SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૫૫ નું મારું ચાતુર્માસ શ્રી નમિનાથજી જૈન દેરાસર, પાયધુની, મુંબઈ મુકામે ટ્રસ્ટીઓની વિનંતિથી થતાં આ સમય દરમિયાન આ ગ્રંથનું વિસ્તૃત વિવેચન લખવાની પ્રેરણા જાગી અને આ કાર્ય અહિં સંપન્ન થયું. આ ગ્રંથના પ્રકાશનમાં માર્ગદર્શન આપીને કે અભિરૂચિ બતાવીને જેઓ મને સહાયક થયાં છે તેમના નામનો ઉલ્લેખ કરવાનું હું ટાળી શકતો નથી. તે સૌનો હું કૃતજ્ઞ છું. આચાર્યશ્રી વિશાલસેન સૂરિજી મહારાજ તથા સર્વશ્રી ચંદ્રકાંતભાઈ અમૃતલાલ દોશી. (જૈન સાહિત્ય વિકાસ મંડલ, ઇરલા બ્રીજ) સુશ્રાવકવર્યશ્રી ગોવિંદજીભાઈ જીવરાજ લોડાયા, (જૈન દર્શનના વિદ્વાન), શ્રી હર્ષદભાઈ મણીલાલ સંઘવી, પંડિતવર્યશ્રી પુનમચંદભાઇ, મુકતાબેન ભટ્ટ, નીલેશ્વરીબેન કોઠારી, અરવિંદ પ્રિન્ટર્સના માલીક અરવિંદભાઈ રાવલ વગેરેના સહયોગથી આ કાર્ય સરળ બન્યું છે, જે ચેરીટેબલ ટ્રસ્ટો અને મહાનુભાવો તરફથી જ્ઞાનખાતામાંથી આર્થિક અનુદાન મળ્યું છે તેના નામો અહિં સાભાર પ્રકાશિત કરેલ છે. ' ગ્રંથના મુદ્રણકાર્યમાં ધાર્યા કરતાં જરૂર વિલંબ થયો છે પણ સર્વાગ સુંદર પ્રકાશન આપની સમક્ષ મૂકી શકયાનો આનંદ છે. અસ્તુ. કલિકુંડ પાર્શ્વનાથ જૈન મંદિર શાંતાક્રુઝ (ઇસ્ટ), મુંબઈ - ૫૫ તા. ૨૦-૭-૨૦૦૦
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy