SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ द्वात्रिंशदद्वात्रिंशिका यस्तु नान्यगुणान् वेद न वा स्वगुणदोषवित्। स एवैतन्नाद्रियते न त्वासनमहोदयः।।२८।। સ્થિતિા વ્યm: L૨૮TI गुणवबहुमानाद्यः कुर्यात्प्रवचनोन्नतिम्। अन्येषां दर्शनोत्पत्तेस्तस्य स्यादुन्नतिः परा।।२९।। ___ गुणवदिति । गुणवतां = ज्ञानादिगुणशालिनां वहुमानाद्यः प्रवचनस्योन्नतिं = वहुजनश्लाघां कुर्यात्तस्य स्वतोऽन्येषां दर्शनोत्पत्तेः परा तीर्थकरत्वादिलक्षणोन्नतिः स्यात्, कारणानुरूपत्वात्कार्यस्य । तदाह [अ. २३/ રૂ-૪] यस्तून्नतो यथाशक्ति सोऽपि सम्यक्त्वहेतुताम् । अन्येषां प्रतिपद्येह तदेवाप्नोत्यनुत्तमम् ।। प्रक्षीणतीव्रसङ्क्लेशं प्रशमादिगुणान्वितम् । निमित्तं सर्वसौख्यानां तथा सिद्धिसुखावहम् ।।२९ ।। દીક્ષા પ્રદાનાદિ સર્વ ક્રિયાઓમાં ‘ક્ષમાશ્રમણહસ્તન' એમ અવશ્ય બોલે છે.ર૭ll [ગુરુષારતન્યને કોણ આદરે છે અને કોણ નથી આદરતું એ ગ્રન્થકાર જણાવે છે–] અન્યના ગુણોને જે જાણતો નથી, અથવા સ્વગુણ-દોષોને જે જાણતો નથી તે જ આ ગુરુષારતન્યને આદરતો નથી, નહીં કે આસન્ન મહોદય જીવ. (ગુણવાનું ગુરુના ગીતાર્થતા-સંવિગ્નતા-શિષ્યાદિ પ્રત્યેની ઉછળતી કરુણા વગેરે ગુણોને જેણે પિછાણ્યા છે, તથા સ્વકીય ગુણદોષને નીરખીને પોતે કેટલા પાણીમાં છે એવું જાણવા દ્વારા સ્વતંત્રપણે સ્વાત્મહિત સાધવા માટેનું સ્વકીય અસામર્થ્ય જેણે નિહાળ્યું છે એ ગુરુષારતન્ય સ્વીકારે જ.) જેનો મહોદય નજીકમાં છે તેવા જીવો તો આ ગુરુષારતન્યને અવશ્ય આદરે છે.ર૮. ગુિણવાનની આજ્ઞાનું પાલન કરવાથી ગુણવાનું પર બહુમાન પ્રગટ થાય છે. આ બહુમાનથી શું લાભ થાય છે એ ગ્રન્થકાર જણાવે છે–] જ્ઞાનાદિગુણયુક્ત ગુરુના બહુમાનથી જે પ્રવચનની ઉન્નતિ કરે છે તેની, સ્વયંને અને અન્યને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થવાના કારણે તીર્થંકરપણું વગેરે રૂ૫ પ્રકૃષ્ટ ઉન્નતિ થાય છે, કેમકે કાર્ય કારણને અનુરૂપ હોય છે. એટલે કે પ્રવચનોન્નતિ એ જ કારણ છે તો એનાથી સ્વને અનુરૂપ ઉત્કૃષ્ટ ઉન્નતિરૂપ કાર્ય થાય છે. ગુણવાનુના થતા બહુમાનને જોઇને લોકો ‘આ પ્રવચન કેવું સુંદર છે કે ગુણવાનોનું આવું બહુમાન થાય છે' ઇત્યાદિ પ્રવચનની શ્લાઘા કરે છે. આ શ્લાઘા જ પ્રવચનની ઉન્નતિ રૂપ છે, કેમકે એનાથી એ શ્લાઘા કરનારા લોકોમાં બીજ પડી જવાથી તેઓને પણ પ્રવચનની પ્રાપ્તિ થવાના કારણે પ્રવચનનો ફેલાવો થાય છે. અષ્ટક ૨૩/૩-૪ માં કહ્યું છે કે “જે જીવ પ્રવચનની ઉન્નતિ માટે યથાશક્તિ ઉદ્યમ કરે છે તે પણ અન્યજીવો ને સમ્યક્તપ્રાપ્તિમાં કારણ બનીને તે અનુત્તર સમ્યક્તને જ પ્રાપ્ત કરે છે. જે સમ્યક્ત તીવ્રસંક્લેશ વિનાનું હોય છે, પ્રશમાદિગુણોથી યુક્ત હોય છે, સર્વસુખોના નિમિત્તભૂત છે તેમજ સિદ્ધિ સુખને લાવી આપનારું છે."ll૨૯ (ગુણવાનના બહુમાનાદિ દ્વારા પ્રવચનની ઉન્નતિ કરવાને બદલે ગુણવાનુની નિંદા વગેરે દ્વારા જે પ્રવચનની અવનતિ કરે છે તે શું પામે છે? એ ગ્રન્થકાર જણાવે છે] જેનાથી પ્રવચનની હીલના થાય એવા કાર્યમાં જે અનાભોગથી પણ પ્રવૃત્ત થાય છે તે મહા અનર્થના કારણભૂત મિથ્યાત્વને ઉપાર્જે છે. ગુણવાનુની નિંદા વગેરે લોકવિરુદ્ધ છે. એનાથી પ્રવચનનો ઉપઘાત થાય
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy