SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ श्री सङ्घाचार भाष्यम् - હાથી બનેલોસિંહસેન રાજાનો જીવ શુક્રદેવલોકમાંથી ચ્યવને યશોધરાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. યશોધરાના આ પુત્રનું નામ રશ્મિવેગ રાખવામાં આવ્યું. એક દિવસ નિત્યાલોક નગરમાં ધર્મરતિ અને ધર્માનંદ નામના ચારણ શ્રમણો પધાર્યા. અરિસિંહ રાજાએ પરિવાર સહિત મહાત્માઓની પાસે જઈને ચારણ મુનિઓને વંદન કર્યા. - ત્યારબાદ તેઓ આ મુનિઓની દેશનાનું પાન કરવા લાગ્યા, “જેમ દરિદ્ર મનુષ્ય રોહણાચલ પર્વતને પ્રાપ્ત કરી રત્ન પ્રાપ્ત કરે છે તેમ બુદ્ધિમાને દુર્લભ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરી લીધા પછી ધર્માચરણ રૂપી રત્નોને ગ્રહણ કરવા જોઈએ. જે જીવો માંગવામાં આળસુ હોય છે તેઓની પાસે ભલે ચિંતામણિ રત્ન હોય તો પણ તેઓ ધનાદિઋદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી. બસ, તો આ પ્રમાણે જેઓ ધર્મનું આચરણ કરવામાં આળસુ છે તેઓએ પ્રાપ્ત કરેલ મનુષ્ય જન્મ પણ નિષ્ફળ જાય છે.' ચારણશ્રમણ ભગવંતની આ દેશના સાંભળી શૂરાવર્ત રાજા રાજ્યગાદી ઉપર પુત્ર રશ્મિવેગનો રાજ્યાભિષેક કરી પ્રવ્રજ્યાને સ્વીકારી અને સઘળા કર્મોનો નાશ કરી શિવલક્ષ્મીને વર્યા. રાણી યશોધરા આર્યા ગુણવતી પાસે દીક્ષાનો અંગીકાર કરી લાંક નામના છઠ્ઠા દેવલોકમાં ચકનામના વિમાનમાં ચૌદ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. રાજા રશ્મિવેગ રાજ્યના પાલનની સાથે સાથે શ્રાવક ધર્મની આરાધના સુંદર રીતે કરવા લાગ્યા. એક દિવસ હરિ અને મુનિચંદ્ર નામના બે ચારણશ્રમણો રશ્મિવેગ રાજાના નિત્યાલોક નગરમાં આવી પહોંચ્યા. રાજાએ વિનયપૂર્વક પ્રણામ કરી મહાત્માની દેશના સાંભળી, “રશ્મિવેગ! આ આખો ય સંસાર અસાર છે, તેમાં પણ વિશેષતઃ આ લક્ષ્મી, દેહ, સ્નેહ, યૌવન અને જીવન અસાર છે. લક્ષ્મી પાણીમાં ઉછળતા તરંગોની જેમ ચંચળ છે. દેહ વૃદ્ધાવસ્થા આવતા જર્જરિત થઈ જાય છે. આ સ્નેહ નરકગતિ આદિના દુઃખની વેલડીનો વિસ્તાર કરવામાં નવા મેઘ સમાન છે. આ જીવન પવનના ઝપાટાથી હાલક ડોલક થતી દીપજ્યોતિની જેમ અત્યંત ચંચળ છે. આ યૌવન મદથી ભરેલા નવયુવાન હાથીના કાન જેવું અતીવ ચપળ છે. મહાપુણ્યોદયે મનુષ્ય જન્મરૂપી નાવ પ્રાપ્ત થઈ છે. આ નાવ જ્યાં સુધી ભવસમુદ્રમાં હેમખેમ તરી રહી છે ત્યાં સુધી ભવસમુદ્ર પાર ઉતરવા માટે ઉતાવળો થા.” ચારણશ્રમણનો આવો ઉપદેશ સાંભળી રાશિમવેગ રાજાએ રાજ્યનો ત્યાગ કર્યો અને સંયમ સ્વીકાર્યો. નવપૂર્વનો અભ્યાસ કર્યો. નવપૂર્વનો અભ્યાસ કરી રાજર્ષિએ એકાકી પ્રતિમા ગ્રહણ કરી. એક દિવસ કંચનગુફામાં પ્રતિમા ધ્યાનમાં ઊભા હતા ત્યાં ધૂમપ્રભા નરકથી આવેલો શ્રીભૂતિ પુરોહિતનો જીવ અજગર આવીને મહાત્માને ગળી ગયો. આવી અવસ્થામાં પણ શુભ ધ્યાનની શ્રેણિમાં આરુઢ થયેલા રશ્મિવેગ
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy