SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् બનાવેલો. ત્યાંથી પ્રભાસ પાટણ પધાર્યા. સમુદ્ર કિનારે ઉભા રહી “મંત્રમય સમુદ્રસ્તોત્ર'નો પાઠ કરતાં દરિયામાં મોટી ભરતી આવી અને આચાર્યશ્રીના ચરણકમળમાં દરિયાલાલે રત્નોનો ઢગલો કરી દીધો. જૂનો કપર્દીયક્ષને પણ આચાર્યશ્રીએ મંત્ર ધ્યાન દ્વારા પ્રગટ કરી સમકીતિ બનાવી શાસનરક્ષક બનાવ્યો હતો. પેથડશાના પુત્ર મંત્રી ઝાઝણશાએ માંડવગઢથી શત્રુંજય ગિરનાર તીર્થનો ભવ્ય ૬'રી પાલક સંઘ આ ધર્મઘોષસૂરિજીની નિશ્રામાં કાઢેલો. માંડવગઢમાં આચાર્ય ધર્મઘોષસૂરિજીના પ્રવેશ પ્રસંગે મંત્રી પેથડશાએ ૭૨ હજાર ટંકનો વ્યય કરેલો. આચાર્યશ્રી મંત્રશક્તિના પણ પરચાઓ ગ્રંથમાં મળે છે. ૧. મંત્રિત વડા જાણી પરઠવવા આદેશ કર્યો અને વહોરાવનાર સ્ત્રીને ચંભિત કરી. ૨. વીજાપુરમાં વ્યાખ્યાનમાં સ્વરભંગ માટે કામણ કરનારને ચંભિત કરી દીધો. ૩. ઉજ્જૈનમાં દુયોગી જૈન સાધુને પરેશાન કરતો. એણે આચાર્યશ્રીના ઉપાશ્રયમાં ઉંદરનો ઉપદ્રવ કર્યો. આચાર્યશ્રીએ જાપ કરતાં રાડો પાડતો યોગી આવી પગમાં પડ્યો, ક્ષમા માંગી. ૪. ગોધરામાં શાકિની આચાર્યશ્રીનો પાટ ઉઠાવી ગઈ. એણીને સ્વૈભિત કરી શિક્ષા કરી. ૫. બ્રહ્મ મંડળમાં આચાર્યશ્રીને સાપ કરડ્યો. સંઘ ચિંતામાં પડ્યો. આચાર્ય ભ. કહેઃ ચિંતા ન કરો. સવારે પૂર્વદરવાજેથી પ્રવેશ કરતાં કઠિયારા પાસેથી વિષહરણી વેલ લઈ લેજો. એનું પાંદડું સુંઠ સાથે ઘસી ડંખ પર લગાવવાથી ઝેર ઊતરી જશે. ઝેર તો ઉતરી ગયું પણ, વનસ્પતિની વિરાધનાના પ્રાયશ્ચિત તરીકે જીંદગીભર છ વિગઈનો સંપૂર્ણ ત્યાગ આચાર્યશ્રીએ કરી દીધો! આચાર્યશ્રી શીઘ્ર કવિ હતા. એક મંત્રી પ્રાચીન યમકમય સ્તુતિઓ બતાવી કહે આજે આવા કોઈ કવિરહ્યા નથી. બીજા દિવસે ઉપાશ્રયની દિવાલ ઉપર ‘નવૃષ'થી શરૂ થતાં આઠ કાવ્યો સૂરિજીએ લખી દીધા. વાંચીને મંત્રી મોંમા આંગળા નાંખી ગયો. વિ.સં. ૧૩૩રમાં શિષ્ય સોમપ્રભને આચાર્ય પદે બિરાજિત કર્યા અને પોતાની મંત્રપોથી નૂતન આચાર્યને આપી. નૂતન આ. સોમપ્રભસૂરિ કહે : “ગુરુદેવ ! કાં ચારિત્રની આરાધના સુંદર કરું એવા આશીષ આપો, કાં મંત્રપોથી. મંત્રપોથીને જીરવવાનું આપના જેવું બળ મારામાં નથી.' ત્યારે આચાર્યશ્રીએ મંત્રપોથી જલશરણ કરી. વિ.સં. ૧૩૫૭માં આ. ધર્મઘોષસૂરિનો સ્વર્ગવાસ થયો.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy