SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ साधुसामग्र्य-द्वात्रिंशिका क्रियान्तरासमर्थत्वप्रयुक्ता वृत्तिसंज्ञिका । दीनान्धादिष्वियं सिद्धपुत्रादिष्वपि केषुचित् ।।१२।। क्रियान्तरेति । क्रियान्तरासमर्थत्वेन प्रयुक्ता, न तु मोहेन चारित्रशुद्धीच्छया वा वृत्तिसंज्ञिका भिक्षा भवति । યં ચ ટીનાન્ધાવિવુ સંમતિ। યાદ [૪. ૧/૬-૭]– निःस्वान्धपंगवो ये तु न शक्ता वै क्रियान्तरे । भिक्षामटन्ति वृत्त्यर्थं वृत्तिभिक्षेयमुच्यते । १७१ नातिदुष्टापि चामीषामेषा स्यान्न यमी तथा । अनुकंपानिमित्तत्वाद्धर्मलाघवकारिणः । । तथा सिद्धपुत्रादिष्वपि केषुचिद्वृत्तिभिक्षा संभवति, आदिना सारूपिकग्रहः, दीनादिपदाव्यपदेश्यत्वाच्चैषां पृथगुक्तिः । श्रूयन्ते चोत्प्रव्रजिता अमी जिनागमे भिक्षुका यतो व्यवहारचूर्ण्यामुक्तं - 'जो अणुसासिओ ण पडिनियत्तो सो सारूविअत्तणेण वा सिद्धपुत्तत्तणेण वा अच्छिउं कंचिकालं । सारूविओ णाम सिरमुंडो अरजोहरणो अलाउएहिं भिक्खं हिंडइ अभज्जो अ । सिद्धपुत्तो णाम सवालओ भिक्खं हिंडइ वा णवा वराडएहिं वेंठलिअं करेइ लट्ठि वा धरेतित्ति”” । केषुचिदित्यनेन ये उत्प्रव्रजितत्वेन क्रियान्तरासमर्थास्ते गृह्यन्ते । येषां पुनरत्यन्तावद्यभीरूणां 1 માટે પૌરુષની નથી, તેમજ ચારિત્રશુદ્ધિની ઇચ્છા (ભિક્ષા દ્વારા નિર્વાહ ન કરે તો સ્વયં પચનાદિ ક૨વા પડે જેમાં ષડ્જવનિકાય આરંભ વગેરે થવાથી ચારિત્રશુદ્ધિ ન ૨હે. એટલે ચારિત્રશુદ્ધિ જાળવવા અને વધારવા માટે ભિક્ષા લેવાની ઇચ્છા) થી પ્રયુક્ત નથી હોતી, માટે સર્વસંપત્કરી પણ નથી. તેથી આ ત્રીજા પ્રકારની વૃત્તિભિક્ષા છે. અષ્ટક ૫/૬-૭ માં કહ્યું છે કે “નિર્ધન, અંધ, પંગુ વગેરે કે જેઓ અન્ય ક્રિયા કરવા માટે અસમર્થ હોય છે તેઓ જીવનનિર્વાહ માટે જે ભિક્ષાએ ફરે છે તે વૃત્તિભિક્ષા કહેવાય છે. આવા જીવો માટે આ ભિક્ષા પૌરુષઘ્નીભિક્ષા જેવી અતિદુષ્ટ નથી હોતી, કેમકે આ જીવો (ભિક્ષા વગેરે આપીને ક૨વાની) પ્રથમ બત્રીશીમાં દર્શાવાયેલી અનુકંપાના, નિમિત્તભૂત હોઇ ધર્મની તેવી લઘુતા ક૨ના૨ા હોતા નથી. (તેઓને જોઇને અનુકંપા જાગે છે, તિરસ્કાર નહીં.)” કેટલાક સિદ્ઘપુત્ર અને સારૂપિકોની પણ વૃત્તિભિક્ષા હોવી સંભવે છે. આ બધાનો ‘દીન’ તરીકે ઉલ્લેખ થતો ન હોવાથી જુદો ઉલ્લેખ કર્યો છે. દીક્ષા છોડી દેનારા પણ કેટલાક ભિક્ષાવૃત્તિવાળા હોય છે એવું શ્રીજિનાગમમાં સંભળાય છે. વ્યવહારચૂર્ણિમાં કહ્યું છે કે “પતિતપરિણામી થયેલા જેને ઘણી હિતશિક્ષા આપવા છતાં ફરી ચારિત્રના પરિણામ જાગતા નથી તે થોડા કાળ માટે સારૂપિક તરીકે યા સિદ્ઘપુત્ર તરીકે ૨હે. સારૂપિક એટલે જેને સિરે મુંડન કરાવ્યું હોય, ૨જોહરણ ન હોય, તુંબડું લઇને ભિક્ષાએ ફ૨ના૨ો હોય, પત્ની વિનાનો હોય. સિદ્ધપુત્ર એટલે જે કેશયુક્ત હોય, ભિક્ષાએ જાય યા ન જાય, વરાટકથી વેંટલિકા કરે, અથવા લાકડી રાખે.” બધા સારૂપિક વગેરેની ભિક્ષા વૃત્તિભિક્ષા નથી હોતી, કિન્તુ કેટલાકની જ હોય છે. જેઓ ઉત્પ્રવ્રુજિત હોઇ અન્ય ક્રિયા ક૨વામાં અસમર્થ હોય તેઓની જ ભિક્ષા વૃત્તિભિક્ષા બને છે એ જાણવું. (નાની ઉંમરમાં દીક્ષા લેવી વગેરે કા૨ણે વ્યાપારાદિ આવડતા ન હોય કે એનો અભ્યાસ ન હોય એ કા૨ણે અન્ય ક્રિયાનું અસામર્થ્ય સંભવે.) પણ ચારિત્રથી પતિત થયેલા પણ જેઓ અત્યંત પાપભીરુ હોય અને સંવેગની તીવ્રતાના કારણે પ્રવ્રજ્યા પ્રતિ જ જેઓનું મન ઢળેલું હોય તેઓની ભિક્ષા તો સર્વસંપત્ઝરીભિક્ષા જ જાણવી. આ બન્નેથી ભિન્ન પ્રકારના ઉત્પજિતોની અને અસદ્ આરંભી અન્ય જીવોની (જૈનભિન્ન અન્ય પુષ્ટ શરીરી ગૃહસ્થ વગેરેની) ભિક્ષા પણ १ योऽनुशिष्टो न प्रतिनिवृत्तः स सारूपिकत्वेन वा सिद्धपुत्रत्वेन वा स्थित्वा कञ्चित्कालं, सारूपिको नाम मुण्डशिरा अरजोहरणः अलाबुकैः भिक्षां हिण्डतेऽभार्यश्च । सिद्धपुत्रो नाम सवालः भिक्षां हिण्डते वा न वा वराटकैः वेण्टलिकां करोति यष्टिं वा धारयति, इति ।।
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy