SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વળી બંને રીતે પણ નીચજાતિ આદિપણે કરીને અને નીચ કર્મમાં પ્રવૃત્તિના મનોરથ વડે બંને પ્રકારે નીચ જેવીરીતે તંદુલ મત્સ્ય સૂતેલા મહામત્સ્યના ખુલ્લામુખમાં ભરતીના કારણે પ્રવેશતા અને નીકળતા ઘણા મસ્યોને જોઈને તેને ખાઈ જવાના અધ્યવસાયવાળો જે છે. તેવો મત્સ્ય. | મધ્યાધિકારે ૩ અંશે. તરંગ-૫ પૂર્ણ ! | મધ્યાધિકારે ૩ અંશે (તરંગ-૬) | શ્લોકાર્ધ :- આલોકને વિષે તેવા પ્રકારના કર્મના વશથી વિવિધ પ્રકારના પરિણામવાળા જીવો હોય છે. કર્મરૂપ શત્રુ પર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે સદા ધર્મમાં ઉજમાળ બનો. મોહવશ જીવોને શુધ્ધધર્મના પરિણામ દુર્લભ છે. જિનધર્મ પામેલા ઘણા લોકોને પણ કુગ્રહ નડ્યા છે. ઘણા લોકોને પ્રમાદ નડ્યો છે. ઈતિ પાઠ) (૧) અનુકૂલ (૨) પ્રતિકૂલ પ્રવાહ (૩) અંતે - છેડે (૪) મધ્યમાં (૫) બધી બાજુ ફરનારા માછલા જેવીરીતે છે તેવી રીતે આ કૃતધર્મમાં પાંચ પ્રકરાના મુનિ અને શ્રાવક જીવો ફરે છે. (ચરે છે.) વ્યાખ્યા :- અનું અને પ્રતિની સાથે શ્રોતપદને લગાડવાથી અનુશ્રોત અને પ્રતિશ્રોત થાય અને તેથી નદી આદિની અંદર કેટલાક માછલાઓ અનુશ્રોત (પ્રવાહ) માં ફરે છે. અને કેટલાક પ્રતિશ્રોત (સામાપ્રવાહમાં ફરે છે.) વળી બીજા માછલા પ્રવાહના અંતમાં રહેલા ફરે છે. વળી બીજા કેટલાક શ્રોતના મધ્યમાં રહીને ફરે છે. અને બાકી રહેલા બીજા બધી બાજ, એ ફરે છે. એવી રીતે પાંચ પ્રકારના સભ્યો છે. તેવી રીતે શ્રી સ્થાનાંગના પંચસ્થાનકાધિકારમાં કહ્યું છે કે - "અચ્છા પંચવિદા ના’’ ગચ્છ પાંચ પ્રકારે છે તે આ રીતે (૧) અનુકૂલ પ્રવાહમાં રહેનારા (૨) પ્રતિકૂલ પ્રવાહમાં રહેનારા (૩) અંતમાં રહેનારા (૪) મધ્યમાં રહેનારા (૫) બધી બાજુએ રહેનારા. : www . . . [] ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) મ.અ.અં.૩, ત.-૬ :: ::: ::::::: : :::: :: :::: ::: : :: : : :::::::::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy