SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે પાંચ પ્રકારના શ્રતધર્મમાં - સર્વજ્ઞ પ્રભુએ કહેલા શ્રેષ્ઠ આગમ રૂપ શ્રતધર્મમાં મુનિઓ અને શ્રાવકો રહે છે. અથવા સામાન્યથી જીવો રહે છે. એ એનો સારાંશ છે. તેમાં જેઓ શ્રી સર્વજ્ઞ ભગવાને પ્રરુપેલા આગમમાં કહેલા માર્ગમાં ચાલે છે. તે મુનિઓ, શ્રાવકો અને સામાન્ય જીવો અનુશ્રોતચરા કહેવાય છે. વળી જેઓ સર્વજ્ઞના આગમને પ્રતિકુલ માર્ગે ચાલે છે. તે પ્રતિશ્રોતચરા કહેવાય છે. જેમ નિનવો અથવા જેમ યથાઈબ્દોકહ્યું છે કે ઉત્સુત્રને આચરતો અને ઉત્સુત્રની પ્રરૂપણા કરતો તે યથાવૃંદ છે. ઈચ્છા છંદનો પણ એજ અર્થ છે. અને વળી જેઓ મહામોહથી પરાભૂત થયેલા સદ્ગરમાં આસ્થા વિનાના ગંભીરભાવવાળા શ્રી જિનાગમના વચનોને પોતાની બુધ્ધિથી બતાવતા તથા ખુલ્લી રીતે વિવિધ પ્રકારે કદાગ્રહથી ગ્રસિત ચિત્તવાળા જાતેજ ઉત્સુત્રનું આચરણ કરે છે. અને બીજાને પ્રરૂપણા દ્વારા તે સમજાવે છે. તે મુનિઓ અને શ્રાવકો પણ પ્રતિશ્રોતચરા જાણવા કલિયુગમાં પ્રાયઃ તેવા પ્રકારના ઘણાજીવો દેખાય છે. તેને માટે દ્રષ્ટાંતની જરૂર નથી. વળી જેઓ જિનેશ્વરના કહેલા માર્ગની નજીકમાં રહે છે. તે અન્તચરા કહેવાય છે. જેવી રીતે પાર્શ્વસ્થા મુનિઓ તેઓ ચારિત્રના માર્ગને સ્પર્શતા નથી. પરંતુ તેની નજીકમાં રહે છે. તે પાર્થસ્થા કહેવાય છે. તેવી રીતે સમ્યકત્વ અણુવ્રતાદિ શ્રાવક ધર્મથી રહિત નવકારમંત્ર ગણવા, જિનપૂજા વંદનાદિ કરવાના અભિગ્રહવાળા શ્રાવક જેવા આભાસવાળા અહીંયાં પણ ઉદાહરણ રૂપે લેવા કારણ કે તેઓ પણ શ્રાવક ધર્મવાળા પાર્થસ્થા છે. (૩) અથવા જિનાગમના અંતે રહે છે. તેનો શો અર્થ ? તે અન્તસમાન ગાથાના તેવા પ્રકારની રુચિથી છ પદોને ભણે છે. પરંતુ જિનાગમને સૂત્રથી સ્પર્શતા પણ નથી. તેવા પ્રકારના પાર્થસ્થાદિની જેમ ૩. તેવીરીતે કેટલાક મધ્યમાં રહેનારા છે. જેઓ જિનાગમને બધી રીતે (બાજુએથી) સ્પર્શે છે. સૂત્રથી અને અર્થથી તેમાં અવગાહના કરવાના કારણે બંને રીતે સ્પર્શે છે. અહીંયાં માત્ર મધ્યમાં ચરે છે. એટલી જ વિવક્ષા કરી છે. પરંતુ અનુશ્રોત કે પ્રતિશ્રોત ચરવામાં નહિ. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (157) મ.અ.અં.૩, તા-૬ | F: . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . : :
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy