SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહી નગરીમાં ગુણશીલ ચૈત્યમાં વીરજિન સમોવસર્યા છે. અને તે વખતે સર્વજીવોના અનુગ્રહ માટે ગૌતમપ્રભુએ પૂછેલા પ્રશ્નોના જવાબ આ પ્રમાણે આપ્યા રા (૧) જયરૂપ લક્ષ્મીના સુખને ઈચ્છતા સમ્યક્રિયામાં પ્રયત્ન કરતા હોવા છતાં પણ તેના ઉપાયને નહિ જાણનારા સુખને પામતાં નથી. અને જાણનારા પામે છે. III (૨) કારણ કે જે સુખ છે. અને જે ભય છે. તેના જે કારણો છે. તે આત્માને છે. જે વિલાસી અને અવિનાશીને જાણે છે. તે ભવથી છૂટે છે. 11211 (૩) મોક્ષસુખ અને તેનું કારણ જ્ઞાનાદિ છે. મોહ ભય છે. તેવી રીતે આત્માના કર્મો અને દેહ વગેરે નાશ પામનારા છે. જીવ અવિનાશી છે. એટલે કે નાશ પામનારો નથી. (યુગ્મ) II3II આનો અર્થ સ્પષ્ટ છે. વિચારણાતો આ પ્રમાણે :- બધા વાક્યોનું સારી રીતે અવધા૨ણ થાય. એ પ્રમાણેના ન્યાયથી મોક્ષાદિના પદોની આગળ નહીં કહેલા હોવા છતાં પણ એવ (જ) કાર બધેજ જાણવો. જીવના સકલ કર્મનો ક્ષય રૂપ મોક્ષ એજ સુખ તે સુખ એકાન્તિક, આત્યાંતિક (છેડાનું), અંતરનું અને અનંત હોવાથી તે મોક્ષનું સુખ કહેવાય છે. કારણ કે તે અનંત, અવિનાશી, ઉપાધિરહિત, આધાર વિનાનું સારી રીતે ચિંતવેલ (માનેલ) સુંદર, સ્ફૂરાયમાન (સારા લાગે તેવા) વિષયાદિક ઉપાયોથી ઉત્પન્ન થયેલ સુખ તેનાથી તે સુખ પર (શ્રેષ્ઠ) છે. તેવી રીતે આગમમાં પણ કહ્યું છે કે :સમગ્ર દેવગણનું સમગ્ર સુખ બધા કાળનું ભેગું કરેલું, અને તે અનંતગુણ કરેલું અને તેનું અનંતીવાર વર્ગ ક૨વામાં આવેલું સુખ તે મુક્તિના સુખનો પાર પામતું નથી. દા.ત. જેવીરીતે કોઈક્ષુદ્ર (ભીલ) નગ૨ના ગુણોને જાણે છે. પરંતુ તેની પાસે ઉપમા ન હોવાથી કહેવાને માટે અસમર્થ છે. તેમ મોક્ષના સુખ ઉપમા વગરનું હોવાથી કહી શકાતું નથી..... ભાવાર્થ-(વિચારણા) :- જેવીરીતે કોઈક રાજા વિપરિત શિક્ષા પામેલા ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (133) મ.અ.અં.૩, ત.-૧
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy