SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् મંત્રીએ રાજાના પ્રશ્નનો જવાબ આપવા માટે સંભિન્નશ્રોત નામના જ્યોતિષીને કહ્યું. જ્યોતિષીએ કહ્યું- ઉત્તર શ્રેણિના સ્વામી પોતનપુરેશના પુત્ર અને બળદેવ અચળના ભાઈ ત્રિપુષ્ટ વાસુદેવ કન્યા સ્વયંપ્રભાનાવર તરીકે ઉચિત છે. જ્યોતિષીએ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ આદિ શ્રેષ્ઠ હતા પણ તેમનું આયુષ્ય અલ્પ હોવાથી તેમનું નામ ન આપ્યું. ત્રિપુષ્ટ વાસુદેવની સમૃદ્ધિ વાસુદેવની સેવામાં આઠ હજાર યક્ષો હોય છે. સોળ હજાર રાજાની કન્યાઓ તેમજ સોળ હજાર શ્રેષ્ઠી આદિની કન્યાઓ એમ ૩૨ હજાર રાણીઓ હોય છે. ૧૬ હજાર વારાંગના હોય છે. ૧૬ હજાર નગરો, ૧૬ હજાર દેશ, ૪૮ કરોડ સૈનિકો, ૪૨ લાખ ઘોડા, ૪૨ લાખ હાથી અને ૪૨ લાખ રથ હોય છે. ૧૨ હજાર કર્બટ(ખરાબ નગરો), ૧૨ હજાર મતંબ, ૨૪ હજાર પટ્ટણ, ૩૬ હજાર ઉચ્ચનગરો, ૦ કબડ આદિ શબ્દોની વ્યાખ્યા : કબ્બડ - ખરાબ ગામ, કુત્સિત નગર (પાઈય સમહષ્ણવો) કબ્બડ-બસો કે આઠસો ગામ વચ્ચેનું શ્રેષ્ઠ ગામ અથવા જેની આસપાસમાં સર્વમનુષ્યો આજીવિકા કરી શકે. (શબ્દરત્ન મહોદધિ-કર્બટ શબ્દ). કબ્બડ- નાના ગઢથી વીંટળાયેલું શહેર. (સચિત્ર અર્ધ માગધી કોષ) મોંબ - જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય. મડબ-ગ્રામ વિશેષ, જેની ચારે બાજુ એક યોજન સુધી કોઈ પણ ગામ ન હોય. (પાઈય સદ્ મહષ્ણવો) મોંબ - જેની ચારે બાજુ અઢી અઢી યોજનમાં કોઈ વસતી ન હોય. (સચિત્ર અધ) પટ્ટણ (પતન) - જે જલમાર્ગથી યુક્ત હોય તે જલપત્તન અને સ્થલ માર્ગથી યુક્તતે સ્થલ પતન અંતરોદક - પાણીની અંદર રહેલ દ્વીપ. દ્રોણમુખ - જે જલમાર્ગ અને સ્થલમાર્ગ બે માર્ગ વડે યુક્ત હોય. દ્રોણમુખ - ૪00 ગામે જે એક સુંદર ગામ હોય. (શબ્દરત્ન મહોદધિ) દ્રોણમુખ - બંદર કાંઠો, જ્યાં જલમાર્ગ અને સ્થલમાર્ગ બંને રસ્તે કરિયાણુ વગેરે આવે તે શહેર. આકર - જ્યાં લોખંડ, તાંબુ વગેરે ધાતુઓની ઉત્પત્તિ થતી હોય એવી ખાણ. ખેટ - જેની ચારે બાજુ ધૂળનો ગઢ હોય તે. ખેટ-ગામ કરતા મોટી અને શહેર કરતા નાની વસ્તીનું સ્થાન તથા જેને ફરતો ધૂળનો ગઢ હોય. સંબાહ - સંબોધ, ખેડૂતો સપાટભૂમિમાં ખેડ કરીને જ્યાં બીજાઓ મુશ્કેલીથી
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy