SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ दान- द्वात्रिंशिका ३१ त्याजयितुमशक्यत्वात् । अत एव तत्प्रकारकप्रमितिप्रतिवन्धरूपस्यापि तद्धानस्यानुपपत्तेः (? त्तिः) । स्यादेतत् वर्जनाभिप्रायाभावविशिष्टविराधनात्वेन प्रतिवन्धकत्वे न कोऽपि दोषः, प्रत्युत वर्जनाभिप्रायस्य पृथक्कारणत्वाकल्पनाल्लाघवमिति, मैवं, विशेषणविशेष्यभावे विनिगमनाविरहात्, अन्यथा दोषाभावविशिष्टवाधत्वेनैव दुष्टज्ञाने प्रतिवन्धकत्वप्रसंगात्, विशेष्याभावस्थलेऽतिप्रसंगाच्च । तस्माद्वर्जनाभिप्रायस्यैव फलविशेषे निश्चयतो हेतुत्वं व्यवहारेण च तत्तद्व्यक्तीनां भावानुगतानां निमित्तत्वमिति सांप्रतम् । विपञ्चितं કારણ માનવું પડતું નથી.] = ઉત્તરપક્ષ : આ વાત બરાબર નથી, કા૨ણ કે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માનવો કે વિરાધના વિશિષ્ટ વર્જનાભિપ્રાયાભાવને પ્રતિબંધક માનવો એમાં કોઇ વિનિગમક નિર્ણાયક નથી. અન્યથા [=તેમ છતાં, ‘વર્જનાભિપ્રાયાભાવ એ અભાવરૂપ હોઇ એને અમે વિશેષ્યરૂપ નહિ માનીએ, અને તેથી વિરાધનાવિશિષ્ટવર્જના-ભિપ્રાયાભાવને પ્રતિબંધક માનવો આવશ્યક ન રહેવાથી વિનિગમના વિરહ નથી’ એવું જો કહેશો તો એવું પણ માનવાની આપત્તિ આવશે કે] દુષ્ટજ્ઞાનને દોષાભાવ વિશિષ્ટ બાધ રૂપે જ પ્રતિબંધક માનવું પડશે, બાધવિશિષ્ટ દોષાભાવ રૂપે એને પ્રતિબંધક મનાશે નહિ. કહેવાનો આશય એ છે કે ‘પીતત્વાભાવવાનુ શંખઃ' ‘વલ્લ્લભાવવાનું જળહ્રદઃ' ઇત્યાદિ રૂપ જે બાધનું જ્ઞાન પ્રતિબંધક બને છે તે પણ નિર્દોષ જોઇએ. એ બાધ જ્ઞાન થવામાં જ જો કોઇ દોષ ભાગ ભજવતો હોય તો પછી, એ દુષ્ટજ્ઞાનથી પ્રતિબંધ થઇ શકતો નથી.જેમકે પીળિયાના કા૨ણે થતું ‘શ્વેતત્વાભાવવાનુ શંખઃ' એવું પ્રત્યક્ષ દોષજન્ય હોવાના કા૨ણે ‘શ્વેતઃ શંખઃ’ એવા જ્ઞાનનો પ્રતિબંધ કરી શકતું નથી. આમ દોષાભાવવિશિષ્ટ બાધ રૂપ દુષ્ટજ્ઞાન પ્રતિબંધક બને છે. આ જ રીતે બાધનું જ્ઞાન થાય અને એ નિર્દોષ છે એવું જ્ઞાન થાય તો પણ પ્રતિબંધ થાય છે. એટલે કે બાધવિશિષ્ટ દોષાભાવ રૂપે પણ દુષ્ટજ્ઞાન પ્રતિબંધક બને છે. જ્યારે તમારા અભિપ્રાય મુજબ તો દોષાભાવ વિશેષ્યરૂપ બની શકતો ન હોવાથી બાધવિશિષ્ટ દોષાભાવરૂપે દુષ્ટજ્ઞાન પ્રતિબંધક બની શકતું નથી. વળી, જે વ્યક્તિને જીવવિરાધનાને વર્જવાનો કોઇ અભિપ્રાય નથી (એટલે કે વર્જનાભિપ્રાયાભાવ રૂપ વિશેષણ હાજર છે) પણ તેમ છતાં વિરાધના પણ થઇ નથી (એટલે કે વિશેષ્યનો અભાવ છે) તેને વિશિષ્ટાભાવ તો જળવાઇ રહેવાથી કર્મનિર્જરારૂપ કાર્ય થવાનો અતિપ્રસંગ થશે. માટે વર્જનાભિપ્રાયાભાવવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક માની, વર્જનાભિપ્રાયને નિર્જરાનું સ્વતંત્ર કારણ ન માનવો એ યોગ્ય નથી. [વર્જનાભિપ્રાય જ નિર્જરાનું કારણ] [પ્રશ્ન : પ્રસ્તુત શ્લોકમાં જે નિર્જરા કહી છે તેના કારણની અમે જે જે કલ્પના આપીએ છીએ તે બધીને તમે તોડી નાંખો છો તો આખરે તમે જ કહોને કે એ નિર્જરાનું કા૨ણ કોણ છે?] ઉત્તર : આવી બધી કલ્પનાઓમાં એક યા બીજી આપત્તિ આવતી હોવાથી, વર્જનાભિપ્રાય એ જ કર્મનિર્જરારૂપ વિશિષ્ટ ફળ પ્રત્યે નિશ્ચયનયે કા૨ણ છે એવું માનવું યોગ્ય છે. [પ્રશ્ન : પણ તો પછી ‘વિરાધના’ને ઉક્ત શ્લોકમાં નિર્જરાનું કારણ તરીકે જે કહી છે તેનો વિરોધ નહિ થાય?] ઉત્તર : એ વ્યવહારનયે કહ્યું છે. વ્યવહારનયે વર્જનાભિપ્રાય રૂપ ભાવથી યુક્ત તે તે વિરાધનાને કર્મ નિર્જરા રૂપ ફળવિશેષ પ્રત્યે નિમિત્તકા૨ણ કહેવામાં કાંઇ અયોગ્ય નથી. ને આપવા તે રિસવા’ ‘જે આશ્રવનું સ્થાન છે તે શુભભાવના પ્રભાવે સંવરનું સ્થાન બને છે' ઇત્યાદિ પ્રતિપાદન વ્યવહારનયે શાસ્ત્રોમાં મળે જ
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy