SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् मम मंगलमरिहंता सिद्धा साहू सुअं च धम्मो अ । खंती गुत्ती मुत्ती अज्जवया मद्दवं चेव ॥ આ ગાથા ફોડ પાડીને કહે છે કે આ ધર્મો અરિહંતો અને સિદ્ધો અને સાધુની જેમ - એમની જોડાજોડ બેસે એવા મંગળકારકો છે. ધર્મનું શરણ એટલે ક્ષાંતિ-માર્દવઆર્જવ જેવા ધર્મગુણોનું શરણ. એ વંછિત પૂરે, કામ સુધારે અને માન વધારે એવા ધર્મના અંગો છે. વર્તમાનને વર્ધમાન કરે એવા છે. ९४ શ્રમણ આ ધર્મોને આશરે, ઈશારે અને અણસારે જીવે છે. એ શ્રમણોની જીવનરીતિ છે, જીવનશૈલી છે, જીવનનીતિ છે. એ જ શ્રમણોની ઓથ છે, મૂડી છે અને શ્રમણ જીવનનાં મંડાણ પણ એના ઉપર જ હોય. વર્તમાનકાળે શ્રમણો અન્યાન્ય આધારો શોધવા સાધવા તરફ ઝૂકતા જણાય છે, તેનું કારણ આ સદ્ધર આધાર સાંપડ્યા નથી એ જ હોઈ શકે. જેમ સંગીતકારનો આધાર સંગીત જ હોય, ચિત્રકારનો આધાર ચિત્રકળા જ હોય. સાચો સાહિત્યકાર ‘હે કલમ, હું તારે ખોળે છું' એમ કહીને સાહિત્યની સેવા કરે. શ્રમણ આ શ્રમણધર્મોને ખોળે શીશ ઝુકાવે. શ્રમણનું શ્રમણત્વ આ ધર્મ થકી છે. શ્રમણને આ જ જોઈએ, શ્રમણ આમાં જ આગળ વધવા ચાહે, શ્રમણ આમાં જ રાજી રહે.
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy