SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ५६ પરિશિષ્ટ-૩ श्रामण्योपनिषद् આરાધના શતક પ્રક્ષ્મી પંચ પરમેષ્ઠીને, ભાવ મુનિ સવિશેષ; મુનિ ગુણ ગણને ગાઈશું, લેવા ગુણની શેષ. ૧ મુનિ પદ પામે સાતમા; જાણે નિજનું રૂપ; વધતે ભાવે જો વધે, તો હુ એ સિદ્ધ સ્વરૂપ. ૨ જે જીવો ભવજલ તર્યા, પામે વળી નિસ્તાર; ભાવિમાં જે પામશે, મુનિપદને આધાર. ૩ અખંડ નૌકા સાધવા, જે ધારે નિઃશંક; તે તો કદી બૂડે નહીં, રાય હોય કે રંક. ૪ જેણે મુનિતા મેળવી, તેને નહીં ભવલેશ; ભવસ્થિતિએ ભવમાં રહે, તો પણ ન લહે ક્લેશ. પ મુનિના ગુણ અનંત છે, પણ દશ ગુણ વિખ્યાત; એ ગુણ જે સાચે ધરે, તે મુનિ જાત સુજાત. ૬ ક્ષમા મૃદુતાર્જવ મુક્તિ ને, તપ સંયમ છે ધર્મ; સત્ય શૌચ અકિંચનપણું, બ્રહ્મ એ દવિધ ધર્મ. ૭ ક્ષમા પ્રથમ છે સર્વમાં, ક્ષમા રહિત નહીં ધર્મ; ક્ષમા ભુષણ છે મહાવીરનું, ક્ષમા ન બાંધે કર્મ. ૮ ક્ષમા પ્રાપ્ત જીવો સવિ, ક્ષણ ક્ષણ કરે અપરાધ; જો નવી ખમીએ જીવને, તો વધે વૈર અગાધ. ૯
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy