા કરવાનું શ્રાવકને ફરમાન નથી માટે શ્રાવક ઈર્યાવહિયા નથી કરતો. તેથી આ ઈર્યાવહિયાના નામપર પૂજા અને નદીઉતરણમાં તફાવતનો ઘોંઘાટ કરવો વાજબી નથી. સંખ્યાનિયમમાં આજ્ઞા હેતુ પૂર્વપક્ષ - આમ પૂજા અને નદી ઉતરણ તુલ્યરૂપ હોય, તો નદી ઉતરણમાં સંખ્યાનિયમ કેમ? ઉત્તરપક્ષ - નદીઉતરણ રાગપ્રાપ્ત છે, માટે ત્યાં સંખ્યાનિયમ છે તેમ આગળ બતાવી જ ગયા. પૂર્વપક્ષ - ઊંચા સ્થાને પહોંચેલા સાધુઓને નદીઉતરણ રાગ પ્રાપ્ત થતું હોય તેમ માનવાનું મન નથી થતું. ઉત્તરપઃ - સાધુને પણ રાગાદિ સતાવી જાય તેમ સંભવે છે. તેથીસ્તો શબળસ્થાનવગેરે બતાવ્યા છે. છતાં, એટલા માત્રથી સંતોષ ન થતો હોય, તો બીજું કારણ એ જ છે કે.. આ સંખ્યાનિયમ પણ સાધુઓના આચારરૂપ જ છે. પૂર્ણપણ - બીજું કોઈ કારણ ન જડે એટલે “આચાર' કહીને બચાવ કરો, તે બરાબર નથી. ઉત્તરપક્ષ - તો પછી તમે જ નદીઉતરણના સંખ્યાનિયમમાટે કારણ બતાવો. પૂર્વપક્ષ - નદીઉતરણમાં જીવવિરાધના થતી હોવાથી જ તે બાબતમાં સંખ્યાનિયમ કર્યો હોય તેમ લાગે છે. તેથી જ બે કે તેથી વધુ વાર નદી ઉતરવાનો નિષેધ છે. ઉત્તરપક્ષ - એમ તો એકવાર પણ નદી ઉતરો એટલે છકાયજીવની વિરાધના થવાની જ. તેને કંઇ તમે થોડી અટકાવી શકવાના છો? પૂર્વપક્ષ - અલબત્ત, એકવાર ઉતરવામાં પણ વિરાધના છે જ, પરંતુ વધુવાર નદી ઉતરવાથી વારંવાર જીવવિરાધના થાય અને ચારિત્ર શબળ( કાબરચીતરું-મેલું) બને. તેથી જ વધુ વારનો નિષેધ છે. ઉત્તરપરા - બે કે વધુ વાર નદી ઉતરવાથી ચારિત્ર શબળ બને, અને એકવાર ઉતરવાથી તેમન થાય, તેમ તમે ક્યા આધારે કહો છો? પૂર્વપક્ષ - ભઇ! અહીં બીજા પ્રમાણો ક્યાંથી લાવવા? ભગવાને આવી આજ્ઞા કરી છે માટે એવો અર્થ કર્યો. ઉત્તરપક્ષ - એનો અર્થ એ જ થયો ને, કે નદીઉતરણમાં સંખ્યાનિયમ પણ ભગવાનની આજ્ઞાથી જ નિયંત્રિત હોવાથી આચારરૂપ જ છે. માટે ખોટું દ્રાવિડી પ્રાણાયામ છોડી સ્વીકારી લો કે, નદીઉતરણમાં સંખ્યા નિયમ પણ માત્ર આચારરૂપ જ છે. તેથી તેના આધારે તેનામાં પૂજાથી ભિન્નતા ઊભી કરવી યોગ્ય નથી. પૂર્વપક્ષઃ- જે હોય તે, પણ તેટલું તો માનવું જ જોઇએ, કેનદીઉતરણમાં સંખ્યાનિયમ છે, માટેનદીઉતરણ સારું તો નથી જ.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy