SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ साधुसामग्र्य-द्वात्रिंशिका १७७ पवृद्धितस्तन्निमित्तभावस्य परिहार्यत्वात् । ।१९।। यत्यर्थं गृहिणश्चेष्टा प्राण्यारंभप्रयोजिका। यतेस्तद्वर्जनोपायहीना सामग्र्यघातिनी।।२०।। यत्यर्थमिति। यत्यर्थं गृहिणः प्राण्यारंभप्रयोजिका चेष्टा = निष्ठितक्रिया तद्वर्जनोपायैराधाकर्मिककुलपरित्यागादिलक्षणैींना सती यतेः सामग्र्यघातिनी = गुणश्रेणीहानिकी ।।२०।। वैराग्यं च स्मृतं दुःखमोहज्ञानान्वितं त्रिधा। आर्तध्यानाख्यमाद्यं स्याद्यथाशक्त्यप्रवृत्तितः ।।२१।। वैराग्यं चेति । दुःखान्वितं मोहान्वितं ज्ञानान्वितं चेति त्रिधा वैराग्यं स्मृतम् । आद्यं = दुःखान्वितं आर्तध्यानाख्यं स्यात्, यथाशक्ति = शक्त्यनुसारेण मुक्त्युपायेऽप्रवृत्तितः। तात्त्विकं . तु वैराग्यं शक्तिमतिक्रम्यापि श्रद्धातिशयेन प्रवृत्तिं जनयेदिति ।।२१ ।। એવો પિંડ ગ્રહણ કરવો સાધુને કલ્પતો નથી.૧૯ [આ રીતે આવો પિંડ પરિહાર્ય બનતો હોવા છતાં ન ત્યાગે તો શું થાય? એ જણાવવા ગ્રન્થકાર કહે છે...] - સાધુ માટે ગૃહસ્થ પ્રાણીઓનો જેનાથી આરંભ થાય એવી ચેષ્ટા = સમાપ્તિ ક્રિયા કરે અને સાધુ મહારાજ તેનો પરિહાર જેનાથી થાય એવા આધાકર્મ કરનારા કુલોનો ત્યાગ વગેરે રૂપ ઉપાયો ન અજમાવે તો ગૃહસ્થની એ ચેષ્ટા સાધુના સામર્થ્યનો ઘાત કરનારી બને છે. એટલે કે સંયમપ્રત્યયિક ગુણશ્રેણિની હાનિ કરનાર બને છે. [સંયમપ્રાપ્તિ થયા બાદ જ્યાં સુધી સંયમ (છઠ્ઠું-સાતમું ગુણઠાણું) જળવાઇ રહે છે ત્યાં સુધી સંયમપરિણામો સ્વરૂપ શુદ્ધિના બળે અસંખ્યગુણનિર્જરા કરાવનાર ગુણશ્રેણિ ચાલુ રહે છે. સંયમ પાલનમાં વિશુદ્ધિ વધે એમ વધુ દલિકોની નિર્જરા થાય છે (એટલે કે દલિકોની અપેક્ષાએ ગુણશ્રેણિ વધે છે) ને વિશુદ્ધિ ઘટે એમ દલિકો ઓછા નિર્જરે છે એટલે કે દલિકોની અપેક્ષાએ ગુણશ્રેણિની હાનિ થાય છે.]ll૨૦સિાધુ સામગ્રના દ્વિતીય ભિક્ષા અંશની પ્રરૂપણા પૂર્ણ થઇ. હવે ત્રીજા અંશ વૈરાગ્યની પ્રરૂપણા કરવા ગ્રન્થકાર કહે છે–] (ત્રિવિધ વેરાગ્યો. વૈરાગ્ય ત્રણ પ્રકારે કહેવાય છે. દુઃખાન્વિત, મહાવિત અને જ્ઞાનાન્વિત.(દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત). આમાંનો પ્રથમ દુખાન્વિત વૈરાગ્ય આર્તધ્યાન રૂપ છે, કેમકે એમાં, મુક્તિના ઉપાયમાં યથાશક્તિ પણ પ્રવૃત્તિ હોતી નથી. એટલે કે શ્રદ્ધાની તીવ્રતાના કારણે શક્તિ કરતાં વધુ પ્રમાણમાં જે ઉપાદેયપ્રવૃત્તિ અને હેયનિવૃત્તિ, તે તો નથી હોતાં, પણ શક્તિને અનુરૂપ પણ તે હોતાં નથી. તાત્ત્વિક વૈરાગ્ય તો શ્રદ્ધાની તીવ્રતાના કારણે શક્તિને ઉલ્લંઘીને પણ પ્રવૃત્તિ કરાવે છે. [સંસાર પ્રત્યે કંટાળો-ખેદ-ભય આ વૈરાગ્ય છે. જેનો ભય લાગે એનાથી ભાગવા માટે જીવ જ્યારે પ્રયાસ કરે છે ત્યારે એ કલ્પના બહારનાં-પોતાના ગજા બહારનાં કાર્યો કરી નાખે છે. એ વાત પ્રસિદ્ધ છે. ટૂંકમાં, ભયથી શક્તિ-સામર્થ્ય વધે છે. વૈરાગ્ય એ સંસારથી ભય લાગવા સ્વરૂપ હોવાથી એ જેટલો જોરદાર એટલાં શક્તિ બહારનાં કાર્યો પણ શક્ય બને.] અનિષ્ટ એવા સંસારથી છૂટવાની ચિંતા એ જો વૈરાગ્યરૂપ ન હોય તો આર્તધ્યાનરૂપ હોય છે એ સ્પષ્ટ છે.ll૧il પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્યને પ્રરૂપવા કહે છે મૂિળમાં “સ્વેચ્છાલાભા’ શબ્દ જે રહેલો છે તેનો વૃત્તિમાં ઉલ્લેખ થયો નથી કે અન્વય દેખાડાયો નથી.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy