SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ६० द्वात्रिंशद्वात्रिंशिका ___ मुत्तूण खित्तकालं भावं च कहिंति सुटुंछं । । इत्यादिना बृहत्कल्पादौ । अत्र हि संविग्नभावितान् प्रति द्रव्यादिकारणेष्वशुद्धस्यापि व्युत्पादनं, पार्श्वस्थभावितान् प्रति च शुद्धोञ्छविधेरेव तत्सार्थकमिति लभ्यते, इतरत्तु पिष्टपेषणतुल्यमिति ।।२९ ।। दुर्नयाभिनिवेशे तु तं दृढं दूषयेदपि। दुष्टांशच्छेदतो नांघ्री दूषयेद्विषकंटकः ।।३०।। दुर्नयेति । परस्य कुदेशनया दुर्नयाभिनिवेशे त्वेकान्तग्रहरूपे ज्ञाते तं = दुर्नयं दृढं दूषयेदपि । यतो दुष्टांशस्य छेदतो विषकंटकोंऽघ्री न दूषयेदेवमिहापि दुर्नयलवच्छेदे द्वावपि नयौ सुस्थिताववतिष्ठेते इति । દેશના આપવાનું કહ્યું તે “સ્વવચન પર એને વિશ્વાસ બેસે' ઇત્યાદિરૂપ સ્વપારતન્યનું અને બુદ્ધિપરિકર્મણાનું સંપાદન થાય એ માટે જાણવું. એ થયા બાદ] સંવિગ્નભાવિત તે ગૃહસ્થોને તેવા વિશેષ પ્રકારના દ્રવ્ય વગેરે કારણોએ “અશદ્ધભિક્ષાનું પણ દાન કરાય' ઇત્યાદિરૂ૫ અન્યનથી પણ માહિતગાર કહે, પાર્શ્વસ્થભાવિત ગૃહસ્થ તો આ નયની બાબતમાં વ્યુત્પન્ન જ હોવાથી તેને તો માત્ર શુદ્ધપિંડની દેશનાથી જ ઉભયનયનો પરિચય થઇ જવાથી પ્રમાણ દેશના સંપન્ન થઇ જાય છે. એટલે એને માટે તો શુદ્ધપિંડ અંગેનું વ્યુત્પાદન સાર્થક બને છે એ જણાય છે, અશુદ્ધ ભિક્ષાની દેશના તો એના માટે પિષ્ટપેષણ તુલ્ય જ બની રહે છે, કેમકે એ બાબતમાં તો એ વ્યુત્પન્ન જ હોય છે. સંવિગ્નભાવિત ગૃહસ્થો “અશુદ્ધભિક્ષા વહોરાવાય જ નહીં' આવો જે ખ્યાલ ધરાવતા હોય છે તેના નિવારણ માટે “(અવસરે) અશુદ્ધ ભિક્ષા પણ વહોરાવાય' એવી પ્રરૂપણા કરવી આવશ્ક હોય છે. પણ પાર્શ્વસ્થભાવિત ગૃહસ્થ એવો ખ્યાલ ધરાવતો હોતો નથી, માટે એને આવી પ્રરૂપણા કરવી આવશ્યક નથી એમ અહીં જણાવ્યું છે, બાકી, એ પણ, શુદ્ધઅશુદ્ધ કાંઇ પણ વહોરાવાય, આટલો જ વ્યુત્પન્ન હોય છે. કેવા અવસરે શુદ્ધ અને કેવા અવસરે અશુદ્ધ વહોરાવવાનું એ બાબતમાં તો એ પણ અવ્યુત્પન્ન જ હોવાથી, જો એવી યોગ્ય ભૂમિકા હોય તો આવા દ્રવ્યાદિ અવસરે અશુદ્ધ પણ વહોરાવી શકાય' વગેરે ઉપદેશ સાર્થક છે જ. અથવા તો, એને શુદ્ધ ભિક્ષાદાનનો ઉપદેશ જે આપવાનો હોય છે એમાં જ આ વિભાજન પણ સમજાવી દેવાની હકીકત જાણવી. એટલે કે સામાન્ય સંયોગોમાં શુદ્ધ જ અપાય, અશુદ્ધ પણ આપવાની જે વાત છે તે આવી આવી પરિસ્થિતિ માટે જાણવી. ટૂંકમાં, યાવદપ્રાપ્ત તાવ૬ વિધેયમ્.]l૨૯ દ્િર્નયાભિનિવેશે દઢ ખંડન). [અન્ય પાસેથી જાણેલા એક નયનો જો અભિનિવેશ બંધાઇ ગયો હોય અને તેથી એ દુર્નય બની ગયો હોય તો શું કરવું? એ ગ્રન્થકાર જણાવે છે] શ્રોતાને અન્યની કુદેશનાથી એકાન્તના આગ્રહ રૂપ દુર્નયાભિનિવેશ થઇ ગયો છે' એવું જો જણાય તો એ દુર્નયનું દઢ પણે ખંડન પણ કરવું. જેમ દુષ્ટભાગ છેદી નાંખવામાં આવે તો વિષકંટક પગને બગાડતો નથી એમ પ્રસ્તુતમાં દુર્નયના અંશનો છેદ કરવાથી પછી બન્ને નયો સુસ્થિત બનીને રહે છે, એટલે કે પછી બન્ને નયોની વ્યુત્પન્નતા રહે છે. એક નયનો અભિનિવેશ રહેતો નથી. શંકા - પણ આમ અન્યનયના પ્રતિક્ષેપ પૂર્વક જો અજ્ઞાતનયની દેશના આપવામાં આવે તો એ પણ દુર્નય જ નહીં બની જાય? કેમકે નયમાં ઇતરાંશનો પ્રતિક્ષેપ હોતો નથી. પ્રતત્ત્વશાદી તરિતરશીંગપ્રતિક્ષેપ ધ્યવસાયવિશેપો નય' એવી જ નયની વ્યાખ્યા છે. સમાધાન - આમાં ઇતરનયનો જે પ્રતિક્ષેપ કરવામાં આવે છે તે, તે ઇતર નયને દૂષિત ઠેરવવાના તાત્પર્યથી
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy