SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૩૯ પ્રભુના હાથ પ્રમાણે હોય છે. (૧૩) પ્રભુ સમવસરણમાં પૂર્વદિશામાંથી પ્રવેશ કરે છે. પ્રભુ ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી પૂર્વસમ્મુખ આસનમાં બેસી પાદપીઠ ઉપર પગ સ્થાપી નમોતિત્યસ્સ જિતમર્યાદાથી કહી ધર્મનો ઉપદેશ આપે છે. (૧૪) સમવસરણમાં અગ્નિવિદિશામાં સાધુ, વૈમાનિક દેવી, સાધ્વી આ ત્રણ પર્ષદા બિરાજે છે. ભવનપતિ દેવી, જ્યોતિષ દેવી, વ્યંતર દેવી આ ત્રણ પર્ષદા વાયવ્ય દિશામાં ભવનપતિદેવ, જ્યોતિષ દેવ તથા વ્યંતર દેવ નૈઋત્ય દિશામાં, વૈમાનિક દેવ મનુષ્ય અને સ્ત્રી ઈશાન દિશામાં બિરાજે છે. આમ, આ રીતે બાર પર્ષદા બિરાજે છે. (૧૫) વૈમાનિક દેવી ભવનપતિદેવી જ્યોતિષ દેવી વ્યંતરદેવી અને સાધ્વી આ પાંચ પર્ષદા ઊભા ઊભા દેશના સાંભળે છે તથા મનુષ્ય દેવ સાધુ અને સ્ત્રીની સાત પર્ષદા બેસીને દેશના સાંભળે છે. (૧૬) ઉપરના શ્લોકમાં જે વાત જણાવી છે તે આવશ્યક ટીકાના અનુસાર બતાવ્યું છે. પરંતુ ચૂર્ણિમાંતો સાધુઓ ઉત્કટિક આસને બેસીને, વૈમાનિક દેવી તથા સાધ્વી આ બે પર્ષદા ઉભા ઉભા અને બાકીની નવ પર્ષદાની હાજરી કહી છે પણ ચૂર્ણિકારે બેસવું કે ઊભા રહેવાની સ્પષ્ટતા નથી કરી આવો ઉલ્લેખ મળે છે. (૧૭) બીજા ગઢમાં પશુ હોય છે. ઈશાન ખૂણામાં દેવછંદો છે. ત્રીજા ગઢમાં વાહનો હોય છે. ચોરસ સમવસરણના દરેક ખૂણામાં બે બે વાવડી છે અને ગોળ સમવસરણમાં ખૂણામાં એક-એક વાવડી હોય છે. (૧૮) રત્નના પ્રથમ ગઢના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના દ્વાર આગળ અનુક્રમે પીળા વર્ણના વૈમાનિક દેવોનું યુગલ (બે દેવો), શ્વેતવર્ણના વાણવ્યંતરદેવો, લાલ વર્ણના બે જ્યોતિષદેવો તથા શ્યામ વર્ણના ભવનપતિ ના બે દેવો હોય છે. તેમના હાથમાં ધનુષ્ય, દંડ, પાશ (રસ્સી) અને ગદા હોય છે. તેમના નામ અનુક્રમે સોમ, યમ, વરૂણ અને ધનદ હોય છે (૧૯) સોનાના બીજા ગઢમાં જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામના દેવી યુગલો છે. તેમનો વર્ણ અનુક્રમે સફેદ, લાલ, પીળો અને ઘાટો લીલો હોય છે. તેઓ એક હાથમાં અભયદાનની મુદ્રા, બીજા હાથમાં અંકુશ, ત્રીજા હાથમાં પાશ અને ચોથા હાથમાં મકર લઈને પૂર્વાદિ દ્વારે ઉભેલા હોય છે. (૨૦) ચાંદીના ત્રીજા ગઢમાં પૂર્વાદિ દ્વારે ઉભેલા બેબે દેવો તુંબરુ (વીણા અથવા કમંડલ જેવું), ખાટલાની ઈસ (પાયાને જોડતું લાંબુ લાકડું), કપાલ અને જટામુકુટને ધારણ કરીને ઊભા રહેલા હોય છે. (૨૧) ઉપરોક્ત ગાથામાં બતાવેલ વિધિ સામાન્ય સમવસરણમાં હોય છે. પ્રભુની પાસે જો કોઈક મહાઋદ્ધિવાળો દેવ આવે તો તે એકલો પણ સમવસરણની રચના કરી શકે
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy