SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् જઈ શકે એવી દુર્ગભૂમિમાં ધાન્યને સ્થાપે તે ભૂમિને સંબાંધ કહેવાય છે. અહીંયા ધાન્ય સુરક્ષિત રહે છે. સંબાહ-નગર વિશેષ જ્યાં બ્રાહ્મણ આદિ ચારે વર્ણની વસ્તી વિશેષ હોય. સંબાહ - પર્વત આદિ વિષમ સ્થાનોમાં ધાન્ય સંઘરવાના સ્થાન. ગામ - જ્યાં કર લેવાતો હોય અને ચારે બાજુ કાંટાની વાડ હોય. સંઘાચારમાં ગ્રામ આદિના અર્થ ગામ - જે સ્થાન વાડથી વીંટળાયેલું હોય. નગર-મોટા ચાર તારોથી જે શોભિત હોય. ખેટ-નદી તથા પર્વતથી જે સ્થાન વીંટળાયેલું હોય. કબૂટ-જેની બે બાજુમાં પર્વત હોય. મંડલ-દશગામથી યુક્ત હોય તે. પતન - જેમાં રત્નની ઉત્પત્તિ થતી હોય તે મબખાણ વિશેષ. દ્રોણ-નદીના કાંઠાથી જે સ્થાન વીંટળાયેલું હોય. સંબોધન-પર્વતના શિખર ઉપરનું ગામ.) ૨૮ અંતરદ્વીપ, ૨૫ ખરાબ રાજ્ય, ૩ ખંડ, ૪૮ કરોડ ગામ, ૪૯ હજાર દ્રોણમુખ, ૧૦ હજાર આકર, ૮ હજાર ખેટ, ૭ હજાર સંબોધ, ૧૬ હજાર નાટકીયા આવી અદ્ભુત સામગ્રીનો સ્વામી વાસુદેવ હોય છે. વાસુદેવ સાત રત્નના સ્વામી હોય છે. અર્ધા વૈતાઢ્યના માલિક હોય છે. લવણસમુદ્રમાં વસતા નાગદેવોના સ્વામી છે. વાસુદેવ કોટિશિલાને પોતાના મસ્તક ઉપર છત્ર બનાવે છે. દક્ષિણાર્ધભરતમાં પોતાનું રાજ્ય ચલાવે છે. કહ્યું છે કે વાસુદેવને ચક્રવર્તી કરતા અડધી ઋદ્ધિ અને અડધી સ્ત્રીઓ (૩૨ હજાર) હોય છે. ચક્ર, ધનુષ્ય, ગદા, ખગ્ન, શંખ, મણિ અને માલા આ સાત રત્નો છે. ગરુડ એમનું ચિન્હ છે. શરીર નીલ વર્ણનું છે. વસ્ત્રો પીળા હોય છે. સંભિન્નશ્રોત જ્યોતિષીની આ વાત સાંભળી જ્વલનટી વિદ્યાધરેશ પોતનપુરમાં આવ્યો. પોતનપુર નરેશને વિવાહ માટે પ્રાર્થના કરી. ત્રિપૃષ્ઠની સાથે સ્વયંપ્રભાના શીધ્ર લગ્ન લેવાયા. સ્વયંપ્રભા અને ત્રિપૃષ્ઠને વિજય નામનો પુત્ર થયો. કેટલાક કાળ બાદ વિજય રાજકુમારના પિતા ત્રિપૃષ્ઠ વાસુદેવ મૃત્યુ પામ્યા અને અચલ બળદેવે સંયમનો સ્વીકાર કર્યો. હવે મહાપ્રતાપી વિજય રાજ્યને ચલાવવા લાગ્યો. એક દિવસ સવારના સમયે સ્નાનાદિ કાર્ય કર્યા બાદ હર્ષિત થયેલા વિજયરાજા પિતાની જેમ રાજ્યસભામાં પ્રજાને પોતાના દર્શન કરાવવા દ્વારા આનંદિત કરવા લાગ્યા. વાસુદેવ સમાન પરાક્રમવાળા સેનાપતિઓ તથા યાચકો રાજાના નિર્મળયશનું ગાન કરી રહ્યા હતા. તેમના યશરૂપી નિર્મળજળથી જગતરૂપી સરોવર પૂર્ણ ભરેલું હતું. અર્થાત્ એમનો યશ ત્રણે ભુવનમાં છવાઈ ગયો હતો. મહામંત્રીઓ અને સામતો રાજાના ચરણોમાં ઉતાવળથી નમસ્કાર કરી રહ્યા છે. શ્રી વિજયરાજાએ યુદ્ધમાં ઉત્સાહિત થતાં મનુષ્યની જેમ પોતાના અંગો ઉપર ઘણા શ્રેષ્ઠ કવચોને ધારણ કર્યા
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy