SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ श्रामण्योपनिषद् શબ્દ વગેરે વિષયોથી શ્રોત્ર વગેરે ઈન્દ્રિયોને પાછી ખેંચી લેવી અને રાગાદિનો પરિહાર કરવો, એ સંયમ કહેવાય છે. ૩ ક્રોધને કાપી નાખવો, માનનું મર્દન કરવું, લોભનો વિલોપ કરવો અને માયાની કાયાનો અગ્નિસંસ્કાર કરવો, એ સંયમ કહેવાય છે. જો જે મનદંડને અત્યંત મથી નાખવું, જે વચનદંડને દંડ આપવો, જે દેહદંડનું મરણોત્તર કાર્ય કરવું, એ સંયમ કહેવાય છે. //પા. તે આ સત્તર પ્રકારનું સંયમ કહેવાય છે. જેને જાણવાથી શું નથી જાણ્યું ? જેને જોવાથી શું નથી જોયું? જેને સાંભળવાથી શું નથી સાંભળ્યું? Ill વાક્પટુની વાતોથી સર્યું, ખોટા તંત્રોની કલ્પનાથી પણ સર્યું, એક સંયમની આરાધના કરો, એટલી જ જિનેશ્વરોની આજ્ઞા છે. //શા વિદ્યા, મંત્ર, તંત્રના જાણકારો પણ ન કરી શકે તેવી વસ્તુ ધરતી પર છે. પણ જેઓ સંયમથી શોભાયમાન છે, તેમના માટે તો દુનિયામાં કાંઈ જ અસાધ્ય નથી. ૮
SR No.022076
Book TitleShramanyopnishad
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages144
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy