SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિગુણ વાડે કરી તેના બાહ્ય અને આત્યંતર રક્ષણની યોજના કરેલી છે, જે ધમેં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર સ્તંભ માંડી તેની આસપાસ શીતળ દયાને છાયા મંડપ રોપેલ છે અને જે ધમે ગુરૂવર્ગદ્વારા તેને સિંચન કરવા માટે શ્રુતજ્ઞાનના મધુર જળની દેશનારૂપી ની ચાલતી રાખી છે, તે જૈન ધર્મની સતત દિવ્યલાભ આપનારી સેવા કરવાનું કર્તવ્ય શિથિલ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તે પછી સમાજક્ષની અધોગતિ થાય તેમાં શું આશ્ચર્ય ! હવે જેન પ્રજાએ સમજવું જોઈએ કે, આપણા ધર્મની ભાવનામાંથી સર્વ પ્રકારનું શ્રેય સંપાદન કરવાના સાધનો મળી શકે તેમ છે. આપણું ધર્મના આચાર-વિચાર અને અધ્યાત્મિક ભાવનાએ વિદેશી અને સ્વદેશી જનસમાજને પણ હમણાં મહાન મેહ ઉત્પન્ન કર્યો છે. કેટલાએક નિષ્પક્ષપાતી પંડિતો તો. ઉચ્ચસ્વરે જણાવવા લાગ્યા છે કે ભારતવર્ષના અર્વાચીન ઇતિહાસમાં જૈનધર્મના મહાન સંસ્થાપક મહાવીરે પોતાના વિશાળ જ્ઞાનને દુંદુભિ વગાડી ભારતવર્ષની પ્રજામાં ધર્મ જાગ્રતિને સમય સૂચવ્યો છે. અને દયામય ધાર્મિક જીવનનો પ્રકાશ પૂર્ણ રીતે પાડ્યો છે.” આવા એક મહાન ધર્મની વિજય પતાકા કાના બળથી ફરકી છે? જેનો પ્રભાવ અત્યારે ચારે તરફ પ્રસરેલ છે, એવા જૈન પ્રજાના વૈભવ વૃક્ષને જોરદાર અંકો શાથી છુટ્યા છે ? અને ભવિષ્યમાં પુટવાના છે ? આ વિષે દીર્ઘ વિચાર કરવાથી હૃદયમાં ખાત્રી થશે કે, એ બધે પ્રભાવ જૈનધર્મના એક મહાન તત્ત્વને છે. એ તત્વનું નામ સમ્યકત્વ છે. વિવિધ દેશનાઓ અને ભાવનાઓમાં ઓતપ્રોત થઈ રહેલું એ સમ્યકત્વ તત્વ આહંત ધર્મના મહાન પ્રાસાદનો પાયો છે. મનુષ્ય શરીરમાં વહી રહેલા ધાર્મિક જીવનો ઉલ્લાસ એ તત્વના વેગથી પ્રગટે છે. જેનધર્મના ઉત્તમ આરાધકેએ આજપર્યત યત્ન કરી હૃદયમાં રાખી મુકેલું, પ્રાણના કરતાં પણ પ્રિય માનેલું અને ઉત્કંઠાપૂર્વક અવલેકન કરેલું એ સમ્યકત્વરત્ન ભારતવર્ષની સર્વ ધર્મ ભાવનાઓમાં વિજય મેળવી શક્યું છે. એ રત્નના પ્રભાવથી ભારતમાં નિરવધિ દાનના પ્રવાહ વહ્યા છે. અને વહે છે, શીળરૂપ ચિંતામણિના ચમત્કાર બન્યા છે અને બને છે, પરીષહ રૂપ પર્વના ભારને સહન કરનારી તપસ્યાઓના અદ્દભુત પ્રગટયા છે અને પ્રગટે છે અને અધ્યાત્મના અનુપમ આનંદને આપનારા અને દિવ્ય ભવ્યતાને ભભકાવનારા ભાવો ઊદૂભવ્યા છે અને ઉદ્દભવે છે. એવા સમ્યકત્વરનના પ્રભાવિક કિરણને પ્રગટ કરનારી અને અનુપમ
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy