SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ देशना-द्वात्रिंशिका तेषां तथाविधाऽप्राप्तौ स्वाधन्यत्वविभाविनाम्। चित्तं हि तत्त्वतः साधुग्लानभावाभिसन्धिमत्।।१८।।. तेषामिति । तेषां = गृहीतोक्ताभिग्रहाणां तथाविधस्य = ग्लानस्याप्राप्तौ स्वाधन्यत्वविभाविनां 'अहोऽहमधन्यो न सिद्धं मे वाञ्छितमि' त्येवमालोचनपराणां चित्तं हि यतस्तत्त्वतोऽभिग्रहविषयाप्राप्तौ शोकगमनलक्षणाद्भावात्साधूनां ग्लानभावेऽभिसन्धिमद् = अभिप्रायान्वितं भवति। भावनान्वितश्च नैवं प्रतिजानीते । यतः परैरप्येवमिष्यते, यदाह तारावाप्तौ रामं प्रति सुग्रीवः-[अष्टक २१/६] अंगेष्वेव जरां(?रा) यातु यत्त्वयोपकृतं मम । नरः प्रत्युपकाराय विपत्सु लभते फलम् । इति ।। एवं दानदीक्षादिकमपि भावनां विना स्थूलवुद्ध्या न श्रिये, किंत्वनर्थकृदेव, यदुक्तमष्टके [२१-७]જીવોને ધર્મ માટે બનતી નથી.૧૭ી. આિ જ બાબતને સ્પષ્ટ કરવા ગ્રન્થકાર કહે છે–] ગ્લાનને ઔષધ આપવાનો અભિગ્રહ લેનાર તે અજ્ઞ જીવો તથાવિધ ગ્લાન સાધુ ન મળવાથી જાતને અધન્ય માને છે કે હું અધન્ય છું કે જે મારું ઇચ્છિત સફળ ન થયું.' આવું વિચારનારા તેઓનું ચિત્ત, જેનાથી અભિગ્રહની સફળતા થાય તેવો વિષય ન મળવાથી શોકાતુર બનતું હોવાથી જણાય છે કે એ ગર્ભિત રીતે “સાધુ મહારાજ બિમાર પડ્યા હોત તો સારું' એવા અભિપ્રાયવાળું છે. [સાધુ બિમાર પડે તો જ તેઓનું ઇચ્છિત સિદ્ધ થાય તેમ છે. એટલે આ વાત સ્પષ્ટ છે. માટે ધર્મબુદ્ધિથી અજ્ઞ જીવે કરેલો આવો અભિગ્રહ પણ ધર્મ (કર્મ નિર્જરા) માટે થતો નથી. એટલે ભાવનાજ્ઞાનયુક્ત જીવ આવી પ્રતિજ્ઞા કરતો નથી. આ વાત એના પરથી જણાય છે કે વાલ્મીકિ વગેરે અન્યધર્મીઓ પણ આવું જ માને છે. સુગ્રીવે રામચન્દ્રજીની સહાયથી તારારાણીની પુનઃપ્રાપ્તિ થઇ એના પર રામચન્દ્રજીને કહ્યું કે તમે આ જે મારા પર ઉપકાર કર્યો છે એના પર હું ઇચ્છા કરું છું કે મારા શરીરમાં જ વૃદ્ધત્વ આવી જાવ. કેમકે જો એવું ઘડપણ નહીં આવે તો મને પણ તમારા પર આવો પ્રત્યુપકાર કરવાની ભાવના થશે જે તમે વિપત્તિમાં મૂકાવ તો જ સફળ બને. એટલે કે જો વૃદ્ધત્વ ન આવે તો મને પ્રત્યુપકાર કરવાની ઇચ્છા થશે. કે જે ઇચ્છાની સફળતા માટે તમારે વિપત્તિમાં ફસાવું પડે. તેથી એમાં તો ઉપરથી ઉપકારી પર વિપત્તિ જ ઇચ્છવાની હોઇ બહેતર છે કે મારા અંગોમાં જ ઘડપણ આવી જાય. આ જ રીતે ભાવનાજ્ઞાન વિના માત્ર સ્થલબુદ્ધિથી અપાતા દાન-દીક્ષા વગેરે પણ હિતકર બનતા નથી. કિન્તુ અનર્થ કરનારા જ બને છે એ જાણવું. ૨૧ માં ધર્મસૂક્ષ્મબુદ્ધ્યાશ્રયણઅષ્ટકમાં (૨૧/૭) કહ્યું છે કે “ગ્લાનને ઔષધ આપવાનો અભિગ્રહ ધર્મબુદ્ધિથી કરવા છતાં બુદ્ધિદોષના કારણે જેમ ધર્મના વ્યાઘાત માટે થાય છે એમ વિરુદ્ધ દાન વગેરે કરવામાં તેમજ શાસ્ત્રોક્તન્યાયબાધિત પ્રવજ્યા આપવા વગેરેમાં હીનોત્તમગતિના કારણે હંમેશા ધર્મવ્યાઘાત જ થાય છે. જીવોપઘાત ના હેતુભૂત હોઇ શાસ્ત્રનિષિદ્ધ એવું સાધુ માટે આધાકર્મ દ્રવ્ય કે અન્ય માટે માંસ વગેરે દ્રવ્ય એ વિરુદ્ધ દ્રવ્ય, અને સદોષ હોવાના કારણે શાસ્ત્રનિષિદ્ધ પાત્ર એ વિરુદ્ધ પાત્ર. વિરુદ્ધદ્રવ્યનું દાન કે વિરુદ્ધ પાત્રને અપાતું દાન એ વિરુદ્ધદાન, શાસ્ત્રનિષિદ્ધ હોવાના કારણે “હીન' એવા પણ દેય દ્રવ્ય કે પાત્રને ‘ઉત્તમ” તરીકે જોવા એ હીનોત્તમગતિ. ભાવનાજ્ઞાનશન્ય સ્કૂલબુદ્ધિવાળો અજ્ઞ એવું વિચારે છે કે “આ બિચારો ભૂખથી હેરાન હેરાન થઇ રહ્યો છે તો લાવ શિકાર કરી માંસ આપી એનું દુઃખ દૂર કરું' ઇત્યાદિ - આવું વિચારી માંસદાન કરે. એમ ભિક્ષાના દોષોનો જાણકાર પણ, તેવા કારણ વિશેષ વિના જ, સાધુમહારાજની ભક્તિ થશે એમ વિચારી આધાકર્મનું દાન આપે. આ બધું વિરુદ્ધદાન છે, એમાં ધર્મનો વ્યાઘાત જ થાય છે. એમ દીક્ષા આપવા માટે યોગ્ય મુમુક્ષુના શાસ્ત્રમાં જે જે ગુણો કહ્યા છે તેનાથી શુન્ય કોઇ જીવ દીક્ષા લેવા માટે આવ્યો, તો અયોગ્ય
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy