SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ देशना-द्वात्रिंशिका ૪૧. फलमुच्यते, तल्लक्षणं चेदं - बाह्येन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचा૨૪ સ ધ્યTી તિ IST गुरुदोषकृतां वृत्तमपि त्याज्यं लघुत्यजाम्। जाड्यत्यागाय पतनं ज्वलति ज्वलने यथा।।८।। गुर्विति । वृत्तं खलु असदारंभनिवृत्तिमदनुष्ठानं, तच्च कार्य हेतूपचारेण यच्चारित्रमुच्यते तत्क्षायोपशमिकत्वाच्छुद्धमेव, यत्तु कीाद्यर्थं तद्वदाभासते तल्लघुत्यजामपि = सूक्ष्मदोषाकरणयत्नवतामपि गुरून् दोषान् प्रवचनोपघातकारिणः कुर्वन्ति ये तेषां संबन्धि त्याज्यम् । यथा जाड्यत्यागाय = अंगशैत्यापनयनाय ज्वलति ज्वलने पतनम् ।।८।। પેટમાં દવા ગયા વિના માત્ર બાહ્ય વૈદ્યનો વેષ ધારણ કરી લેવાથી આરોગ્ય પ્રાપ્ત થતું નથી. (હોસ્પીટલમાં દાખલ થઇને ત્યાંનો ડ્રેસ પહેરી લેવા માત્રથી નિરોગી બની જવાય' એવું માનનારો તો “બાળ” જ કહેવાય ને!) માટે જ આંતરિક ભાવ વગરના આવા આચરણરૂપ લિંગને અન્યધર્મીઓ પણ મિથ્યાચારના ફળરૂપ કહે છે. મિથ્યાચારનું લક્ષણ આ પ્રમાણે જાણવું - “જે વિમૂઢ આત્મા બહારથી ઇન્દ્રિયોને રુંધે છે અને અંદરમાં મનથી ઇન્દ્રિયના વિષયોને યાદ કરતો રહે છે તે મિથ્યાચાર કહેવાય છે.” [આગમમાં પણ ગુણનો અંશ પણ ન પામેલા જીવોને જે અનંતવાર દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ કહી છે તે આવા જ તત્ત્વનિરપેક્ષ દ્રવ્યલિંગ રૂપ જાણવી.]II મિધ્યમજીવો વૃત્તને જુએ છે એ કહ્યું હતું. સારું દેખાતું બધું વૃત્ત કાંઇ વાસ્તવમાં પ્રશસ્ત હોતું નથી એવું જણાવવા ગ્રન્થકાર કહે –]. હિંસા વગેરે પાંચ આશ્રવ રૂપ અસ આરંભની નિવૃત્તિવાળું અનુષ્ઠાન એ વૃત્ત છે. એ વૃત્ત ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થયેલ આંતરિક પરિણામ રૂપ ચારિત્રથી જો ઉત્પન્ન થયેલું હોય તો કાર્યમાં કારણનો ઉપચાર કરીને એને “ચારિત્ર' કહે છે. એ ક્ષાયોપથમિક હોવાથી શુદ્ધ જ હોય છે. પણ એને સમાન જ ભાસતું એવું પણ જે વૃત્ત, આંતરિક ચારિત્ર પરિણામ વગર જ, કીર્તિલાભ વગેરે માટે આચરવામાં આવે છે તે અપરિશુદ્ધ હોય છે. નાના દોષ લાગી ન જાય તે માટે પ્રયત્નશીલ એવા પણ જે જીવો પ્રવચનનો ઉપઘાત કરનારા મોટા દોષોને સેવે છે તેિમ સાધુ-શ્રાવક વગેરેની નિંદા કરે છે] તેવા જીવોનું સમાન દેખાતું એવું પણ વૃત્ત ત્યાજ્ય છે, (એટલે કે ધર્મનિર્ણાયક નથી.) જેમકે ઠંડીને દૂર કરવા માટે અગ્નિમાં જ કૂદી પડવાનું આચરણ ત્યાજ્ય છે. [અહીં કહેવાનો ભાવ એ છે કે વૃત્ત તો કીત્યદિ વગેરે માટે ચારિત્ર પાલનારનું પણ હોય છે, માટે એના ભરોસે ધર્મનો નિર્ણય કરવો એ પણ યોગ્ય નથી. આંતરિક પરિણામથી યુક્ત એવા સટ્ટાથી ધર્મનો નિર્ણય થઇ શકે છે. પણ દેખવા મળતું વૃત્ત સદ્ છે કે અસદુ એનો નિર્ણય બુધ-પંડિત જ કરી શકે છે. અને પંડિત તો શાસ્ત્રતત્ત્વને પણ જાણી શકતો હોઇ એનાથી જ ધર્મનો નિર્ણય શા માટે ન કરે? એટલે ધર્મના નિર્ણય માટે બાહ્યલિંગ પર ભરોસો રાખવો જેમ યોગ્ય નથી એમ વૃત્ત પર ભરોસો રાખવો પણ યોગ્ય નથી એ નક્કી થયું.]l૮ હવે પંડિત જેને જુએ છે તે શાસ્ત્રતત્ત્વને જણાવવા ગ્રન્થકાર કહે છે–]. શાસ્ત્રતત્ત્વ) જે ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર વગેરેથી યુક્ત હોય, દષ્ટ અને ઇષ્ટથી અવિરુદ્ધ અર્થવાળું હોય તેમજ ઔદંપર્યની વિશુદ્ધિવાળું હોય એટલે કે તાત્પર્યથી શુદ્ધ હોય તે શાસ્ત્રતત્ત્વ = આગમતત્ત્વ છે. અને તેને એક માત્ર પંડિતો જ જાણી શકે છે. આમાં દૃષ્ટ એટલે પ્રત્યક્ષ અને અનુમાનથી જાણેલા અર્થો તથા ઇષ્ટ એટલે
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy