SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ १९ दान-द्वात्रिंशिका केचित्कल्पयन्ति, हरिभद्राचार्यो हि भोजनकाले शंखवादनपूर्वकमर्थिभ्यो भोजनं दापितवानिति श्रूयते । न चैतत्संभाव्यते, संविग्नपाक्षिको ह्यसौ, न च संविग्नस्य तत्पाक्षिकस्य वाऽनागमिकार्थोपदेशः संभवति, तत्त्वહરિપ્રસાત્િT કાદ વ(પંવા. ૦૨/૦૭) 'संविग्गो णुवएसं ण देइ दुइभासिअं कडुविवागं । जाणतो तम्मि तहा अतहक्कारो उ मिच्छत्तं । ।इति ।।१९।। भक्तिस्तु भवनिस्तारवाञ्छा स्वस्य सुपात्रतः। तया दत्तं सुपात्राय बहुकर्मक्षयक्षमम् ।।२०।। . भक्तिस्त्विति । भक्तिस्तु स्वस्य सुपात्रतो भवनिस्तारवांछा । आराध्यत्वेन ज्ञानं भक्तिः, आराधना च गौरवितप्रीतिहेतुः क्रिया गौरवितसेवा चेत्येतदपि फलतो नैतल्लक्षणमतिशेते । तया = भक्त्या सुपात्राय दत्तं ઉપદેશક અનુપદેશ દેતા નથી = અનાગમિક વાત કરતા નથી. માટે તેમના કથન અંગે “તહત્તિ' ન કરવું એ મિથ્યાત્વ છે'. [અષ્ટકજીના વિવરણકારની અને ઉપા. મહારાજની આવી પ્રરૂપણા પરથી એવું ફલિત થઇ શકે છે કે શ્રીહરિભદ્રસૂરિ મહારાજાની ઉક્ત પ્રરૂપણા સત્યથી વેગળી નથી. એટલે સાધુએ કારણિક અનુકંપાદાન દેવું એમાં શાસ્ત્રાર્થનો બાધ નથી. માટે (૧) અન્યજીવોને બોધિપ્રાપ્તિ વગેરે લાભ જોઇને શ્રીહરિભદ્રસૂરિમહારાજે જો એ રોજનું દાન અપાવ્યું હોય તો એ આગમવિરુદ્ધ ન હોતું, તેથી એનો બચાવ કરવાનો કોઇ પ્રશ્ન નહોતો. અથવા (૨) શ્રીહરિભદ્રસૂરિ મહારાજનો “સંવિગ્નપાક્ષિક' તરીકે ઉલ્લેખ કર્યો છે “સંવિગ્ન' તરીકે નહિ, એટલે તેઓમાં સાધુઓને જિનાનુજ્ઞાત ન હોય એવું આચરણ પણ સંભવે છે. એવું આચરણ હોવા છતાં, એનો બચાવ ન હોય અને પ્રરૂપણા તો જિનાજ્ઞાનુસાર જ હોય તો જ સંવિગ્નપાક્ષિકપણું ટકી શકે છે. પ્રસ્તુતમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજનું શંખવાઘનપૂર્વક યાચકોને ભોજનદાન એ પણ એવા જ પ્રકારનું એક જિનાજ્ઞાાનનુજ્ઞાત આચરણ હોવું સંભવી શકે. પણ તેઓશ્રીએ આનો બચાવ કર્યો નથી, કે એના બચાવ માટે પ્રસ્તુત પ્રકરણ બનાવ્યું નથી. એનો તો જિનાનનુજ્ઞાત તરીકે જ સ્વીકાર તેઓએ કર્યો છે, અને એ રીતે સ્વકીય સંવિગ્નપાક્ષિકત્વ જાળવી રાખ્યું છે. (આ બેમાંથી બીજી કલ્પનાની સંભાવના વધુ જાણવી.) માટે તેઓ શ્રીમદે આપવાદિક અનુકંપાદાનની કરેલી આ પ્રરૂપણમાં આગમવિરુદ્ધત્વની તો કોઇ શંકા કરવાની જરૂર નથી.]દાનના પ્રથમ પ્રકાર અનુકંપાદાનની પ્રરૂપણા પૂર્ણ થઇ. હવે બીજા પ્રકાર સુપાત્રદાનની પ્રરૂપણા કરતા ગ્રન્થકાર કહે છે] [ભક્તિ શું છે?] [ભક્તિથી આપેલું સુપાત્રદાન મોક્ષદાયક છે' એવું શ્રીજિનેશ્વરદેવોએ કહ્યું છે એ પ્રમાણે ગ્રન્થકારે પૂર્વે પ્રથમ શ્લોકમાં કહેલું. એમાં ભક્તિ શું છે ? આ -] સુપાત્રના આલંબને પોતે ભવસમુદ્રને તરી જવાની વાંછા એ ભક્તિ છે. સામાન્યથી ભક્તિ તરીકે આ વાત પ્રસિદ્ધ છે કે – “આ મારે આરાધ્ય છે, મારી આરાધનાનું પાત્ર છે' એવી પ્રતીતિ (જ્ઞાન) એ ભક્તિ છે. એ આરાધના એટલે એવી ક્રિયા કે જે ગૌરવપ્રાપ્ત આરાધ્ય વ્યક્તિની પ્રસન્નતાના હેતુભૂત હોય, એમ ગૌરવપ્રાપ્ત આરાધ્યની સેવા એ પણ આરાધના છે. [ઉપલી અવસ્થા પામેલ ગૌરવપ્રાપ્ત આરાધ્ય વ્યક્તિઓને પ્રસન્નતા-અપ્રસન્નતા જેવું કશું હોતું નથી. એટલે “ગૌરવપ્રાપ્ત १ संविग्नोऽनुपदेशं न ददाति दुर्भाषितं कटुविपाकम् । जानानस्तस्मिंस्तथाऽतथाकारस्तु मिथ्यात्वम् ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy