SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાટ કાર્યો કરીને ય પડદાની પાછળ જ રહેનારા એવા જિતાભિમાન મહાત્મા, માયા કરતાં જ ન આવડે એવા સરળહૃદયી સંયમી ભગવંતો અને સ્વશરીર પ્રત્યે પણ નિ:સ્પૃહ એવા મહાપુરુષો આજે આ ધરતીને પાવન કરી રહ્યા છે. કોઈએ સગાઈ તોડી છે, તો કોઈએ છેડાછેડી છોડી છે, કોઈએ નવજાત બાળકની મમતા છોડી છે, તો કોઈએ વિવાહ બાદ પણ અખંડિત બ્રહ્મચર્ય પાળીને સંયમ લીધું છે. સ્ત્રી સામે આવતા જેમના પાંપણો પર જાણે ડુંગરાઓના ભાર ખડકાઈ ગયા હોય એમ ઢળી પડે છે.... કમાલ... વમ્મક્ષત્રિયં વિચારતા..... નિર્પ્રન્થાલ્તેઽપિ ધન્યા..... આ મહાત્માઓના સાધનાનું વર્ણન કરવામાં શક્તિ અને આયુષ્ય બંને ઓછા પડે એમ છે. આ મહાત્માઓના પ્રભાવે જ પરમાત્માનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી અવિચ્છિન્નપણે ચાલવાનું છે. આ શ્રમણ સંસ્થા જ વિશ્વશાંતિનો મૂલાધાર છે. તેમની સાધનાના પ્રભાવે જ દરિયો ધરતી પર ફરી વળતો નથી. તેમના સંયમના પ્રભાવે જ સૂરજ અંગારા વરસાવતો નથી. જે દિવસે આ ધરતી પર શ્રમણ નહીં હોય તે દિવસથી પ્રલય (છઠ્ઠો આરો) ચાલુ થઈ જશે. મુઠ્ઠીભર જીવોને બાદ કરતાં ચેતન-અચેતન જગતમાં સર્વવિનાશ સર્જાશે. શ્રમણનું અસ્તિત્વ નાબૂદ થાય, તો સર્વવિનાશ સર્જાય અને તેનું અસ્તિત્વ કલુષિત થાય તો વિનાશ સર્જાય. કાળાદિના દોષે શ્રમણસંસ્થામાં ક્યાંક ક્યાંક શૈથિલ્ય આવે ત્યારે સ્વ-પર વિનાશ ઓછા-વધતા અંશે સર્જાય છે. ભલે આ શૈથિલ્ય ૨-૪ ટકા જ હોય. પણ પ્રભુવીરની આ મહાન સંસ્થાનો એક ખૂણો ય સળગતો હોય એ જોતા તો ન જ રહેવાય ને ? છતી શક્તિએ મહાત્માના વિનાશની ઉપેક્ષા તો ન કરાય ને ? સંભવિત શૈથિલ્ય-ચેપ દ્વારા આ રોગ મોટા ભાગના શ્રમણોને ભરખી જાય એ પ્રત્યે આંખ આડા કાન તો ન કરાય ને ? ( ૫ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy