SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મની આરાધનામાં તત્પર કષાય વિષય આદિ રૂપ ચોરની નજરે નહિ આવનાર, પરિષહ ઉપસર્ગાદિ વડે અક્ષોભ્ય સમ્યકજ્ઞાન ક્રિયા, ભાવના, અત્યંત શુક્લ, શુભ ધ્યાનના પ્રકર્ષ વિ. થી કીર્તિધવલ, સુકોસલ, દ્રઢ પ્રહારિ, ગજસુકુમાલ, અર્ણિકાપુત્ર, ઉદયરાજર્ષિ આદિની જેમ યતિ, ભરત અને તેના વંશમાં થયેલ (પરંપરા) રાજાઓ ઈલાપુત્ર, સાગરચંદ્ર, વલ્કલગિરિ, પત્નિએ કૂવામાં નાંખેલ શ્રેષ્ઠિની જેમ ગૃહસ્થ વેશમાં હોવા છતાં પણ પરિણત થયેલા યતિધર્મવાળા કેવલજ્ઞાન પામીને મોક્ષે જાય છે. કેટલાકતો ચિલાતીપુત્ર, અવન્તિસુકુમાલ, ચંદ્રાવતંસક, દુઃશીલ ભાર્યાના ખાટલાના પાયાથી વિધાયેલાં પગવાળા પ્રતિમા (કાઉસગ્ગ)માં રહેલા તે શ્રેષ્ઠિ આદિની જેમ અલ્પતર સંસારવાળા વૈમાનિક મહર્ઘિ દેવની લક્ષ્મીને ભોગવે છે. એ પ્રમાણે મિથ્યાત્વાદિ અથવા આરંભાદિક પાપને પણ નિધિના વહનની જેવા ભાવથી કરતા સાવઘાચાર્ય, નાગિલ શ્રાવક, કાલસૌકરિક, તંદુલમસ્ય, કૂલવાલક, સુભૂભ, બ્રહ્મદત્ત, કમઠજીવ, મુનિચંદ્ર જીવ, પરશુરામાદિની જેમ સાતમી નરકને પામે છે. અને તે અનંતસંસારી થાય છે. આ પ્રમાણે પુણ્ય અને પાપનો દશ્નો ભેદ કહ્યો. (થયો) એ પ્રમાણે મિથ્યાત્વ, આરંભાદિરુપ પાપનો પૂર્વનો ભેદ શુધ્ધ અને પુણ્યનો આગળઆગળનો ભેદ શુધ્ધ સમજવો. શ્લોકાર્થ:- એ પ્રમાણે પુણ્ય - પાપના દશ ભેદોને જાણીને આગળ આગળના ભેદોનો આદર અને પછી પછીના ભેદોનો ત્યાગ દ્રઢતાપૂર્વક કરવો. શિવની કામનાવાળા નરકાદિથી ભીરુ હે બુધ્ધ જનો! કલિકાલમાં જયરૂપી લક્ષ્મી મેળવવા પ્રયત્ન કરો. મધ્યાધિકારે ૨ અંશે યુગપતું પુણ્ય - પાપના દશભેદના વિવરણ નામનો ! ૧૧ મો તરંગ પૂર્ણ છે કે બીજો અંશ સંપૂર્ણ | મધ્યાધિકાર - ત્રીજા અંશે (તરંગ - ૧). દુઃખથી ડરનારા જયરૂપ લક્ષ્મીના સુખ વિ. ને સર્વ જીવો ઈચ્છે છે. આ સંસાર દુઃખમય જ છે. તેનાથી છૂટવાનો ઉપાય જિનેશ્વર ભ. કહે છે. ૧ || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (132)મ.અ.અં.૩, તા.-૧ || દમન કારક . . . . . . . . . . . . . . .* *-:-:-::::::::::::::::::: :::::::::::: :: :::::
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy