SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રચના વધુ મૂળભૂત લાગે છે, પ્રાચીન જણાય છે. આ ઉપરાંત હૃદય-પ્રદીપ પáિશિકાનું સટીક-ગુજરાતી ભાષાંતર શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગરથી વિ.સં. ૧૯૭૩ માં પ્રકાશિત થયું હતું. તેની પ્રસ્તાવનાના આધારે આ મૂળશ્લોકો ઉપરની સંસ્કૃત ટીકા તત્કાલીન સંસ્કૃતના વિદ્વાન શાસ્ત્રીજી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમજ હૃદય-પ્રદીપ ષત્રિંશિકાનું ઇંગ્લિશ નોટ-વિવરણ સહિત બીજું પ્રકાશન સન ૧૯૭૧ માં વી.જે. સભા, ભાવનગર થી મુદ્રિત થયું હતું. ઉપરાંત આ ગ્રંથ ઉપર આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજી મહારાજે અર્વાચીન અને આધ્યાત્મિક શૈલિમાં વિવેચન તૈયાર કર્યું છે. જે ગ્રંથ “ચેતન,? જ્ઞાનદીપ પ્રગટાવો” એ નામે રત્નત્રયી ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ છે સૌને વાંચવા માટે ઉપયોગી છે. એ ગ્રંથમાંથી હદય પ્રદીપ પ્રગટાવો' એ લેખ સાભાર ઉદ્ભૂત કર્યો છે. પ્રસ્તુત ગ્રંથનું આ માત્ર પુનર્મુદ્રણ નથી પરંતુ તેનો પરિષ્કાર કરીને અત્રે શ્લોકાઈ તથા ભાવાનુવાદ આપેલ છે. તે ઉપરાંત સોનામાં સુગંધ ભળે તેમ વિદુષી નીલેશ્વરીબેન કોઠારી તરફથી ઇંગ્લિશમાં કરવામાં આવેલ સમશ્લોકી પદ્યાનુવાદ જેવું Poetic Presentation, Explanation તથા Glossary થી આ ગ્રંથનું ગૌરવ વધ્યું છે. નીલેશ્વરી બેને આ કાર્ય ઘણીજ આત્મીયતાથી કરી આપ્યું છે. તેમની સ્વાધ્યાયરૂચિને હું આવકારું છું. મારા પ્રવજયા-જીવનના બાલ્યવયમાં આ સંસ્કૃત ગ્રંથ મેં મુખપાઠ કર્યો હતો તેનો રસાસ્વાદ હજી સુધી હું ભૂલ્યો નથી. તેના પરિણામે આ ગ્રંથનું પરિષ્કૃત અને પરિમાર્જિત પ્રકાશન કરવાની પ્રેરણા જાગી અને મારા પરમ ઉપકારી પૂજય ગુરૂમહારાજ આચાર્યદેવ શ્રી ચિદાનંદ સૂરિશ્વરજી મહારાજે પણ મારી ભાવનાને વારંવાર પ્રોત્સાહન આપીને અભિવૃધ્ધિ કરી અને વૃધ્ધ ઉમરે પણ કાળજી લઇને મને આશીર્વાદ આપીને આ કાર્ય સરળ બનાવ્યું તેનો હું ઋણી છું. પરિણામે આજે આ ગ્રંથ આપની સમક્ષ મૂકી શકયો છું.
SR No.022080
Book TitleHriday Pradip Shat Trinshika
Original Sutra AuthorN/A
AuthorMrigendravijay, Nileshwari Kothari
PublisherJain Yog Foundation
Publication Year2000
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy