SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ दान- द्वात्रिंशिका दीनादिदाने पुण्यं स्यात्तददानं च पीडनम् । शक्तौ पीडाऽप्रतीकारे शास्त्रार्थस्य च बाधनम् । ।१५ ।। दीनादीति । प्रकटं भोजने दीनादीनां याचमानानां दाने पुण्यं स्यात्, न चानुकंपावांस्तेषामदत्त्वा कदापि भोक्तुं शक्तः, अतिधाष्टर्यमवलंब्य कथंचित् तेषामदाने च पीडनं स्यात् तेषां तदानीमप्रीतिरूपं शासनद्वेषात्परत्र ક૨તા જોઇ ભોજનની માંગણી કરે. કૃપાપરીત મનવાળા સાધુ તેમને આપ્યા વિના તો સ્વયં પણ આરોગી ન જ શકે, કેમકે એમનું ભૂખનું દુઃખ જોઇ સ્વયં દ્રવી ગયા હોય છે. દિલ દ્રવી ગયું હોવા છતાં ઘણી ધિઢાઇ કરીનેદિલ પર પથરો મૂકીને કદાચ તેઓને ન આપે અને સ્વયં બધું ભોજન કરી લે તો તે ભિખારીઓને પીડા થાય. ‘આ સાધુઓ અને તેમનો ધર્મ કેવો નિર્દય છે કે અમે આટલા ક્ષુધાતુર છીએ તો પણ અમને કંઇ આપતા નથી અને પોતે જ બધું ઓહિયા કરી જાય છે' ઇત્યાદિ અપ્રીતિરૂપ પીડા અહીં (આ જન્મમાં) થાય અને શાસનદ્વેષાદિના કારણે થયેલ પાપબંધથી ૫૨લોકમાં દુર્ગતિ વગેરેની પીડા થાય. १५ શંકા - [સંયમયોગોને સીદાવ્યા વગર પ્રસન્નતાપૂર્વક તપશ્ચર્યા વગેરે કરનાર સાધુને જોઇને પણ કેટલાક મિથ્યાત્વોપહત બુદ્ધિવાળા જીવોને અપ્રીતિ-દુર્ભાવ થતા હોય છે કે ‘મહારાજ નાહકનું શરીરને કષ્ટ આપે છે... વગેરે. પણ છતાં, સાધુ તપશ્ચર્યા ચાલુ રાખે છે ને પરપીડાજનનના કોઇ દોષથી ખરડાતા નથી, કારણકે એ મિથ્યાત્વી જીવને પીડા થાઓ એવો સાધુનો કોઇ આશય હોતો નથી. એમ] ભિખારીને આ જે કાંઇ પીડા થાય છે તે પોતાની બુદ્ધિ મિથ્યાત્વથી હણાયેલી હોવા રૂપ સ્વદોષના કારણે થાય છે. સાધુને કાંઇ તેઓને પીડા ક૨વાનો એવો કોઇ સંક્લિષ્ટ પરિણામ હોતો નથી, સાધુને તો પોતાને અનિષ્ટ એવો પુણ્યબંધ ન થઇ જાય એટલો જ પરિણામ હોય છે. એટલે ભિખારીને ન આપવામાં સાધુને શું દોષ લાગવાનો? સમાધાન - બીજાઓને થનારી પીડાનો-અપ્રીતિનો જેનાથી પરિહાર થઇ શકે એવો યોગ્ય ઉપાય જો વિદ્યમાન હોય તો એ ઉપાયને અજમાવીને સાધુએ તેઓની પીડાનો પરિહાર કરવો એવો શાસ્ત્રાર્થ છે. [બળાભિયોગની શંકાથી સ્વલ્પ પણ પીડા થવાની જે શક્યતા છે તેનો પરિહાર કરવા માટે ઇચ્છાકાર પ્રયોગ ક૨વો જોઇએ ઇત્યાદિ શાસ્ત્રસિદ્ધ વાતો આ શાસ્ત્રાર્થની સૂચક જાણવી.] એટલે એ અપ્રીતિ રૂપ ૫૨પીડાનો પરિહાર ન કરવામાં શાસ્ત્રાર્થને બાધા તો પહોંચે જ છે. [શંકા - આ રીતે પરપીડાનો જે પરિહાર થતો નથી એમાં સાધુના રાગદ્વેષ કાંઇ ભાગ ભજવતા નથી, તો સાધુને એમાં શું દોષ લાગે? સમાધાન - ] રાગ-દ્વેષ જેમ ચારિત્રના પ્રતિપક્ષરૂપ છે, અને તેથી એ બેથી જેમ દોષ લાગે છે, તેમ (પરપીડાનો પરિહાર ક૨વાની) શક્તિ ગોપવવી એ પણ ચારિત્રના પ્રતિપક્ષ રૂપ જ છે, અને તેથી એનાથી પણ દોષ લાગે જ છે. [ઉપા. મહારાજે સામાચારીપ્રકરણની નવમી ગાથામાં કહ્યું છે કે - णय केवलभावेणं हियकज्जे वीरिअं णिगृहंतो । वीरियायारविसोहियचरणोचियणिज्जरं पावे । । १ । । જે હિતકાર્ય ક૨વાનો માત્ર ભાવ રાખે છે, પણ એ માટે વીર્ય ફો૨વતો નથી તે વીર્યાચાર પાલનથી વિશોધિત ચારિત્રને ઉચિત નિર્જરા કરી શકતો નથી. આમાં વીર્યાચાર પાલનથી ચારિત્રની વિશુદ્ધિ કહી છે, તેથી વીર્યને ગોપવવાથી ચારિત્રની અશુદ્ધિ થાય એ સમજી શકાય છે. તેથી શક્તિ ગોપવવી એ પણ ચારિત્રને વિરોધી છે ને માટે દોષ જનક છે એ સમજાય
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy