SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ द्वात्रिंशद्वात्रिंशिका सामग्र्यं स्यादनेनैव द्वयोस्तु स्वोपमर्दतः । अत्राङ्गत्वं कदाचित्स्याद्गुणवत्पारतंत्र्यतः ।।२५।। सामग्र्यमिति । अनेनैव = ज्ञानान्वितवैराग्येणैव सामग्र्यं सर्वथा दुःखोच्छेदलक्षणं स्यात्, ज्ञानसहितवैराग्यस्यापायशक्तिप्रतिवन्धकत्वात् । द्वयोस्तु = दुःखमोहान्वितवैराग्ययोः स्वोपमर्दतः = स्वविनाशद्वाराऽत्र = ज्ञानान्वितवैराग्येऽङ्गत्वं = उपकारकत्वं कदाचित् = शुभोदयदशायां स्यात्, गुणवतः पारतंत्र्यं = आज्ञावशवृत्तित्वं ततः, ज्ञानवत्पारतंत्र्यस्यापि फलतो ज्ञानत्वात् । ।२५ ।। ननु गुणवत्पारतंत्र्यं विनापि भावशुद्ध्या वैराग्यसाफल्यं भविष्यतीत्यत आहभावशुद्धिरपि न्याय्या न मार्गाननुसारिणी। अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका ।।२६।। भावेति । भावशुद्धिरपि = यमनियमादिना मनसोऽसंक्लिश्यमानताप्येतत् = गुणवत्पारतंत्र्यं विनाऽप्रज्ञाप्यस्य = गीतार्थोपदेशावधारणयोग्यतारहितस्य वालस्य =अज्ञानिनः स्वाग्रहात्मिका = शास्त्रश्रद्धाधिહોઇ સર્વથા દુઃખોચ્છેદ રૂપ સામગ્ય લબ્ધસ્વરૂપ બને છે. [અથવા, વૈરાગ્યમાં રહેલી અપાયશક્તિ સર્વથા દુઃખોચ્છેદની પ્રતિબંધક છે. પણ વૈરાગ્યમાં ભળેલું જ્ઞાનગર્ભિતત્વ એ અપાયશક્તિનું પ્રતિબંધક છે. તેથી એ જ્ઞાનગર્ભિતત્વ અપાયશક્તિ સ્વરૂપ પ્રતિબંધકને દૂર કરી દેવાથી પ્રતિબંધકાભાવ સ્વરૂપ કારણ પણ હાજર થઇ જવાના કારણે સર્વથા દુઃખોચ્છેદની સંપૂર્ણકારણે સામગ્રી (= સામગ્ર) નું સંપાદન થાય છે. આવો અર્થ કરવા માટે, વૃત્તિમાં જે દુઃખોચ્છેદલક્ષણં પાઠ છે તેના સ્થાને દુઃખોચ્છેદહેતુત્વલક્ષણ એવો પાઠ જોઇએ.] ક્યારેક એટલે કે જ્યારે શુભોદય થવાનો હોય તેવી દશામાં, ગુણવાનુ (ગીતાર્થ સંવિ) ગુરુની આજ્ઞાને વશ રહેવાથી, દુઃખગર્ભિત વૈરાગ્ય અને મોહગર્ભિત વૈરાગ્ય, જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે. આશય એ છે કે અકલ્પિત આકસ્મિક બનાવથી દુઃખગર્ભિત વૈરાગ્ય થયે કે અન્ય ધર્મના ઉપદેશથી મોહગર્ભિત વૈરાગ્ય થયે ગીતાર્થ સંવિગ્ન સદ્દગુરુનો યોગ થાય અને આદર પૂર્વક એમની આજ્ઞા મુજબ વર્તવાનું ચાલુ થાય તો એ વૈરાગ્ય જ્ઞાનાન્વિત વૈરાગ્ય બને છે, કેમકે જ્ઞાનવાન્ નું પાણતંત્ર પણ ફળતઃ જ્ઞાનરૂપ જ હોઇ તેઓમાં પણ જ્ઞાનનો યોગ થઇ જાય છે. જ્ઞાનનું ફલ હેય નિવૃત્તિ અને ઉપાદેય પ્રવૃત્તિ છે. ગુરુના આદેશ મુજબ વર્તવામાં આવે તો, ગુરુ હેયમાંથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિ કરાવતા જ હોવાથી જ્ઞાનનું એ ફળ પ્રાપ્ત થઇ જ જાય છે. માટે ગુરુ પારતન્ય એ ફલતઃ જ્ઞાન રૂ૫ છે.llરપા ગુણવાનું ગુરુનું પારતન્ય ન હોય તો પણ ભાવશુદ્ધિથી વૈરાગ્ય સફળ બની શકશે એવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છેગુણવાનું ગુરુના પાતંત્ર્ય વિના, અપ્રજ્ઞાપનીય અન્ન જીવની સ્વઆગ્રહાત્મક ભાવશુદ્ધિ પણ માર્ગને હોઇ ન્યાયોપેત હોતી નથી યમ-નિયમ વગેરેથી થયેલી મનની અસંક્તિશ્યમાન અવસ્થા એ ભાવશુદ્ધિ છે. ગીતાર્થ મહાત્માના ઉપદેશનું અવધારણ કરવાની યોગ્યતા શુન્ય જીવ એ અપ્રજ્ઞાપનીય છે. શાસ્ત્રની શ્રદ્ધા કરતાં ય અધિક સ્વકલ્પનાનો અભિનિવેશ હોવો એ સ્વઆગ્રહ છે. ગીતાર્થ ગુરુ જે કાંઇ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કહે છે એ શાસ્ત્રાનુસારે કહે છે. એ મુજબ કરવાથી મારું હિત થશે આવી જે શ્રદ્ધા હોય છે. એના કરતાં જ્યારે પોતાની કલ્પનામાં કંઇક જુદું બેસે કે “આ રીતે કરીશ તો મારું હિત થશે ત્યારે મનમાં દ્વન્દ્ર ચાલે છે. ગુરુ વચન (શાસ્ત્ર વચન)મુજબ કરું કે મારી કલ્પનામાં બેસે છે એ મુજબ કરું? આમાંથી શાસ્ત્રશ્રદ્ધા નબળી અનનુસારી
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy