________________
૩૦૮ ગાથા-૬૫ માંસની સર્વ અવસ્થામાં નિગોદ સમ્બોધક્ષતિ:
અભિધાન ચિંતામણિ ગ્રંથ એ નામમાલા છે. જિનશાસનમાત્ર આધારિત ગ્રંથ નથી. માટે જ તેમાં ઇન્દ્રનો દીકરો જયદત્ત છે, કૂબેરનો દીકરો નલકૂબેર છે, ઇત્યાદિ લૌકિકધર્મસમ્મત તથા લોકસમ્મત વાતો જણાવી છે, તેથી ‘મઘકીટો વગેરે રસજ છે' આ વચનના જ આધારે ‘અસંખ્યાત જીવોનો અભ્યુપગમ' સિદ્ધ કરવો મુશ્કેલ છે.
યોગશાસ્ત્રમાં માખણમાં સુસૂક્ષ્મ જીવોની ઉત્પત્તિની પ્રરૂપણા કરી છે. નિગોદજીવોની ઉત્પત્તિ [સાર્વત્રિક હોવાથી, તેમાં વિશેષરૂપે (વિશિષ્ય)] દોષાવહ કહી નથી. એ વાત કેટલાકો કહે છે, પણ યોગશાસ્ત્રમાં જ માંસમાં અનંત જીવોનો ઉત્પાદ હોવાથી તે અભક્ષ્ય છે, એવું કહ્યું છે, તેનું-શું ? જો નિગોદ જીવોનો ઉત્પાદ સાર્વત્રિક હોય, તો માંસમાં પણ તેના ઉત્પાદની સિવાયનું કારણ જ રજુ કરવું ઉચિત હતું. જો એમ માનીએ કે કલિકાલસર્વજ્ઞને - મદિરા આદિમાં અસંખ્ય જીવોનો ઉત્પાદ અને માંસમાં અનંત જીવોનો ઉત્પાદ માન્ય હતો – તો મન્ને મર્હુમિ (ગાથા - ૬૪) આ ગાથાના ‘અસંખા' કે ‘અણંતા' બંને ય પાઠ દ્વારા વિરોધ આવે છે. કારણ કે માંસમાં અસંખ્ય જીવોનું પ્રતિપાદન સંગત નહીં થાય અને મદિરા આદિમાં અનંત જીવોનું પ્રતિપાદન સંગત નહીં થાય. મારી અલ્પમતિ અનુસારે અહીં લેશ વિચારણા કરી છે. આ વિષયમાં બહુશ્રુતો જે કહે તે પ્રમાણ છે ।।૬૫।।