SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशदद्वात्रिंशिका शास्त्रतत्त्वं परीक्षते स पंडितः, तत्त्वतस्तस्य मार्गानुसारितयोत्कृष्टाचारत्वात् ।।६।। गृहत्यागादिकं लिंगं बाह्यं शुद्धिं विना वृथा। न भेषजं विनाऽऽरोग्यं वैद्यवेषेण रोगिणः ।।७।। __ गृहेति । गृहत्यागादिकं वाह्यं = वहिर्वर्ति लिंगं शुद्धिं विना = अन्तस्तत्त्वविवेकमन्तरा वृथा = निरर्थकम् । न हि रोगिणो भेषजोपयोगं विना वैद्यवेषधारणमात्रेणारोग्यं भवति । अत एवैतत्परैरपि मिथ्याचारકંઇક સત્તાવાળો બન્યો, બીજો ગુનો આદરે તો એને અટકાવવાની સજા કરવાની મને સત્તા મળી. એવો બધો એનો ખ્યાલ હશે, પણ હું પોલીસ છું તો મારે તો કોઇ જ ગુનાહિત પ્રવૃત્તિ ન કરાય, મારે તો બધા જ કાયદાઓનું પરિપૂર્ણ પાલન કરવું જોઇએ... તો જ આ વેશને હું વફાદાર કહેવાઉં.. આવો એને કોઈ ખ્યાલ ન રહેવાથી, એ સ્વયં લાંચ લેવી-લોકોને ત્રાસ આપી-દબડાવી પૈસા પડાવવા વગેરે અસદ્ આચારમાં પડશે. એમ કોઇ બાળ' જીવ, યાવતું ચારિત્રજીવનનો સ્વીકાર કરે તો પણ, જો ગ્રહણ-આસેવનશિક્ષા દ્વારા એ આગળની મધ્યમ-પંડિત અવસ્થા ન પામે, તો એ વેશમાત્રને જ પ્રધાન કરનારો રહેવાથી, “સંસારમાં હતા ત્યાં સુધી ખાડામાં હતા, હવે તો આપણો ઉદ્ધાર થઇ ગયો' આવો મિથ્યા સંતોષ માનનારો બને છે. “ચારિત્ર લીધું એટલે કાંઇ કાર્ય પતી ગયું નથી, હવે તો સાધનાની શરુઆત થાય છે.' ઇત્યાદિ કોઇ વિચાર એને રહેતો ન હોવાથી આચાર પાલનનું તથા અતિચાર-અનાચાર વર્જનનું એને મહત્ત્વ રહેતું નથી. અને તેથી અનાદિકાલીન સંસ્કારવશાત્ એ વેશને અનનુરૂપ અનેક અસદ્ આચરણોમાં સરકી પડે છે પણ જો એ જીવ મધ્યમ હોય કે બને તો, વેશમાત્રને પ્રધાન કરનારો રહેતો નથી, પણ “મારું આચરણ કેવું છે?” એ જોનારો પણ બને છે. અને તેથી એ આચાર પાલનને મહત્ત્વ આપનારો બનવાથી અસઆચારોથી બચી શકે છે. અને તેથી મધ્યમ આચારવાળો બને છે. પ્રસ્તુતમાં, બાળ અને મધ્યમ જીવમાં ક્રમશઃ અસદુ અને મધ્યમ આચાર હોવાની જે વાત કરી છે તે આવા અભિપ્રાયથી કરી હોય એમ લાગે છે, અથવા, બાળ જીવ માત્ર વેશને જોનારો હોવાથી જે વેશધારીમાં અક્ષત્તવ્ય શિથિલાચાર હોય તેની પણ ત્યાગી તરીકે પૂજા કરે છે, અને એ દ્વારા એ વેશધારીના શિથિલાચારને પ્રોત્સાહન આપે છે, એને વધુ શિથિલ બનાવે છે, માટે આવાની પણ પૂજા એ બાળજીવનો અસદ્આચાર છે. મધ્યમજીવ આવા શિથિલાચારીને પૂજતો નથી અને તેથી શિથિલાચારને વધારવામાં નિમિત્ત બનતો નથી માટે એ મધ્યમ આચારવાળો છે. આવા અભિપ્રાયથી ઉક્ત વાત કરી હોય એવું પણ હોય શકે. ચારિત્રમાર્ગમાં આવેલો કે રહેલો પંડિત જીવ ઉત્સર્ગ-અપવાદ..નિશ્ચય-વ્યવહાર વગેરેના સમન્વય પૂર્વક જે સિદ્ધાન્તનો ઔદંપર્યાર્થ છે કે જેમ જેમ રાગદ્વેષ શીધ્ર વિલીન થતા જાય તેમ તેમ પ્રવર્તવું' એને મુખ્ય કરીને પ્રવર્તવાથી ઉત્તમ આચારવાળો હોય છે. એમ, એવા અન્ય ઉત્તમ આચારવાળાનો જ એ મુખ્યતયા પૂજક હોવાથી ઉત્તમ આચારને જ સમર્થન-પ્રોત્સાહન આપનારો હોવાના કારણે ઉત્તમ આચારવાળો છે. આવો અભિપ્રાય હોઇ શકે.] Inડા લિંગમાં પણ પરિગ્રહત્યાગ વગેરે ધર્મ રહેલ છે, તેમજ એ પણ આદરણીય તો છે જ, તો એને પ્રધાન કરનાર જીવને “બાળ' શા માટે કહો છો? એવી શંકાનું સમાધાન કરવા ગન્ધકાર કહે છે–] બાળ-મધ્યમના દર્શનમાં ન્યૂનતા). આંતરિક વિવેક રૂપ શુદ્ધિ વિના બહારથી જે ગૃહત્યાગ આદિ કરવામાં આવે છે તે નિરર્થક ઠરે છે, રોગીના
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy