SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् (પરિશિષ્ટ-૧) શ્રમણ ધર્મોઃ આત્મશુદ્ધિનું સોગ રસાયણ શ્રમણજીવનમાં પાંચ મહાવ્રત પછી દશ શ્રમણધર્મોનું સ્થાન આવે છે : વય-સમાધને... ચરણસિત્તરીનો એક પ્રમુખ ભાગ છે દશ શ્રમણધર્મો. પાંચ મહાવ્રતની વાડ લગાવ્યા પછી એમાં વાવવાનું – ઉછેરવાનું જે છે તે આ ક્ષમા, મૃદુતા, ઋજુતા આદિ ધર્મો જ. બૌદ્ધ પરંપરાએ આ ધર્મોને દશ પારમિતા ગણાવી છે. પારમિતા એટલે પાર પહોંચાડનાર પરિબળો. જયારે આ દશે ય ગુણો પૂરેપૂરા વિકસિત થશે ત્યારે જીવાત્માને નિર્વાણની ઉપલબ્ધિ થશે. રસાયણો પુષ્ટિ-પરિષ્કાર-પરિવર્તનનું કામ કરતાં હોય છે. ક્ષમાદિ ધર્મો આત્મામાં એ જ કામ કરે છે. આત્માને પુષ્ટ કરે છે અને એનું રૂપાંતર કરતાં કરતાં એને પરમાત્મા બનાવે છે. એ દરમ્યાન તેની પ્રવર્તમાન સ્થિતિમાં અદ્ભુત પરિષ્કાર લાવી એના જીવનને પૂજ્યપાવન - પ્રશાંત બનાવી દે છે. આ ધર્મો શ્રમણના જીવનધ્યેય-જીવનાદર્શ તો છે જ કિંતુ જીવમાંગલ્યના પણ સંવાહક છે એ પણ શાસ્ત્રોએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. પાક્ષિકસૂત્રના પ્રારંભે કહેવાયું છે :
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy