SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ એ ન સમજવાથી સમાધાન તરીકે ત્યાં લખે છે કે ઘણા યોગ્ય કાષ્ઠ પ્રતિમા બન્યા વિનાનાં રહે છે ! (૩૩) અંતે જિનાજ્ઞા કોને આપવી એના પ્રસંગમાં પ્રો. જે કહે છે કે અયોગ્યને દીક્ષા ન આપવામાં એનું હિત છે. તે કથન તદ્દન અધૂરું છે. કેમકે અહિ તો દીક્ષા જ નહિ પરંતુ કોઇ પણ જિનાજ્ઞા અયોગ્યને ન આપવાનું ફરમાન છે. (૩૪) બીજી સંખ્યાબંધ ભૂલો આ પ્રો. પોતાના અંગ્રેજી ભાષાન્તરમાં કરે છે. તેનો સહજ નમુનો જુઓ : (ક) સૂત્ર પહેલામાં જ ચાર તાત્ત્વિક ભૂલો છે :'મUTIઝુમ્મસ્તંગો' માં અનાદિ એવો સંયોગ લેવાનો છે, ત્યારે પ્રો. અનાદિ કર્મ કહે છે. તે ખોટું છે. જૈનમતે કોઇ કર્મ અનાદિનાં છે જ નહિ. પણ આત્મામાં કર્મનો સંબંધ એટલે કર્મવાળાપણું અનાદિનું છે. (ખ) 'દુઃરવાનુવંશી' નો અર્થ 'દુ:ખ તરફ દોરે છે' લખ્યો એ ખોટો છે, કેમકે એ અર્થ તો બીજા 'કુકરવઝન' માં આવી જાય છે. તેથી ત્રીજી વાત કઇ ? સાચો અર્થ 'દુઃખની પરંપરા (Series) ચલાવે છે' એવો છે. કેમકે 'અનુબંધ-બંધની પછી બંધ, સંસાર એકવાર દુઃખોત્પાદક પછી પણ દુઃખોત્પાદક છે. (ગ) 'ત વિવારે સાદા' માં વિપાક તથાભવ્યત્યાદિનો કહ્યો છે, પણ પ્રો. 'પાપકર્મોનો' વિપાક લે છે, તે ખોટું છે. કેમકે પાપકર્મ એની સ્થિતિ પૂર્ણ થતાં સ્વતઃ પાકે છે. વળી અહિ બતાવેલ ચતુઃ શરણગમનાદિ સાધનો એને પકવી શકે નહિ. તથા 'ત' એ એ. વ. માં છે:
SR No.022074
Book TitlePanchsutrop Nishad
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy