SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૦૫ રાજર્ષિ કાળધર્મ પામી લાંતકદેવલોકમાં સુપ્રભ નામના વિમાનમાં ૧૪ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. મહાત્માના કાળધર્મ બાદ તીવ્રક્રોધ કષાયના પરિણામવાળો અજગર અશુભવેદનીય કર્મનું ઉપાર્જન કરી પુનઃ ધૂમપ્રભા નારકીમાં નારક બન્યો. * આ બાજુ સિંહસેન રાજાનો જીવ લાંતક કલ્પમાંથી ચ્યવીને ચક્રપુરમાં ચકાયુધ રાજાના પુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ વજાયુધ રાખવામાં આવ્યું. વજાયુધની રાણીનું નામ રત્નમાલા હતું. પૂર્ણચંદ્રનો જીવ વજાયુધ અને રત્નમાલાના પુત્ર તરીકે અવતર્યો. વજાયુધ રાજાએ રત્નાયુધને રાજગાદી સોંપી વજદત્તમુનિ પાસે પ્રવજ્યા સ્વીકારી. વજાયુધ મુનિએ ૧૪પૂર્વનો અભ્યાસ કર્યો. શ્રતધર હોવાથી સર્વભાવોને જાણવાવાળા આ મુનીશ્વર કેવલી ન હોવા છતાં કેવલી ની જેમ વિચરવા લાગ્યા. વિચરતા વિચરતા વજાયુધ રાજર્ષિ એક દિવસ ચક્રપુર નગરમાં પધાર્યા. વજાયુધ રાજર્ષિને પધારેલા જાણી માતા રત્નમાલાની સાથે રત્નાયુધ વંદન કરવા માટે આવ્યો. વંદન કરીને દેશના સાંભળવા લાગ્યા, ભાગ્યશાળીઓ જે વર્તન પોતાને પ્રતિકૂળ થતું હોય છે તેવું વર્તન બીજાની આગળ ન આચરવું જોઈએ. પોતાને પ્રતિકૂળ આચરણ બીજાને ન કરવું એ જ ધર્મનો સાર છે, સંક્ષેપ છે. આને જ લક્ષ્યમાં લઈને ધર્મક્રિયાનો વિસ્તાર ઈચ્છાનુસારે થાય છે. જેમ હાથીના પગલામાં બીજા જીવોના પગલાં સમાઈ જાય છે, તે પ્રમાણે બીજાને પ્રતિકૂળ આચરણ ન કરવા રુપ ધર્મના સારમાં સર્વે ધર્મો સમાઈ જાય છે, કારણ કે સર્વ ધર્મમાં દયાની પ્રધાનતા છે. ભીખ ઃ હે કૃષ્ણ ! બ્રહ્મજ્ઞાનીઓએ અહિંસાના ચાર પ્રકાર બતાવ્યાં છે. આ ચાર પ્રકારની અહિંસામાંથી એકનું પણ જો પાલન ન થાય તો અહિંસા ટકતી નથી. જેમ ચારપગવાળા પશુઓ ત્રણ પગ ઉપર ઊભા રહી શકતા નથી તે રીતે હે રાજનઆ ચાર કારણોમાંથી એકપણ કારણ ન હોય એટલે કે ત્રણ કારણ હોય તોપણ અહિંસા રહી શકતી નથી એવું કહેવાય છે. આ અહિંસાના ચાર પ્રકાર અથવા ચાર કારણો આ રીતે બતાવ્યા છે. (૧) મનથી કોઈ જીવનો વધ ન કરવો (૨) વચનથી કોઈ જીવનો વધ ન કરવો (૩) કાયાથી કોઈ જીવનો વધ ન કરવો (૪) કોઈપણ જીવનું માંસ ન ખાવું. આ ચાર કારણોથી જે અહિંસાનું પાલન કરે છે તે ત્રણ પ્રકારે એટલે કે મન, વચન તથા કાયાથી મુક્ત થાય છે. બ્રહ્મજ્ઞાનીઓએ બતાવેલા ત્રણ પ્રકાર આ પ્રમાણે છે. અહિંસાનું પાલન કરનાર મન તથા વચનના અશુભ યોગો અને આસ્વાદથી મુક્ત થાય છે. આ ત્રણથી મુક્ત થાય તે દોષોથી પણ મુક્ત થાય છે કારણકે આ ત્રણમાં જ બધા દોષો રહેલાં છે.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy