________________
१७०
द्वात्रिंशद्वात्रिंश
दीक्षाविरोधिनी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता ।
धर्मलाघवमेव स्यात्तया पीनस्य जीवतः ।।११।।
दक्षेति । दीक्षाया विरोधिनी = दीक्षावरणकर्मवन्धकारिणी भिक्षा पौरुषघ्नी प्रकीर्तिता । तया जीवतः पीनस्य = पुष्टाङ्गस्य धर्मलाघवमेव स्यात् । तथाहि, गृहीतव्रतः पृथिव्याद्युपमर्दनेन शुद्धोञ्छजीविगुणनिन्दया च भिक्षां गृह्णन् स्वस्य परेषां च धर्मस्य लघुतामेवापादयति । तथा गृहस्थोऽपि यः सदाऽनारंभविहितायां भिक्षायां तदुचितमात्मानमाकलयन्मोहमाश्रयति सोऽप्य' नुचितकारिणोऽमी खल्वार्हताः' इति शासनावर्णवादेन धर्मलघुतामेवापादयतीति । तदिदमुक्तम् [अ. ५/४-५]
प्रव्रज्यां प्रतिपन्नो यस्तद्विरोधेन वर्तते । असदारंभिणस्तस्य पौरुषघ्नीति कीर्तिता ।। धर्मलाघवकृन्मूढो भिक्षयोदरपूरणम् । करोति दैन्यात्पीनाङ्गः पौरुषं हंति केवलम् । । अत्र प्रतिमाप्रतिपन्नभिक्षायां दीक्षाविरोधित्वाभावादेव नातिव्याप्तिरिति ध्येयम् । ।११ ।।
[પૌરુષની ભિક્ષા]
દીક્ષાની વિરોધિની ભિક્ષા એ પૌરુષની ભિક્ષા છે. હૃષ્ટપુષ્ટ વ્યક્તિ આવી ભિક્ષાથી જીવનનિર્વાહ કરે તો એનાથી ધર્મલાઘવ જ થાય છે. આમાં દીક્ષાવિરોધિની એટલે દીક્ષાના આવરણકર્મ ચારિત્રમોહનીયકર્મનો બંધ કરાવનારી. ધર્મનું લાઘવ આ રીતે થાય છે. વ્રતોનું ગ્રહણ કરીને પછી જે પૃથ્વીકાયાદિની વિરાધનાથી અને શુદ્ધ ભિક્ષા ૫૨ જીવનારા ઉદ્યતવિહારી સાધુઓની નિન્દાથી (નિન્દા કરીને) ભિક્ષાનું ગ્રહણ કરે છે તે સ્વ-પરના ધર્મનું લાઘવ જ કરે છે. એમ ગૃહસ્થ હોવા છતાં જે સદાઅનારંભ અંગે વિહિત એવી ભિક્ષા માટે પોતાને ઉચિત માને છે એ પણ મોહાધીન છે. આશય એ છે કે વેપાર અને રાંધવા વગેરેમાં આરંભ-સમારંભ થાય છે. એના કરતાં ભિક્ષાથી જીવનનિર્વાહ ક૨શે અને શેષ સમયમાં સામાયિક વગેરે કરશું એવું વિચારી જે ગૃહસ્થ ભિક્ષા માટે ફરે છે એ પણ મોહાધીન છે. કારણકે ‘આ જૈનો આવું અનુચિત કરાનારા છે! ઇત્યાદિ રૂપે શાસનના અવર્ણવાદ દ્વારા ધર્મલઘુતા જ કરે છે. અષ્ટક ૫/૪-૫ માં કહ્યું છે કે “પ્રવ્રજ્યાને સ્વીકા૨ના૨ો જે તેનાથી વિરુદ્ધપણે વર્તે છે, અસઆરંભી એવા તેની ભિક્ષા પૌરુષની કહેવાયેલી છે. પુષ્ટશ૨ી૨વાળો એવો પણ જે દીનતાથી ભિક્ષાવૃત્તિ કરવા દ્વારા ઉદરપૂરણ કરે છે, તે મૂઢ ધર્મની લઘુતા કરે છે અને માત્ર સ્વપુરુષાર્થને હણે છે.”
[શંકા - પ્રતિમાપ્રતિપન્ન શ્રાવક પણ આરંભ-સમારંભ કરવા-કરાવવા ન પડે એ માટે જ પ્રતિમાકાળે ભિક્ષાથી ઉદરપૂરણ કરે છે. તેથી એની ભિક્ષા પણ પૌરુષની જ કહેવાશે ને?]
સમાધાન – પ્રતિમાપ્રતિપક્ષ શ્રાવક મોહાધીન બની નહીં, પણ જિનાજ્ઞાને અનુસરીને ભિક્ષાથી નિર્વાહ કરતો હોવાથી એ ભિક્ષા દીક્ષાવિરોધિની હોતી નથી, અર્થાત્ ચારિત્રમોહનીય કર્મ બંધાવનાર હોતી નથી. ૫ણ ઉ૫૨થી જિનાજ્ઞાપાલન હોવાથી ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ ક૨વા દ્વા૨ા દીક્ષાને અનુકૂળ હોય છે. તેથી એની ભિક્ષામાં પૌરુષની ભિક્ષાના આ લક્ષણની અતિવ્યાપ્તિ થતી નથી એ જાણવું.॥૧૧॥ [હવે ત્રીજી વૃત્તિભિક્ષાનું લક્ષણ જણાવે છે–]
[વૃત્તિ ભિક્ષા]
ભિક્ષા સિવાયની અન્ય ક્રિયા કરવાનું અસામર્થ્ય હોવાના કા૨ણે જે ભિક્ષા હોય છે એ વૃત્તિ ભિક્ષા છે. દીન-અંધજન વગેરેને તેમજ કેટલાક સિદ્ધપુત્ર વગેરેને આ ભિક્ષા હોય છે. આ ભિક્ષા મોહ પ્રયુક્ત નથી હોતી,