SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ अज वि तवसुसिअंगा तणुकसाया जिइंदिया धीरा। दीसंति जए जइणो वम्महहिअयं विआरंता॥ આજે ય એવા મહાત્માઓ જગતમાં દેખાય છે કે જેમણે ઉગ્ર તપસ્યા દ્વારા શરીરને શોષિત કરી દીધુ છે. જેમના કષાયો મૃતપ્રાય થઈ ગયા છે. જેઓએ ઇન્દ્રિયોને જીતી લીધી છે. જેઓ ધીર છે તથા જેઓ કામદેવના હૃદયને વિદારી નાખે છે. - ખૂણામાં બેસીને સાધના કરતા મહાત્માઓને દુનિયા ક્યાંથી જાણે ? ઘણી વાર તો મહાત્માના વિદાય બાદ તેમની સાધનાનું શ્રવણ મળે અને તેમની વિદાય અનેકગણી વસમી થઈ જાય. થોડા દિવસ પહેલા ચાર સાધ્વીજી ભગવંતો કાલધર્મ પામ્યા. તેમાંથી એક સાધ્વીજી ભગવંતે ૧૦૦ ઓળીની આરાધના કરી હતી, એટલું જ નહીં, ૧૦૦મી ઓળીનું પારણું સંપૂર્ણપણે ખાનગી ક્યું હતું, છેલ્લા દશ મહિનામાં ચાર સિદ્ધિતપ ક્ય હતા. એ પણ આયંબિલથી. એ પૂર્વે શ્રેણિતપની આરાધના પણ કરી હતી, એ પણ આયંબિલથી. એમાંના બીજા સાધ્વીજી ભગવંતને ૧૪મો વર્ષીતપ ચાલતો હતો. ત્રીજા સાધ્વીજી ભગવંતને અઠ્ઠમના પારણે અઠ્ઠમ ચાલતા હતાં. ચોથા સાધ્વીજી ભગવંતને ૧૮મી ઓળી ચાલતી હતી. કેવા “અહો ! અહો ! અહો !' થઈ જાય એવી સાધના ! ખરેખર, વિ તવસિય . વર્ષમાં ૮ મહિના, મહિના, ૧૦ મહિના, ૧૧ મહિના આયંબિલ કરનારા મહાત્માઓનો ક્યાં તોટો છે, અરે, બારે મહિના આયંબિલ કરનારા મહાત્મા પણ હયાત છે. અઠ્ઠમથી વર્ષીતપ કરનારા અને વર્ષમાં છ-છ માસક્ષમણ કરનારા મહાત્મા ય આપણી વચ્ચે જ છે. કોઈ મારી નાખે તો ય ગુસ્સો ન આવે એવા કોવિજથી મહાત્મા, ( ૪ )
SR No.022075
Book TitleHitopnishad
Original Sutra AuthorPurvacharya
AuthorMunisundarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages212
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy