________________
પસ્તાવના.
વ્ય અને પ્રભાવિક અતિશયોના ચમત્કારી મહિમાથી આ ભાન રતવર્ષની ભવ્ય પ્રજાને ચકિત કરનાર અને આધિ, વ્યાધિ અને
ઉપાધિને પ્રકટ કરનારા કર્મજાળમાંથી અનેક જીવોને ઉદ્ધાર
કરનાર, સુરેન્દ્રનંદિત ભગવાનશ્રી વીરપ્રભુના છેલ્લા શાસનને આજે • ઘણાં શતકે થઈ ગયા છે. કાળની અનંત શક્તિના પ્રભાવથી આચાર-વિચારમાં અનેક પરિવર્તન થયા છે અને થાય છે. તથાપિ જગતના તમામ ધર્મોના શિખર ઉપર સનાતન જૈન ધર્મ પિતાનું સ્થાન રાખી રહ્યો છેપિતાની અદ્વિતીયતા સાચવી શક્યો છે. જે કે દેશકાલાનુરૂપ નિયમોની સુધારણ કરવામાં તે ધર્મની પ્રજાની અપ્રવૃત્તિ થવાથી સમાજની જોઈએ તેવી પ્રાચીન ઉચ્ચ ભાવના ટકી શકી નથી, અને તેથી સમાજની શોચનીય અવસ્થા થતી જાય છે, તથાપિ એ ધર્મની ઉચ્ચ ભાવનાના સંસ્કારોને લઈને હજુ સમાજ ઉન્માર્ગગામી થઈ શક્યો નથી; એ આશાજનક અને આનંદપ્રદ છે.
અમુક સમયે જેનસમાજની ભાવના ઉપર અનેક આઘાત થયા હતા, અને તે ભાવના દઢ અને મહાન કિલ્લાને તેડવા માટે મિથ્યાત્વીઓનું મહાબળ એકત્ર થયેલું પણ તે મહાન ભાવનાને કિલ્લે તેની પુરાણુ રચનાને જેમ તેમ રીતે પણ અદ્યાપિ ટકાવી રહ્યો છે તે પણ તેમાં કેટલાએક ફાટા પડી ગયા. જે
જૈન” એ નામને ધારણ કરી ભારતમાં પ્રવર્તાવા લાગ્યા છે, તથાપિ એટલી તે સંતોષની વાત છે કે, શ્રી વીરવાણીના મૂળતા ઉપર કોઈ ભિન્ન ધર્મની ભાવના હજુ વિજય મેળવી શકી નથી. • -
જે ધમે સર્વ સમાજરૂપી મનહર વૃક્ષને ઉછેરી ખીલવવા માટે સદાચારની ઉચ્ચ પ્રણાલીના કયારા બાંધેલા છે, જે ધર્મે દેવ, ધર્મ અને ગુરૂતત્વની