SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ जीवदयाप्रकरणम् ___३९ भरणतत्पराः, लक्ष्यान्तरविरहात्तदेकप्रवृत्ता: समृद्धा दरिद्राश्चेति भाव: । एवञ्च ते धर्मं न कुर्वन्ति, तदनुष्ठानस्य तदध्यवसायमूलकत्वात्, प्रायश्च तेषु तदभावात् । ततश्च जगति कथम्पुन: सुखं भवतु ? निष्कारणतत्सम्भवे नित्यसत्त्वादिप्रसक्तेर्न कथञ्चित्तत्सम्भव इत्याकूतम्, यदुक्तम् - नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यान ગરીબો = દરિદ્રતાનો ભોગ બનેલા જીવો વળી પેટ ભરવામાં તત્પર છે. આશય એ છે કે શ્રીમંતો અને ગરીબો એ બંનેને ઉપરોક્ત પ્રવૃત્તિ સિવાય બીજું કોઈ લક્ષ્ય જ નથી. માટે તેઓ તે તે પ્રવૃત્તિમાં જ તત્પર રહે છે. આ રીતે તેઓ ધર્મ કરતાં નથી. કારણ કે ધર્મનું આચરણ તો જ થાય, કે જો તેનો વિચાર આવે, અને તેઓને પ્રાયઃ તેનો વિચાર પણ આવતો નથી. તેથી જગતમાં શી રીતે સુખ મળી શકે? જો કારણ વગર પણ સુખ ઉત્પન્ન થાય તો તેની નિત્ય હાજરી કે નિત્ય ગેરહાજરી માનવી પડે, માટે કોઈ રીતે કારણ વિના સુખ ન થઈ શકે એવો આશય છે. કહ્યું પણ છે – જેનું કોઈ કારણ નથી, તેની નિત્ય હાજરી હોય, (જેમ કે આકાશની), અથવા તો નિત્ય ગેરહાજરી હોય, (જેમ કે વંધ્યાપુત્રની), કારણ કે કોઈ વસ્તુ અમુક કાળ પૂરતી હોય, એ તો જ સંભવી શકે,
SR No.022068
Book TitleJivdaya Prakaranam
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages136
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy