SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ भक्ति-द्वात्रिंशिका १४९ पनात्वेऽवस्थान्तरकल्पनाविशेषाद्भाववृद्ध्यैव विहितत्वात्तवापि सिध्येयेन स्थापनमपि अश्लील(न) स्यादतो नैव शंकाव्यभिचारित्वम(?त्वे)] अष्टौ दिनानि यावदविच्छित्त्या = नैरन्तर्येण पूजा बिंबस्य दानं એટલે પ્રતિમા અંગે જળાભિષેક વગેરે વ્યવહાર ન કરવો જોઇએ.” આવી જે કોઇ શંકા કરે છે તે યોગ્ય નથી, તેનું કારણ નીચે મુજબ જાણવું– સિદ્ધાવસ્થાને ઉદ્દેશીને પણ અભિષેકાદિની યોગ્યતા સિદ્ધાવસ્થામાં પોતાનું તો કોઈ લૌકિક સંસ્થાન નથી, એટલે અંતિમ કાળે પ્રભુ જે પદ્માસનાદિમાં રહી નિર્વાણ સાધે છે એ આસનની મુદ્રા પ્રતિમામાં દર્શાવવામાં આવે છે. શ્રી તીર્થંકર પ્રભુનું અભિમત ફળ “સવિ જીવકરું શાસન રસી..' એ માટે તીર્થસ્થાપના પ્રાયોગ્ય સામગ્રી એ ઇસિત...એની પ્રાપ્તિ પૂર્વક છેલ્લી નિર્વાણ સાધક પદ્માસનાદિ મુદ્રાવાળું શરીર એ જ્ઞાયકસિદ્ધ દ્રવ્ય શરીર જાણવું. (દ્રવ્ય નિપામાં જ્ઞશરીરદ્રવ્ય આવશ્યક વગેરેની જે વાત આવે છે એવું આ જાણવું.) એટલે આ શરીરની પદ્માસનાદિ મુદ્રા પ્રતિમામાં ઘડવામાં આવે છે. જેમ સિદ્ધશિલા (જેના પર અનશન સીયું હોય તે શિલા) પર રહેલ આવશ્યકના જ્ઞાતા મહાત્માનું શરીર કે જે જ્ઞશરીર દ્રવ્ય આવશ્યક કહેવાય છે તે જોઇને “અહો! આ મહાત્મા આવશ્યકના જ્ઞાતા હતા” વગેરે ભાવોલ્લાસ પ્રગટે છે, નમસ્કારાદિ ક્રિયા થાય છે એમ નિર્વાણ સાધક પરમાત્માનું પાવન નિચેતન શરીર જોઇને પરમાત્માના તીર્થ સ્થાપના વગેરે અનુપમ ઉપકારોનું સ્મરણ થવા દ્વારા ભાવોલ્લાસ જેમ જન્મકલ્યાણક અને દીક્ષા કલ્યાણકની ઉજવણીના ભાગ રૂપે પ્રભુનો અભિષેક કરે છે એમ નિર્વાણ કલ્યાણકની ઉજવણી માટે પણ અભિષેક કરે છે. પણ એ વખતે પ્રભુનો મહાન્ આત્મા તો મોક્ષમાં સિધાવી ગયો હોય છે. એટલે દેવો, પ્રભુના નિર્વાણ સાધક મુદ્રામાં રહેલા નિચેતન દેહનો, એમાં પ્રભુના નિર્વાણનો (સિદ્ધાવસ્થાનો) આરોપ કરીને, અભિષેક કરે છે. તેથી એવી જ પાસનાદિ મુદ્રામાં રહેલી પ્રતિમાના જળાભિષેક વગેરે વ્યવહાર અંગે ઉક્ત શંકા કરવી ઉચિત નથી. હા, જેઓએ સર્વસાવદ્ય નિવૃત્તિ કરેલી છે તે સાધુઓને આ વ્યવહાર અનિષ્ટાપત્તિ રૂપ છે અર્થાત્ નિષિદ્ધ છે. પણ શ્રાવકો માટે, “એમાં જળ વગેરેના જીવોની વિરાધના રહી છે, સિદ્ધાવસ્થામાં અભિષેકાદિ હોતા નથી' વગેરે કારણો બતાવીને પણ નિષિદ્ધ કહેવી એ યોગ્ય નથી, કારણકે એ જો અયોગ્ય હોત તો દેવો પણ કરતા નહીં. એટલે કે દેવોએ જન્માવસ્થાને નજરમાં લઇને અભિષેક કર્યો હોવાથી જન્માભિષેક રૂપે કરાતો અભિષેક જેમ અનુચિત નથી, એમ દેવોએ નિર્વાણસિદ્ધાવસ્થાને નજરમાં લઇને નિર્વાણ સાધક મુદ્રાયુક્ત શરીરનો અભિષેક કર્યો હોવાથી તેવી મુદ્રાવાળી પ્રતિમાનો સિદ્ધાવસ્થાને ઉદ્દેશીને કરાતો જળાભિષેકાદિ વ્યવહાર પણ અનુચિત નથી. વળી, આ રીતે અભિષેકાદિપૂજા ઉચિત છે ને વિહિત છે એનાથી એ પણ જણાય છે કે જળાભિષેકાદિ સંબદ્ધ જન્માવસ્થા વગેરે રૂપ અન્ય અવસ્થાની સ્થાપનાનિપસ્વરૂપ પ્રતિમામાં કલ્પના પણ કરી શકાય છે અને આ રીતે કલ્પના કરવા દ્વારા જ ભાવવૃદ્ધિ થતી હોવાથી, ને એ રીતે ભાવવૃદ્ધિ માટે જ જળાભિષેકાદિ વિહિત છે. આ વાત તારે (શંકાકારે) પણ સ્વીકારવી જ જોઇએ જેથી સ્થાપના અશ્લીલ = અનુચિત ન થઇ જાય. નહીંતર તો, પદ્માસન વગેરે પણ સિદ્ધાવસ્થાની મુદ્રા નથી, કિન્તુ એની પૂર્વાવસ્થાની મુદ્રા છે. એટલે સ્થાપનામાં જો અવસ્થાન્તરની કલ્પના થઇ શકતી ન હોય, તો તો એમાં સિદ્ધાવસ્થાની કલ્પના પણ કેમ થઇ શકશે? માટે જેમ સિદ્ધાવસ્થાની કલ્પના થઇ શકે છે એમ, જન્માવસ્થા વગેરેની પણ ભાવવૃદ્ધિ માટે કલ્પના થઇ જ શકતી હોવાથી “જન્માવસ્થા વગેરે ન હોવા છતાં જન્માવસ્થા વગેરેની કલ્પના કરી જળાભિષેકાદિ કરવા” વગેરરૂપ વ્યભિચાર નથી. આમ આમાં પૂર્વોક્ત અનિષ્ટાપત્તિની શંકા કે આ વ્યભિચાર એ બેમાંથી
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy