SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ देशना- द्वात्रिंशिका बाला ( मुग्धा) आभिनिवेशिकाश्च वोध्याः । ये संविग्नभाविता वालास्तेऽपरिणताः यथापरिणतिमजानाना द्रव्यादिकमविशेषतयैकान्तव्यवस्थानाः ] । तेन = हेतुना ये संविग्नभाविताः स्युः ये च पार्श्वस्थभावितास्तेषां द्रव्यादिकं मुक्त्वाऽऽदिना क्षेत्रादिग्रहः, शुद्धोञ्छं = शुद्धपिंडविधानं दर्शितं, 'संविग्गभाविआणं लुद्धयदिट्टंतभाविआणं च । ५९ સ્વઅભિપ્રાયમુજબના એકાન્તની માન્યતાવાળા હોય છે. [આવી માન્યતાવાળી પરિસ્થિતિ ઊભી એવી રીતે થયેલી હોય છે કે, પૂર્વે જે સંવિગ્નો આવ્યા હોય તેઓએ સામાન્ય નિયમ મુજબ પ્રથમ ઉત્સર્ગ દેખાડવાનો હોઇ આ ઉત્સર્ગમાર્ગ તેઓને દેખાડ્યો હોય. એ પછી અપવાદમાર્ગ દેખાડવાનો અવસર રહ્યો ન હોય અથવા તે શ્રોતાઓની બુદ્ધિ તેવી પરિકર્મિત થઇ ન હોય અને તેથી અપવાદમાર્ગ દેખાડ્યો ન હોય. એટલે એ બાળજીવોએ આવો એકાન્ત નક્કી કરી દીધો હોય છે કે શુદ્ધભિક્ષા જ વહોરાવાય (આ એકાન્તનો પણ અભિનિવેશ ન પકડાઇ ગયો હોય તે જાણવું). ‘સૌ પ્રથમ શ્રોતાની રુચિને અનુસરીને એને અનુકૂળ નયદેશના આપવી તેમજ શ્રોતાએ એકનય જો અન્ય પાસેથી જાણ્યો હોય તો એને અન્યનયની દેશના આપવી' આવી ઉ૫૨ દેખાડેલી જે વ્યવસ્થા છે તેના કા૨ણે જ બૃહત્કલ્પ વગેરેમાં જેઓ સંવિગ્નભાવિત હોય તેમજ જેઓ પાર્શ્વસ્થભાવિત હોય તે (બાળજીવોને) તેવા વિશેષ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને છોડીને શુદ્ધ ભિક્ષાદાનનું વિધાન ઉપદેશવાનું જણાવ્યું છે. ત્યાં કહ્યું છે કે ‘સંવિગ્નભાવિત ગૃહસ્થોને તેમજ લુબ્ધક દૃષ્ટાન્તભાવિત ગૃહસ્થોને તેવા વિશેષ ક્ષેત્ર, કાલ અને ભાવને છોડીને શુદ્ધ પિડંની વાતો કહે.'] [આમાં સંવિગ્નભાવિત ગૃહસ્થોને શુદ્ધપિંડની દેશના દેવાની જે વાત છે એ ‘પ્રથમ યથારુચિ દેશના આપવાની' વાતના સમર્થનમાં જાણવી, અને લુબ્ધક દૃષ્ટાન્તભાવિતને જે શુદ્ધપિંડની દેશના દેવાની વાત છે એ ‘અન્ય અજ્ઞાત નય દેખાડવાની' વાતના સમર્થનમાં જાણવી, કારણકે લુબ્ધક દૃષ્ટાન્તભાવિત આ જીવોએ અશુદ્ધ ભિક્ષા આપવાની વાત તો પાસસ્થા પાસેથી જાણેલી જ હોય છે. લુબ્ધક દૃષ્ટાન્તભાવિત જીવોને શુદ્ધપિંડની આ દેશના પણ પોતાના વચન પર એને વિશ્વાસ બેસે એવી ભૂમિકા ઊભી કર્યા પછી સમજવી, અન્યથા, કાં તો વક્તાની સત્યવાતને પણ અસત્ય માની એ ફગાવી દે અથવા તો બુદ્ધિભેદ થવાથી દ્વિધામાં પડે, અને અશુદ્ધ ભિક્ષા આપવાનું પણ બંધ કરે તો ભગવતીજીમાં કહેલા પ્રચુરનિર્જરાના લાભથી પણ વંચિત રહે. શ્રોતાને સ્વવચન ૫૨ વિશ્વાસ બેસે એવી પરિસ્થિતિ નિર્માણ ક૨વી એ આત્માર્થી ધર્મોપદેશકનું એક બહુ મહત્ત્વનું કર્તવ્ય છે. એમાં ય જ્યારે એક નયને જ જાણનાર અને શ્રદ્ધા ક૨ના૨ શ્રોતાને અન્યનયનું પ્રદર્શન ક૨વાનું હોય ત્યારે તો એ અત્યંત આવશ્યક બની જાય છે. એટલે જ તો, દીર્ઘ અટવીમાંથી જ્યારે વિહા૨ ક૨વાનો હોય અને તેથી અપવાદ પદે અશુદ્ધ ભિક્ષા વગેરેનો પણ ઉપયોગ કરવાનો હોય ત્યારે માત્ર ઉત્સર્ગને જ જાણનાર અને સદ્દહનાર અગીતાર્થો ઉત્સર્ગને જ પકડીને અહિત ન આચરી બેસે એ માટે તેઓને અધ્વાકલ્પ (દીર્ઘઅટવી પસાર કરતી વખતના આચારો) જે કહેવાનો હોય છે (કે જેમાં અટવી સંબંધી અપવાદની વાતો પણ આવે છે) તેના પર તે અગીતાર્થોને ‘આ તો આચાર્ય મહારાજ પોતાની કલ્પેલી બધી વાતો કહે છે, શાસ્ત્રમાં તો આવું અશુદ્ધ લેવાનું કાંઇ કહ્યું નથી' એવો અવિશ્વાસ ન થઇ જાય એ માટે ‘આચાર્ય જાણીબૂઝીને વચમાં વચમાં કંઇક કહેવાનું છોડી દે અને અન્ય ગીતાર્થો ‘ગુરુજી, આ તો કહેવાનું રહી ગયું' એમ કહી યાદ કરાવે એવી કરામત ક૨વાનું છેદગ્રન્થોમાં કહ્યું છે.(જેથી તે અગીતાર્થોને પણ પ્રતીતિ થાય કે આચાર્ય મહારાજ આ જે બધું કહે છે તે સ્વકલ્પિત નથી, શાસ્ત્રોક્ત છે અને તેને અન્ય ગીતાર્થો પણ જાણે જ છે.) સંવિગ્નભાવિતને પણ જે એની રુચિને અનુસારે શુદ્ધ ભિક્ષાની १ संविग्न भावितानां लुब्धकदृष्टान्तभावितानां च । मुक्त्वा क्षेत्रकालं भावं च कथयन्ति शुद्धोञ्छम् ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy