SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ द्वात्रिंशद्वात्रिंशिका विनैतन्नूनमज्ञेषु धर्मधीरपि न श्रिये। गृहीतग्लानभैषज्यप्रदानाभिग्रहेष्विव ।।१७।। विनेति । एतद् = भावनाज्ञानं विना नूनं = निश्चितं धर्मधीरपि = धर्मवुद्धिरपि न श्रिये = चारित्रलक्ष्म्यै प्रभवति । गृहीतो ग्लानभैषज्यप्रदानस्याभिग्रहो 'ग्लानाय मया भैषज्यं दातव्यमि'त्येवंरूपो यैस्तैष्विवाज्ञेषु = पूर्वापरानुसंधानविकलेषु ।।१७।।। કલ્યાણ માટે ભાવનાજ્ઞાનની આવશ્યકતા પર ભાર મૂકવા ગ્રન્થકાર કહે છે.] અજ્ઞની ધર્મબુદ્ધિ પણ અસુંદર]. આ ભાવનાજ્ઞાન વિના તો પૂર્વાપર અનુસંધાનશૂન્ય અન્નજીવમાં રહેલી ધર્મબુદ્ધિ પણ ચારિત્રલક્ષ્મી = ગુણસ્થાનપ્રાપ્તિ માટે સમર્થ થતી નથી એ વાત નિશ્ચિત છે. આશય એ છે કે “આ અનુષ્ઠાન કરવાથી મારે ચારિત્રપાલન વગેરે રૂ૫ ધર્મ થશે આવી ધર્મબુદ્ધિથી કરવામાં આવેલ અનુષ્ઠાન પણ ભાવનાજ્ઞાન વિના ધર્મ રૂપ બની શકતું નથી. [ઉપદેશમાલા (૪૧૪)માં પણ કહ્યું છે કે “અલ્પજ્ઞાની જીવ અતિ દુષ્કર તપ વગેરે કરે તો પણ ક્લેશ પામે છે, કારણકે સુંદરબુદ્ધિથી કરેલું તેનું ઘણું પણ અનુષ્ઠાન સુંદર બનતું નથી] ઉત્તરાર્ધમાં આ જ બાબતનું દૃષ્ટાન્ત આપે છે– એક નગરમાં સપરિવાર આચાર્ય મહારાજ ચોમાસુ પધાર્યા. એક અજ્ઞ ભાવુકે પ્રતિજ્ઞા કરી કે “મારે ગ્લાન સાધુને ઔષધ આપવું.” આવો અભિગ્રહ લેવાની ધર્મબુદ્ધિ પણ આવા અજ્ઞ માત્ર પદાર્થજ્ઞાનનો જ્ઞાતા બનેલો- કહેવાતો વિદ્વાન આટલો બોધ કરી લે છે કે “ધર્મનું પ્રયોજન મોક્ષ જ હોવું જોઇએ'. પણ પછી, જ્યારે ‘અર્થશામમિત્તાધિrr ઘર્ષ વિ તિતવ્યમ્' આવું શાસ્ત્રવચન એની સામે ઉપસ્થિત થાય છે ત્યારે, એ ભાવનામય જ્ઞાનને પામેલો ન હોવાથી આટલો સરળ વિષયવિભાગ કરી શકતો નથી કે ધર્મનું પ્રયોજન બતાડવાના અધિકારમાં તેમજ આશયશુદ્ધિ અંગેના અધિકારમાં “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઇએ' એવું વિધાન આવેલું છે જ્યારે, “અર્થ-કામ માટે શું કરવું?” એવી જિજ્ઞાસાના અધિકારમાં એનો નિરવઘ ઉપાય દર્શાવવા માટે તેમજ પાપક્રિયાઓમાંથી જીવને બહાર કાઢી વધુ ને વધુ ધર્મક્રિયાઓ તરફ વાળવાના અભિપ્રાયથી ‘અર્થ-કામના ઇચ્છુકે પણ ધર્મ જ કરવો જોઇએ' ઇત્યાદિ વિધાન આવેલું છે, માટે આમાં કોઇ વાસ્તવિક વિરોધ નથી, ભાવનાજ્ઞાનથી દૂર રહ્યા હોવાના કારણે આવું સમાધાન શોધી-સમજી શકતા ન હોવાથી, શાસ્ત્રવચનોમાં કેવાકેવા મનઘડત-પૂર્વાપર વિરુદ્ધ- જિનાજ્ઞાને પ્રતિકૂળ અર્થઘટનો કરવા પડે છે એ જાણવા માટે જોઇ લ્યો ધર્મસ્વરૂપદર્શન પુસ્તક- તેની પ્રસ્તાવનારૂપે લખાયેલ તત્ત્વાવલોકનને એમાં કરાયેલાં નિરૂપણોની શાસ્ત્રાનુસારી તર્કસંગત સમીક્ષા માટે જોઇ લ્યો -- તત્વાવલોકનસમીક્ષા. પદાર્થજ્ઞાનમાં જ છબછબિયા કર્યા કરવાથી કેવો મરો થાય છે! ‘અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઇએ' આવું સ્પષ્ટ વિધાન મળતું હોવા છતાં, “અર્થ-કામની ઇચ્છા છે? તો ધર્મ તો ન જ કરાય' ધર્મ કરશો તો ડૂબી જશો...' વગેરે ઘોંઘાટ કરવો પડે છે! ને “ધર્મ મોક્ષ માટે જ કરાય' એવા વચનના એક અભિપ્રાયને પકડનારા અભિનિવેશમાં તણાઇ જવું પડે છે! આ કહેવાતા વિદ્વાનોને પૂછવું જોઇએ કે - જે ગ્રન્થમાં “અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઇએ' એવું વિધાન છે એ ગ્રન્થના રચયિતા પ્રકારના દિલમાં શું રહ્યું છે? અર્થકામના અભિલાષીએ ધર્મ ન જ કરવો જોઇએ એ કે ધર્મ જ કરવો જોઇએ એ? એમના દિલમાં જો એવું રહ્યું હોય કે અર્થકામના અભિલાષીએ ધર્મ તો ન જ કરાય', તો ‘અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઇએ' એવું તે શી રીતે કહી શકે? દિલમાં બેઠું હોય કે “ધર્મ ન જ કરાય'... ને છતાં બહાર એમ બોલે કે “ધર્મ જ કરવો જોઇએ તો તો એમનું આપ્તપણું જ ક્યાં રહે? પણ, તેઓ પણ આપ્ત તો છે જ. માટે માનવું જોઇએ કે “અર્થ-કામના અભિલાષીએ પણ ધર્મ જ કરવો જોઇએ' એવું જ ગ્રન્થકારના દિલમાં રહેલું છે ને તેથી આ જ વાત શાસ્ત્રસિદ્ધ છે. ભાવનાજ્ઞાન કેળવીને યોગ્ય વિષય વિભાગ કરી આપનારા મહાત્માઓનાં ચરણોમાં વંદન કરીએ.. અને ભાવનાજ્ઞાન સુધી નહીં પહોંચેલા-શ્રુત (પદાર્થ) જ્ઞાનમાં જ અભિનિવેશવાળા બની સ્વ-પરને ભારે નુક્શાન પહોંચાડી રહેલા કહેવાતા વિદ્વાનોની ભાવકરુણા ચિંતવીએ કે પરમકૃપાળુ પરમાત્મા તેઓને પણ ભાવના જ્ઞાન સુધી પહોંચાડે.. અસ્તુ * अप्पागमो किलिस्सइ जइवि करेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धीइ कयं बहुयंपि न सुंदरं होइ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy