SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ द्वात्रिंशदद्वात्रिंशिका न्यायार्जितद्रव्य)भावशुद्धनिष्पन्नविवस्य स्थापनावसरे बल्यादि-विघ्नोपशान्त्यर्थमापादनमसारं, भावशुद्धेनैव(? भावशुद्ध्यैव) सिद्धेः, मैवं, भावसत्यान्तरितस्थापनायां तत्प्राधान्यात्सत्यतातिशयेन स्वारसिकेनैव सिद्धेः। अत्र तूपचारादेव क्षेत्राधिष्ठातृप्रस्तुतशान्त्याद्यर्थं शासनोत्रतित्वेन विशेषाभ्युदयतासिद्धेः, अन्यथाऽप्रतिष्ठापत्तेः । केवलं भावसिद्धत्वे पद्मासनपर्यंकादिमुद्राविधीयमानत्वे सिद्धावस्थात्वे जलाभिषेकादिव्यवहतित्वमनापत्तिः यत्परैरुच्यते तत्र, तदेवाभिमतफलेप्सितावाप्तिपूर्वकज्ञायकसिद्धद्रव्यशरीरमत्त्वे(? शरीरत्वे)नामरैरपि तद्विहितत्वात्सर्वसावध(?द्यनिवत्तिमतामनिष्टापत्तिर्भवितेत्यारेकापहारः। तस्मात्स्था. વિનોની શાંતિ એ ભાવશુદ્ધિથી થઇ જાય છે. પણ આ બલિ વગેરેનું જે વિધાન છે એ તો ઉપચારથી પ્રતિમામાં જે પ્રતિષ્ઠા થાય છે એના અંગે છે. આશય એ છે કે વીતરાગતા રૂપ નિજભાવ એ ભાવસત્ય છે. પણ હાલ એ કર્મોથી અન્નહિત છે, તેથી વીતરાગના આલંબને થયેલા અધ્યવસાય દ્વારા એની સ્વઆત્મામાં સ્વાભાવિક ઉપચાર રૂપે પ્રતિષ્ઠા કરવામાં આવે છે. જે વ્યક્તિને વીતરાગપ્રભુ પ્રત્યે અત્યંત આદર બહુમાન હોય એ જ આ રીતે પ્રતિષ્ઠાકાળે પોતના આત્મામાં વીતરાગનું સ્થાપન કરી શકે છે, અન્ય વ્યક્તિ નહીં. અને જેને એવા આદર બહુમાન છે એ તો પ્રભુની આજ્ઞાનો આદર કરવાનો જ. અર્થાત્ બિંબનિર્માણ અંગે જે કાંઇ વિધિ દર્શાવેલ હોય તેનું પાલન કરવાનો જ. (કદાચ આદરમાં થોડી કચાશ હોય તો, એને પૂર્ણ કરવાનો ઉપાય પણ આ જ છે કે ડગલે ને પગલે પ્રભુના વચનોને યાદ કરી એને અનુસરવા દ્વારા પ્રભુને હૃદયસ્થ કરતા રહેવું.) જે બિંબનિર્માણ અંગેની વિધિ પ્રત્યે “એ વિધિ જાળવી તો યે શું ને ન જાળવી તો યે શું?” એ રીતે બેદરકારી સેવે છે અને પ્રભુ પ્રત્યે એટલો આદર નથી એ સ્પષ્ટ છે. તેથી પ્રતિષ્ઠાકાળે એ ગમે એટલો પ્રયાસ કરે પણ સ્વાત્મામાં વીતરાગ ભાવનું સ્થાપન કરી શકતો નથી. આ વીતરાગ ભાવનું સ્થાપન એ કાંઇ જેવી તેવી ચીજ નથી કે ઇચ્છા કરી ને થઇ જાય. એટલે આ નિજભાવની સ્થાપના અંગે ઉક્ત વિધિપાલન ભાવશુદ્ધિ પ્રાધાન્ય ધરાવે છે. વળી આ વિધિપાલન જો સ્વારસિક હોય (એટલે કે પોતાની જ એવી અંદરની રુચિ-ઇચ્છાથી થતું હોય) તો જ એ સત્યતાના અતિશયવાળું બને છે. આશય એ છે કે આગમવંચનોનું જેમ-જેમ પાલન થતું જાય એમ એમ એને સત્ય ઠેરવ્યા કહેવાય. આગમમાં જણાવેલી ઝીણી ઝીણી વિધિનું પણ પાલન હોવું એ સત્યતાનો અતિશય છે. જો અંદરની રુચિથી વિધિ પાલન થતું હોય તો જ ઝીણી ઝીણી વિધિની પણ કાળજી લેવાય છે. અંદરની રુચિ ન હોય, પણ બહારથી કોઇના કહેવા વગેરેથી વિધિપાલન થતું હોય, તો ઝીણી વિધિ અંગે ઉપેક્ષા થાય છે ને તેથી સત્યતાનો અતિશય સિદ્ધ થતો નથી એમ જાણવું. આમ સત્યતાના અતિશયવાળા સ્વારસિક વિધિપાલનથી જ ભાવશુદ્ધિ ઊભી થાય છે જે બિંબને ભાવશદ્ધ બનાવે છે. ને આ ભાવશુદ્ધિ સ્વઆત્મમાં નિજભાવસ્થાપના રૂપ મુખ્ય પ્રતિષ્ઠા અંગે પ્રાધાન્ય ધરાવે છે, ને એથી એ અંગેના વિપ્નોને ઉપશાંત પણ જરૂર કરે છે. અત્ર તૂ... પણ પ્રતિમામાં જે પ્રતિષ્ઠા થાય છે એ અંગે ક્ષેત્રદેવતા વગેરે ઉપશાન્ત રહે અને વિજ્ઞાદિ ન કરે એ માટે બાકળા વગેરેના ઉપચાર જ આવશ્યક હોય છે. નિર્વિબતયા પ્રતિષ્ઠા થવાથી શાસનની ઉન્નતિ થાય છે ને એ જોઇને પ્રતિષ્ઠાપકને આનંદ થવાથી વિશેષ પુણ્યાનુબંધી પુણ્ય રૂ૫ અભ્યદય સિદ્ધ થાય છે. તેથી બાદિ વિધાન ઉચિત જ છે, ને એ વગર તો ક્ષેત્રદેવતા કોપવાથી વિઘ્ન કરે તો પ્રતિમાની પ્રતિષ્ઠા જ અટકી પડવાથી ‘અપ્રતિષ્ઠા' ની આપત્તિ આવે. વક્ત ભાવસિદ્ધત્વે... “નિજ આત્મામાં થતી મુખ્ય પ્રતિષ્ઠા ભાવથી સિદ્ધ થઇ જાય છે. પ્રતિમામાં પદ્માસનપર્યકાસન વગેરે મુદ્રા દ્વારા સિદ્ધાવસ્થાની સ્થાપના થાય છે ને સિદ્ધાવસ્થામાં તો જળાભિષેક વગેરે હોતા નથી.
SR No.022084
Book TitleDwatrinshad Dwatrinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1995
Total Pages252
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy