SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ सम्बोधसप्ततिः ગાથા-૭૪ - પૌષધનું ફળ ૪૨૩ व्याख्यातृभिः श्रीमद्भिः सिद्धसेनसूरिभिरयमर्थः प्रकाशितः, तद्यथा-"सोऽष्टमीमित्यादि ।" स च पौषधोपवास उभयपक्षयोरष्टम्यादितिथिमभिगृह्य निश्चित्य बुद्ध्या । अन्यतमां वेति प्रतिपदादितिथिमनेन चान्यासु तिथिषु अनियमं दर्शयति नावश्यतयाऽन्यासु कर्त्तव्योऽष्टम्यादिषु तु नियमेन कार्यः" इति । एनं च भाष्यार्थं विवादास्पदपाठानां भवदिष्टोऽर्थो न कथमप्यनुगच्छति, न च तथाविधप्रामाणिकस्पष्टार्थापलापोऽपि युज्यते । अतः 'प्रतिदवसानुष्ठेये सामायिकदेशावकाशिके' - સંબોધોપનિષ વ્યાખ્યાકાર એવા શ્રીસિદ્ધસેનસૂરિજીએ આ પાઠનો અર્થ આ પ્રમાણે કહ્યો છે - તે આઠમ ઇત્યાદિ, તે = પૌષધોપવાસ બંને પક્ષની આઠમ વગેરે તિથિને જાણીને = બુદ્ધિથી નિશ્ચિત કરીને, અથવા તો અન્ય = એકમ વગેરે તિથિને જાણીને. આમ કહેવા વડે અન્ય તિથિઓમાં અનિયમ દર્શાવે છે. કે અન્ય તિથિઓમાં અવશ્ય ન કરવો જોઇએ, આઠમ વગેરેમાં તો અવશ્ય કરવો જોઈએ. વિવાદાસ્પદ પાઠોનો તમને જે અર્થ ઈષ્ટ છે, તે અર્થ આ ભાષ્યના અર્થને કોઈ રીતે અનુસરતો નથી. અને તેવા પ્રકારના પ્રમાણભૂત મહાપુરુષોએ જે અર્થ સ્પષ્ટરૂપે કહ્યો છે, તેમનો અપલાપ ઉચિત નથી. માટે સામાયિક-દેશાવકાસિક પ્રતિદિન કરવા યોગ્ય છે એવું જે કહ્યું છે, તેમાં પ્રતિદિવસ કરવા યોગ્ય’ આ પદનો
SR No.022079
Book TitleSambodh Saptati Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy