SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ३० द्वात्रिंशद्वात्रिंशिका संयमनाशहेतुं परित्यजती'तिभावार्थपर्यालोचनादनुपहितविराधनात्वेन प्रतविन्धकत्वं लभ्यते, इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वमक्षतमिति चेत्? न, प्रकृतविराधनाव्यक्तौ जीवघातपरिणामजन्यत्वस्यासत्त्वेन વસ્તુના જે કોઇ સ્વરૂપો હોય તે કાં તો પદપ્રવૃત્તિનિમિત્ત હોય કાં તો વિશેષણ હોય. પ્રસ્તુત માં વિરાધનાનું જીવઘાતપરિણામજન્યત્વ એવું તમે જે સ્વરૂપ કહો છો તે તેનું પદપ્રવૃત્તિનિમિત્ત છે કે વિશેષણ? જો પદપ્રવૃત્તિનિમિત્ત કહેશો તો એ આપત્તિ આવશે કે પ્રસ્તુતવિરાધનાનો ‘વિરાધના' તરીકે ઉલ્લેખ કરવો એ ઉન્મત્ત પ્રલાપ રૂપ બની જશે. તે આ રીતે– પ્રસ્તુતવિરાધનામાં જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ પ્રવૃત્તિનિમિત્ત નથી. જે વસ્તુમાં જે પદનું પ્રવૃત્તિનિમિત્ત ન હોય તે વસ્તુનો તે પદથી ઉલ્લેખ તો ઉન્મત્ત જ કરે. જેમકે “ગો' પદનું પ્રવત્તિનિમિત્ત “ગોત્વ' અશ્વમાં નથી. તેમ છતાં અશ્વને ગો તરીકે તો ઉન્મત્ત જ બોલે. તેથી જીવઘાતપરિણામજન્યત્વ'ને જો વિરાધનાનું વિશેષણ માનશો તો જીવઘાત પરિણામ પણ નિર્જરાનો હેતુ બની જવાનો ઉપરોક્ત દોષ તદવસ્થ રહેશે. એટલે આ રીતે એ વિરાધનાને અપ્રતિબંધક સિદ્ધ કરવાની વાત તો શ્રદ્ધાળુ શિષ્યોની બુદ્ધિને ઠગવાની જ વાત છે. વિર્જનાભિપ્રાય એ વિરાધનામાં ઉપાધિ છે. પૂર્વપક્ષ : જે ધર્મથી વિશિષ્ટ (યુક્ત) બનેલી જે વસ્તુ સ્વસ્વરૂપને છોડી દે છે તે ધર્મ તે વસ્તુમાં ‘ઉપાધિ' કહેવાય છે. જેમકે જપાકુસુમના સંપર્કથી સ્ફટિક પોતાના નિર્મળસ્વરૂપને છોડીને લાલરંગ અપનાવે છે તો જપાકુસુમ એ સ્ફટિકમાં ઉપાધિ છે. વર્જનાભિપ્રાય યુક્ત જે જીવવિરાધના થાય છે તે જીવવિરાધના વર્જનાભિપ્રાયના પ્રભાવે સંયમનાશના હેતુભૂત એવું સ્વકીય જીવઘાતપરિણામજન્યત્વ સ્વરૂપ ગુમાવે છે. આનો વિચાર કરતાં જણાય છે કે વર્જનાભિપ્રાય એ વિરાધનામાં ઉપાધિ ભૂત છે. એ ઉપાધિ હોય તો વિરાધના સંયમનાશક રહેતી નથી, એટલે કે નિર્જરાનો પ્રતિબંધક પણ રહેતી નથી. એ ઉપાધિ ન હોય તો જ અનુપહિત વિરાધના નિર્જરાની પ્રતિબંધક બને છે. તેથી વર્જનાભિપ્રાયથી ઉપહિત વિરાધનામાં સ્વરૂપે જ પ્રતિબંધકાભાવ અબાધિતપણે જળવાઇ રહે છે. અર્થાત્ જીવઘાતપરિણામથી વિશિષ્ટ ન હોઇ એ પ્રતિબંધક જ નથી તો તમે કહેલી આપત્તિ શી રીતે આવે? ઉત્તરપક્ષ પ્રસ્તુત વિરાધના “આ જીવને હણું' ઇત્યાદિ અભિપ્રાયથી થઇ હોતી નથી. એટલે એમાં પહેલેથી જીવઘાત પરિણામજન્યત્વ હોતું જ નથી. તો વર્જનાભિપ્રાયથી તે દૂર થવું પણ અશક્ય જ રહે છે. પૂિર્વપક્ષ: તમારી વાત સાચી છે. તેમ છતાં, વિરાધના વિશે સામાન્યથી જે “આ જીવઘાત પરિણામ જન્ય છે' એવી જીવઘાતપરિણામજન્યત્વ પ્રકારક પ્રમા થતી હોય છે તે પ્રમાનો પ્રતિબંધ કરવા રૂપ જે વિરાધનાના સ્વરૂપનો ત્યાગ તે તો વર્જનાભિપ્રાયથી થવો અશક્ય રહેતો નથી ને? ઉત્તરપક્ષ : હા, ઉપર પ્રમાણે તકારક પ્રમાનો પ્રતિબંધ કરવા રૂપ સ્વરૂપત્યાગ પણ અશક્ય જ રહે છે, કારણકે આ વિરાધના જીવઘાત પરિણામજન્ય ન હોઇ તેને વિશે તેવી પ્રમા (યથાર્થ જ્ઞાન)જ મૂળમાં સંભવતી નથી. તો તેનો પ્રતિબંધ પણ શી રીતે થાય? પૂર્વપક્ષ : વર્જનાભિપ્રાયના અભાવવિશિષ્ટ વિરાધના તરીકે જ વિરાધનાને પ્રતિબંધક માનવામાં ઉપરનો કોઇ દોષ રહેતો નથી. ઉપરાંતમાં વર્જનાભિપ્રાયને નિર્જરાનું પૃથક કારણ માનવું ન પડવાથી લાઘવ થવા રૂપ ગુણ જ થાય છે. [આશય એ છે કે જેમ સૂર્યકાન્ત મણિના અભાવવિશિષ્ટ ચન્દ્રકાન્ત મણિ એ ધ્રહ પ્રત્યે પ્રતિબંધક છે તો સૂર્યકાન્ત મણિ દાહ પ્રત્યે ઉત્તેજક છે તેમ પ્રસ્તુતમાં વર્જનાભિપ્રાય પણ નિર્જરા પ્રત્યે ઉત્તેજક છે. એટલે વર્જનાભિપ્રાય ઉત્તક રૂપે જ પ્રતિબંધકનો પ્રતિબંધ કરવા રૂપે જ) નિર્જરા પ્રત્યે કારણ હોઇ તેને સ્વતંત્ર
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy