SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ श्री सङ्घाचार भाष्यम् છે. તેના પછી ત્રીજો ગઢ છે. ત્રીજા ગઢમાં એક ગાઉ અને ૬૦૦ ધનુષ્ય બાદ પીઠ છે. (૭-૮). સમવસરણમાં પીઠ ઉપર ચાર દ્વાર છે અને ચારે બાજુ ત્રણ પગથીયા છે. મધ્યમાં જિનેશ્વર પ્રભુના શરીરના પ્રમાણની ઊંચાઈવાળી મણિ પીઠિકા છે. આ પીઠિકા ૨૦૦ ધનુષ્યના વિસ્તારની છે અને પૃથ્વીતલથી અઢી ગાઉની ઉંચાઈએ છે. (૯) ચૈત્યવૃક્ષ જિનેશ્વર પ્રભુથી ૧૨ ગણુ ઊંચુ હોય છે. અશોકવૃક્ષ એક યોજના વિસ્તારવાળું છે. સમવસરણમાં રહેલ દેવજીંદામાં પાદપીઠ સહિત ચાર સિંહાસન હોય છે. (૧૦) (આદિનાથ પ્રભુનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉં ઊંચુ છે અને મહાવીર સ્વામીનું ચૈત્યવૃક્ષ ૩ર ધનુષ્ય છે. બાકીના પણ બધાં તીર્થકરોનું ચૈત્યવૃક્ષ ૧૨ ગણુ ઉંચુ હોય છે. આમ, તો મહાવીર પ્રભુનું અશોકવૃક્ષ મહાવીર પ્રભુથી ૧૨ ગણુ ઉંચુ છે તેથી અશોકવૃક્ષની ઉંચાઈ ૨૧ ધનુષ્યની છે. છતાં અહીંયા મહાવીર પ્રભુના અશોકવૃક્ષની ઉંચાઈ ૩૨ ધનુષ્યની તે અશોકવૃક્ષની ૨૧ ધનુષ્યની ઉંચાઈમાં ૧૧ ધનુષ્યની સાલવૃક્ષની ઉંચાઈ ભેળવતા ૩ર ધનુષ્ય થાય છે. ગ્રંથકાર ધર્મઘોષસૂરિ મહારાજે અશોકવૃક્ષ તથા ચૈત્યવૃક્ષ બંનેને એકની વિવક્ષા કરી અશોકવૃક્ષની ૩૨ ધનુષ્યની ઉંચાઈ કહી છે. અશોકવૃક્ષ દરેક તીર્થકર ભગવંતોને હોય છે, પણ ચૈત્યવૃક્ષ (જે વૃક્ષ નીચે ભગવાનને કેવળજ્ઞાન થયું હોય) દરેક પ્રભુજીના અલગ અલગ હોય છે. સમવસરણ સ્તવ નામના આ ગ્રંથમાં ચૈત્યવૃક્ષ તથા અશોકવૃક્ષની એક તરીકે વિવક્ષા કરી છે. અન્યથા બાર ગણું ઊંચુ અશોક વૃક્ષ એક યોજન વિસ્તારવાળું ન જ હોઈ શકે. અહીં ચૈત્યવૃક્ષ ઘણુ ઊંચુ હોય છે તેથી તેનો એક યોજનાનો વિસ્તાર સંભવી શકે છે. વીરપ્રભુનું ૨૧ ધનુષ્યનું અશોકવૃક્ષ અને ૧૧ ધનુષ્યનું ચૈત્યવૃક્ષ હોય છે એવો સંપ્રદાય છે.) દેવછંદામાં રહેલા સિંહાસન ઉપર ચાર છત્રત્રિક હોય છે. પૂર્વદિશામાં રહેલ પરમાત્મા સિવાય ત્રણે દિશામાં ત્રણ પ્રતિબિંબ છે. પ્રભુના રુપ સમાન જ પ્રતિમાની રચના પ્રભુના પ્રભાવથી વ્યંતર દેવો રચે છે. પ્રભુના ચારે રુપની આગળ બે-બે ચામરધારી હોય છે. કુલ આઠ ચામરધારી હોય છે. સિંહાસનની આગળ સુવર્ણના કમળ ઉપર સ્ફટિકના ચાર ધર્મચક્ર હોય છે. (૧૧) ગઢના દરેક ધારે ધ્વજ, છત્ર, મગરનું મુખ, મંગળ, પુતળી, પુષ્પમાળા, વેદિકા, પૂર્ણકળશ, મણિમય ત્રણ તોરણ અને ધૂપઘટીઓને વાણવ્યંતર દેવો રચે છે. (૧૨) સમવસરણમાં ચારે દિશામાં ૧000 યોજન ઉંચા દંડવાળા ચાર ધ્વજ હોય છે. તેમના નામ ધર્મધ્વજ, માનધ્વજ, ગજધ્વજ અને સિંહધ્વજ છે. આ ધ્વજ નાની ઘંટડીઓ અને ધજાઓથી યુક્ત હોય છે. ધ્વજ દંડનું ૧ હજાર યોજન પ્રમાણે દરેક
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy